Buttermilk Benefits: બપોરે જમવાની સાથે છાશ પીવાથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે જાણો
Buttermilk Benefits: ગરમીના સમયમાં બપોરના ભોજનની સાથે છાશ પીવામાં આવે તો તેનાથી સ્વાસ્થને અનેક લાભ થાય છે. ગરમીના દિવસોમાં બપોરના ભોજન સાથે છાશ પીવાથી કયા કયા ફાયદા થાય છે ચાલો તે પણ જણાવી દઈએ.
Buttermilk Benefits: ઉનાળાની શરૂઆત થાય રોજના આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ થવા લાગે છે. રોજિંદા આહારની કેટલીક વસ્તુઓ એવી છે જેના વિના ગરમીના દિવસોમાં જમવાનું અધૂરું લાગે. આવી જ એક વસ્તુ છે છાશ. મોટાભાગના લોકોને જમવાની સાથે છાશ પીવાની આદત હોય છે. ગરમીના દિવસોમાં છાશનું સેવન વધારે પ્રમાણમાં થાય છે.
છાશ આમ તો દરેક ઋતુમાં શરીરને ફાયદો કરે છે. પરંતુ ગરમીના સમયમાં બપોરના ભોજનની સાથે છાશ પીવામાં આવે તો તેનાથી સ્વાસ્થને અનેક લાભ થાય છે. ગરમીના દિવસોમાં બપોરના ભોજન સાથે છાશ પીવાથી કયા કયા ફાયદા થાય છે ચાલો તે પણ જણાવી દઈએ.
આ પણ વાંચો: Cough : ઉધરસ મટવાનું નામ નથી લેતી ? તો અજમાવો દવાથી વધુ અસરકારક આ દેશી નુસખા
1. છાશ એવું પીણું છે જેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામીન અને મિનરલ્સ હોય છે. છાશ પીવાથી શરીરને જરૂરી એનર્જી મળે છે. ખાસ કરીને બપોરના સમયે છાશ પીવાથી ન્યુટ્રીશલન પાવર વધી જાય છે. તેનાથી શરીરમાં તાજગી અને ઊર્જા અનુભવાય છે.
2. બપોરના ભોજનની સાથે છાશ પીવાથી શરીરને જરૂરી પ્રોબાયોટિક્સ અને અન્ય પોષક તત્વ મળે છે. તેનાથી પાચન સુધરે છે. સૌથી મહત્વનું છે કે છાશ આપણા શરીરમાં જઈને ખરાબ બેક્ટેરિયાનો નાશ કરે છે. બપોરના ભોજનની સાથે છાશ પીવાથી અપચો, ગેસ અને એસિડિટીથી છુટકારો મળે છે.
આ પણ વાંચો: પરણેલા પુરુષો માટે વરદાન છે ગિલોય, નિયમિત ખાવાથી થાય છે આ જબરદસ્ત ફાયદા
3. છાશમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે જે ગરમીના દિવસોમાં શરીરને હાઈડ્રેટ રાખવાનું કામ કરે છે. જો તમે બપોરે છાશ પીવો છો તો શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહે છે.
4. છાશ પીવાથી શરીરને તાજગી અને શાંતિનો અનુભવ થાય છે કારણ કે તેની ઠંડક અને રિલેક્સિંગ પ્રોપર્ટી શરીર અને મનને શાંત કરે છે.
આ પણ વાંચો: રોજ સવારે ચા પહેલા પીવું એક કપ એલચીનું પાણી, પાચનથી લઈ વજનની સમસ્યાથી મળશે મુક્તિ
5. છાશમાં જરૂરથી વિટામિન અને મિનરલ્સ હોય છે સાથે જ તેમાં પોટેશિયમ અને કેલ્શિયમ પણ હોય છે આ બધા જ પોષક તત્વો શરીરને સ્વસ્થ અને શક્તિશાળી બનાવવામાં મદદ કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)