Diabetes: પાન ખાવાનું વ્યસન થઈ જાય તો તે નુકસાનકારક છે. પરંતુ જો તમે સવારે ખાલી પેટ કોરું પાન ખાવ છો તો તે સ્વાસ્થ્યને ફાયદો કરે છે. પાન બનાવવામાં તે પાંદડાનો ઉપયોગ થાય છે તેને કંઈપણ ઉમેર્યા વિના ખાવામાં આવે તો તે ફાયદો કરે છે. ખાસ તો એવા લોકોને જેમને ડાયાબિટીસ હોય અને બ્લડ શુગર વધારે રહેતું હોય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Eye Care: ચશ્માના નંબર ઓછા કરવાના સૌથી સરળ 5 ઉપાય


સદીઓથી ભારતીય સંસ્કૃતિમાં પાનનો ઉપયોગ કરવામાં આવે છે. પાન ખાવાથી અનેક ફાયદા થાય છે. મોટાભાગના લોકો જમ્યા પછી મસાલાવાળું પાન ખાતા પણ હોય છે. પરંતુ અહીં તમને મસાલાવાળું પાન ખાવાની સલાહ આપવામાં નથી આવી રહી. પાનને કોરું ખાવાની વાત છે. કોરું પાન ખાવાથી તે હાર્ટથી લઈ મગજને પણ ફાયદો કરે છે. 


આ પણ વાંચો: તડકામાંથી આવીને 30 મિનિટ સુધી ન કરવા આ 4 કામ, કરવાથી બગડી જાય છે તબિયત


આ પાનમાં આયોડીન, પોટેશિયમ, વિટામિન એ, વિટામીન બી1 સહિતના પોષકતત્વો હોય છે. તે બ્લડ શુગર અને હાર્ટ હેલ્થને નિયંત્રિત કરે છે. તે શરીરમાં ઊર્જા વધારે છે અને તે મેટાબોલિઝમને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સિવાય રોજ સવારે ખાલી પેટ પાન ખાવાથી શરીરની કઈ કઈ સમસ્યા દુર થાય છે તે પણ જાણી લો.


કબજિયાત


આ પણ વાંચો: Health Tips: આ પાંચ સ્વાસ્થ્ય સમસ્યામાં ભીંડા ખાવાથી વધારે ખરાબ થાય છે તબિયત


પાન પાચનતંત્ર માટે ફાયદાકારક છે. તે પાચન રસોનો સ્ત્રાવ વધારે છે. તેનાથી ભોજનનું પાચન સરળતાથી થાય છે. પેટ સંબંધિત કોઈપણ સમસ્યા હોય તો પાન વાટી અને તેની પેસ્ટને રાત્રે પાણીમાં પલાળી દેવી. સવારે આ પાણીને પી જવું.


સ્ટ્રેસ દુર થાય છે. 


પાન માનસિક શાંતિ આપે છે. તેનાથી સ્ટ્રેસ અને ચિંતા દુર થાય છે. પાનમાં ફેનોલિક નામનું યૌગિક હોય છે. તેનાથી મૂડ સ્વિંગની સમસ્યા દુર થાય છે. 


આ પણ વાંચો: હાર્ટ એટેક આવવાનો હોય તેના થોડા દિવસ પહેલા શરીરના આ અંગોમાં અનુભવાય છે ઝણઝણાટી


ઉધરસમાં લાભકારી


ઉધરસમાં પણ આ પાન ઉપયોગી છે. તેનાથી શ્વસન સ્વાસ્થ્ય સુધરે છે. તેનાથી ઉધરસ, શરદી, અસ્થમા જેવી સમસ્યાને દુર કરવામાં મદદ મળે છે. 


આ પણ વાંચો: છાતીમાં પાણી ભરાવું ગંભીર સ્થિતિ, જાણો તેના લક્ષણ અને હૃદય આસપાસ પાણી ભરાવાના કારણો


બ્લડ શુગર 


પાનમાં એંટી હાઈપરગ્લાઈસેમિક ગુણ હોય છે. જે શુગરની સમસ્યાને નિયંત્રિત કરે છે. પાન સવારે ચાવીને ખાવાથી રક્તમાં ગ્લૂકોઝની માત્રા વધતી અટકે છે. ટાઈપ 2 ડાયાબિટીસમાં સવારે આ પાન ચાવીને ખાવું જોઈએ. 



(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)