Headache: ગેસના કારણે માથું દુખતું હોય તો આ ઘરેલુ ઈલાજ આવશે કામ, 5 મિનિટમાં મળી જશે આરામ
Headache due to Gas: મોટાભાગના લોકોને પાચન સંબંધિત સમસ્યાના કારણે જ માથું દુખતું હોય છે. જ્યારે પેટમાં ગેસ બનવા લાગે છે તો તે ધીરે ધીરે માથા સુધી પહોંચે છે જેના કારણે માથામાં પણ દુખાવો શરૂ થઈ જાય છે. આ દુખાવો ખૂબ જ ભયંકર હોય છે. આજે તમને ગેસના કારણે માથું દુખતું હોય તો તેનાથી છુટકારો કેવી રીતે મેળવવો તે જણાવીએ.
Headache due to Gas: માથાનો દુખાવો એવી સમસ્યા છે જેનો અનુભવ દરેક વ્યક્તિએ કર્યો હોય છે. માથાના દુખાવાના કારણો અલગ અલગ હોય છે પરંતુ એક વખત જ્યારે માથું દુખવા લાગે તો હાલત બગડી જાય છે. કેટલાક લોકોને તો વારંવાર માથામાં દુખાવો રહેતો હોય છે. માથાનો દુખાવો મટે નહીં ત્યાં સુધી કોઈ કામ પણ સારી રીતે કરી શકાતું નથી અને આરામ પણ થતો નથી. મોટાભાગે માથામાં દુખાવો ગેસ્ટ્રીક સમસ્યાના કારણે થતો હોય છે.
આ પણ વાંચો: આયુર્વેદ અનુસાર દેશી ઘી સહિત 8 વસ્તુઓ અમૃત સમાન, શરીરની નબળાઈ દુર કરી વધારે છે શક્તિ
પેટમાં થતા ગેસ અને અપચાના કારણે પણ માથું દુખવા લાગે છે. મોટાભાગના લોકોને પાચન સંબંધિત સમસ્યાના કારણે જ માથું દુખતું હોય છે. જ્યારે પેટમાં ગેસ બનવા લાગે છે તો તે ધીરે ધીરે માથા સુધી પહોંચે છે જેના કારણે માથામાં પણ દુખાવો શરૂ થઈ જાય છે. આ દુખાવો ખૂબ જ ભયંકર હોય છે. આજે તમને ગેસના કારણે માથું દુખતું હોય તો તેનાથી છુટકારો કેવી રીતે મેળવવો તે જણાવીએ.
આ પણ વાંચો: ચિયા સીડ્સ ખાવામાં ક્યારેય ન કરવી આ 3 ભુલ, કરી તો હોસ્પિટલ જવું પડશે સારવાર માટે
ગેસ્ટ્રીક હેડએક એટલે શું ?
ગેસ્ટ્રીક માથાનો દુખાવો એક નહીં પરંતુ બે સમસ્યા છે. પહેલી સમસ્યા પેટનો ગેસ હોય છે અને બીજી સમસ્યા માથાનો દુખાવો. જ્યારે ખરાબ પાચનના કારણે અપચો કે આંતરડામાં ગડબડ થઈ જાય તો પેટમાં ગેસ બનવા લાગે છે. આ ગેસ ઉપરની તરફ આગળ વધે છે અને માથું દુખે છે.
આ પણ વાંચો: Vata Dosha: વાત દોષ અસંતુલિત હોય તો શરીરમાં આપે છે સંકેત, વારંવાર થાય આ 6 બીમારી
ગેસના કારણે થતા માથાના દુખાવાના લક્ષણ
ઉલટી-ઉબકા
પેટમાં દુખાવો
પેટ ભૂલી જવું
અપચો
એસિડ રિફ્લેક્સ
જાડા અથવા કબજિયાત
આ પણ વાંચો: રાત્રે સુતા પહેલા પીવું 1 ગ્લાસ હુંફાળુ પાણી, આ 4 ફાયદા જાણશો તો આજથી જ કરી દેશો શરુ
માથાના દુખાવાના ઘરેલુ ઈલાજ
- જો ગેસના કારણે માથું દુખતું હોય તો ફુદીનાની ચા પીવાથી આરામ મળે છે. એના માટે પાણીમાં ફુદીનાને ઉકાળીને તેનું સેવન કરવું જોઈએ. તેનાથી પેટની ખરાબી અને અપચો મટે છે.
- ગેસ અને માથાનો દુખાવો બંનેથી રાહત મેળવવી હોય તો છ થી સાત તુલસીના પાનને ધીરે ધીરે ચાવીને ખાવા જોઈએ તેનાથી ગેસ મટે છે અને માથાના દુખાવાથી પણ રાહત મળે છે
આ પણ વાંચો: Uterus cancer: ગર્ભાશયના કેન્સરની શરુઆતમાં જોવા મળે આ 8 લક્ષણ, મહિલાઓએ ન કરવા ઈગ્નોર
- લીંબુ અને ગરમ પાણી પેટની સમસ્યાને મટાડવામાં મદદ કરે છે.
- પેટમાં ગેસ અને છાતીમાં બળતરા બંનેનો અનુભવ થતો હોય તો વરિયાળીને સારી રીતે ચાવીને દિવસ દરમિયાન ખાતા રહો. તેનાથી એસીડીટી અને ગેસ મટી જશે.
- કેમોમાઈનમાં સુજન વિરોધી ગુણ હોય છે તેનાથી પેટની સમસ્યાઓ દૂર થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)