Black Grapes: ગરમીની શરૂઆતની સાથે જ દ્રાક્ષની સિઝન પણ શરૂ થઈ ગઈ છે. માર્કેટમાં કાળી અને લીલી એમ બે પ્રકારની દ્રાક્ષ જોવા મળે છે. દ્રાક્ષ વિટામીન સીનો સૌથી સારો સોર્સ છે. આ સિઝનમાં દ્રાક્ષ ખાવાથી શરીરની ઇમ્યુનિટી વધે. આ સિવાય દ્રાક્ષ ફાઇબરથી ભરપૂર હોય છે તે પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:  તાવ પછી ઝડપથી સાજા થવું હોય તો ન કરવી આ 3 ભુલ, આ ભુલના કારણે જ લાંબી ચાલે બીમારી


દ્રાક્ષ ખાવાથી બ્લડપ્રેશરના દર્દીને પણ ફાયદો થાય છે. દ્રાક્ષમાં પોટેશિયમ, મેગ્નેશિયમ પૂરતા પ્રમાણમાં હોય છે જે હાર્ટ હેલ્થને સુધારે છે. તેમાં રહેલા એન્ટી ઓક્સિડન્ટ વાયરલ બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. દ્રાક્ષ ખાવાથી ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે. દ્રાક્ષ ખાવાથી શરીરને આ બધા જ ફાયદા થાય છે. પરંતુ તેમ છતાં મનમાં પ્રશ્ન રહે છે કે કાળી અને લીલી બે દ્રાક્ષમાંથી સૌથી વધારે ફાયદાકારક કઈ દ્રાક્ષ હોય છે. તો આજે તમને જણાવીએ કાળી દ્રાક્ષ થતા ફાયદા વિશે.


કાળી દ્રાક્ષ ખાવાથી થતા ફાયદા


આ પણ વાંચો:  દિવસની શરુઆત ચા કે કોફીથી નહીં આ 3 માંથી કોઈ એક જ્યુસથી કરો, શરીર રહેશે રોગમુક્ત


- કાળી દ્રાક્ષમાં કેલરી ઓછી હોય છે અને ફાયબર વધારે હોય છે. કાળી દ્રાક્ષ ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે અને તેનાથી ઓવર ઈટિંગ અટકી જાય છે. કાળી દ્રાક્ષ ખાવાથી વજન નિયંત્રણમાં રહે છે.


- કાળી દ્રાક્ષ પોષક તત્વથી ભરપૂર હોય છે જે હાર્ટને હેલ્ધી બનાવે છે. તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ કાર્ડિયો વેસ્ક્યુલર ડિસીઝથી શરીરનું રક્ષણ કરે છે. તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે. 


- કાળી દ્રાક્ષ ફાઇબરથી ભરપૂર હોય છે જે પાચન ક્રિયાને સુધારે છે. તેનું સેવન કરવાથી કબજિયાતની તકલીફ મટે છે અને અપચો પણ થતો નથી.


આ પણ વાંચો:  માથાના દુખાવાથી મિનિટોમાં મળશે રાહત, દવા કરતાં વધારે ઝડપથી અસર કરશે આ ઘરેલુ નુસખા


- કાળી દ્રાક્ષમાં વિટામિન સી અને અન્ય એન્ટિ ઓક્સિડન્ટ હોય છે જે શરીરનું રોગ સામે રક્ષણ કરે છે. 


- કાળી દ્રાક્ષમાં જે વિટામીન સી હોય છે તે વાળ અને ત્વચાના સ્વાસ્થ્ય અને સુધારે છે અને સુંદરતા વધારે છે. 


- કાળી દ્રાક્ષમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે તેથી તે ઉનાળામાં શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે. 


આ પણ વાંચો:   સાંધાના દુખાવા હોય તેણે આ 5 વસ્તુઓ ખાવાનું વિચારવું પણ નહીં, ખાશો તો પકડી લેશો ખાટલો


- કાળી દ્રાક્ષમાં જે પોષક તત્વો હોય છે તે આંખને પણ ફાયદો કરે છે. રોજ કાળી દ્રાક્ષ ખાવાથી મોતિયો થવાનું જોખમ ઘટી જાય છે. તેનાથી આંખની રોશની પણ વધે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)