નવી દિલ્હીઃ કાચા અને પાકેલા બંને ચોખા આપણા વાળ માટે કોઈ વરદાનથી કમ નથી. ચોખા ભારતીય ઘરોમાં ખાનપાનમાં ખાસ ઉપયોગમાં લેવાય છે. ચોખા ધોયેલા પાણીનો તમે ચહેરા અને વાળ માટે ઉપયોગ કરી શકો છો. પરંતુ જો બનાવેલા ભાત બચી જાય છે તો તેનો ઉપયોગ પણ તમે વાળમાં કરી શકો છો. ત્યારે આજે અમે તમને જણાવીશું બનેલા ચોખાના ઉપયોગથી વાળને થતાં ફાયદાઓ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી રીતે કરશો બનાવેલા ચોખાનો વાળમાં ઉપયોગઃ
બનાવેલા ભાતમાં અમુક ચીજવસ્તુઓ મેળવીને માસ્ક તૈયાર કરવાનું રહેશે જેના માટે,


સામગ્રીઃ
3 કપ બાફેલા ચોખા, 2 ચમચી દહીં, 1 ચમચી કેસ્ટર ઓયલ


પેસ્ટ બનાવવાની રીતઃ
-બાફેલા ચોખામાં થોડુ પાણી નાખીને પીસી લો અને તેનાથી એક પેસ્ટ તૈયાર કરો.
-આ પેસ્ટમાં હવે દહીં અને સાથે સાથે કેસ્ટ ઓયલ મિક્સ કરો.
-આ તમામ વસ્તુને ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લો.
-હવે આ પેસ્ટને વાળમાં લગભગ 30 મિનિટ સુધી લગાવીને રાખો જે બાદ શેમ્પૂથી વાળ વોશ કરી લો.
-સપ્તાહમાં એથી બેવાર આ પેસ્ટ બનાવીને ઉપયોગ કરવો જેનાથી વળામાં તમને ફરક દેખાશે.


આ પણ વાંચોઃ કિવિથી બનેલા આ ફેસ પેકના ઉપયોગથી સ્કીનને બનાવો ચમકદાર  


વાળને થતાં ફાયદાઓઃ
1. વાળ સોફ્ટ થઈ જાય છે અને સાઈન પણ કરે છે.
જો તમારા વાળ વધારે ગુંચાય જાય છે તો હવે તમારે આ પેકનો ઉપયોગ કરવાની જરૂર છે. કેમ કે, તેનાથી વાળ વધારે સોફ્ટ થઈ જશે અને તેમાં ચમક આવી જશે. 


2. ડૈંડ્રફમાંથી છુટકારોઃ
વાળમાં ડૈંડ્રફની સમસ્યા દૂર નથી રહી તો તેના માટે તમારે બાફેલા ચોખાની પેસ્ટ ફાયદામંદ રહેશે.


3. વાળની ગ્રોથમાં મદદગારઃ
કાચા ચોખાનું પાણી હોય કે બાફેલા ચોખાની પેસ્ટ આ બંને ચીજવસ્તુઓ ગ્રોથમાં વધારે મદદગાર છે. જો વાળ વધારે ઉતરી રહ્યા છે તો આ પેકનો ઉપયોગ કરવો ફાયદાકારક છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube