Health Tips: દરરોજ ખાલી પેટ વરિયાળીનું પાણી પીવાથી થાય છે આ ફાયદા, જાણીને રહી જશો દંગ
આપણાં રોસોડામાં મળતા સૌથી કોમન મસાલામાંથી એક છે વરિયાળી, જેનો સૌથી વધારે લોકો ભોજન બાદ માઉથ ફ્રેશનર તરીકે ઉપયોગ કરે છે. લીલા રંગની આ વરિયાળીના (Fennel Seeds) આ નાના નાના દાણા ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અને તે આપાણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જ્યારે તમે તે જાણશો તો દરરોજ તેનો ઉપયોગ કરશો. પોટેશિયમ, મેંગેનીઝ, ઝિંક, આયર્ન અને કોપર જેવા મિનરલ્સથી ભરપૂર વરિયાળીને કાચી ખાઓ અથવા શાકભાજી અથવા કઢીમાં નાખવાને બદલે જો તમે વરિયાળીનું પાણી (Fennel Seeds Water) પીવો તો તે તમારા માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનું કારણ એ છે કે, વરિયાળીના પાણીમાં ન્યુટ્રિયન્ટ્સનું પ્રમાણ વધારે હોય છે.
નવી દિલ્હી: આપણાં રોસોડામાં મળતા સૌથી કોમન મસાલામાંથી એક છે વરિયાળી, જેનો સૌથી વધારે લોકો ભોજન બાદ માઉથ ફ્રેશનર તરીકે ઉપયોગ કરે છે. લીલા રંગની આ વરિયાળીના (Fennel Seeds) આ નાના નાના દાણા ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અને તે આપાણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જ્યારે તમે તે જાણશો તો દરરોજ તેનો ઉપયોગ કરશો. પોટેશિયમ, મેંગેનીઝ, ઝિંક, આયર્ન અને કોપર જેવા મિનરલ્સથી ભરપૂર વરિયાળીને કાચી ખાઓ અથવા શાકભાજી અથવા કઢીમાં નાખવાને બદલે જો તમે વરિયાળીનું પાણી (Fennel Seeds Water) પીવો તો તે તમારા માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનું કારણ એ છે કે, વરિયાળીના પાણીમાં ન્યુટ્રિયન્ટ્સનું પ્રમાણ વધારે હોય છે.
કેવી રીતે બનાવો વરિયાળીનું પાણી
વરિયાળીનું પાણી 2 રીતથી બનાવી શકાય છે
1. એક ગ્લાસમાં પાણીમાં 1 ચમચી વરિયાળી નાખો અને તેને આખી રાત પલાળવા મુકો. સવારમાં તે પાણીને ગાળીને પી લો.
2. એક પેનમાં 1 ગ્લાસ પાણી ઉકાળો અને તે પાણીમાં 1 ચમચી વરિયાળી નાખો અને થોડા સમય માટે ઢાંકીની મુકી દો. વરિયાળીનું પાણી તૈયાર છે. તેને દરરોજ બેથી ત્રણ વખત પીવો.
આ પણ વાંચો:- શરીર માટે સૌથી વધારે ભયજનક છે આ 3 પીણા, જલદી જાણી લો નહીં તો પસ્તાશો
વરિયાળીના પાણીના ફાયદા
1. જાડાપણું દુર થાય છે
દરરોજ સવારે ખાલી પેટ પર વરિયાળીનું પાણી પીવાથી જાડાપણાની (Obesity) સમસ્યા દૂર થાય છે. આનું કારણ એ છે કે વરિયાળીનું પાણી પીવાથી ભૂખ ઓછી થાય છે, મેટાબોલિઝ્મનો દર વધે છે, જે કેલરી અને ચરબીને ઝડપથી બર્ન કરવામાં મદદ કરે છે. તેમજ વરિયાળીમાં રહેલ ફાયબર વજન ઘટાડવામાં મદદ કરે છે.
2. લોહીને સાફ કરે છે
વરિયાળીમાં રહેલું એસેન્શિયલ ઓઇલ શરીરમાં રહેલા હાનિકારક ટોક્સિન્સ એટલે કે ઝેરી પદાર્થોને શરીરમાંથી દૂર કરી લોહીને સાફ (Blood Purify) કરવામાં મદદ કરે છે. વરિયાળીનું પાણી ડાઈયૂરેટિક હોય છે એટલે કે, પીધા બાદ વારંવાર પેશાબ લાગે છે જે શરીરમાં હાજર અશુદ્ધિઓને દૂર કરીને શરીરને શુદ્ધ રીતે ડિટોક્સ કરવામાં મદદ કરે છે.
આ પણ વાંચો:- તકમરિયામાં છે અનેક બીમારીને દૂર કરવાની તાકાત, જાણો કઈ રીતે કરી શકાશે ઉપયોગ
3. આંખની રોશની માટે
વરિયાળીના પાણીમાં વિટામિન એની સાથે જ એન્ટીઓક્સિડેન્ટ્સ અને ઘણા પ્રકારના ન્યુટ્રિયન્ટ્સ જોવા મળે છે. જે આંખોને સ્વસ્થ રાખે છે સાથે સાથે આંખની રોશનીમાં વૃદ્ધિ કરે છે, સાથે જ વૃદ્ધાવસ્થામાં થતી મોતિયાની બીમારીને અટકાવવામાં મદદ કરે છે.
4. બ્લડ પ્રેશર માટે
પોટેશિયમથી ભરપૂર વરિયાળીનું પાણી શરીરના બ્લડ પ્રેશરની સાથે હૃદયના ધબકારાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેથી જે દર્દીઓને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે તે પણ વરિયાળીનું પાણી પી શકે છે.
આ પણ વાંચો:- આ વસ્તુનું કરો નિયમિત સેવન અને રહો હંમેશા તાજા-માજા
5. પીરિયડ્સનો દુ:ખાવો ઘટાડવા માટે
પીરિયડ્સ દરમિયાન ઘણી સ્ત્રીઓને તીવ્ર દુ:ખાવો અને ક્રેમ્પ્સની સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં જો તમે વરિયાળીનું પાણી પીશો તો તમને માસિક સ્રાવના કારણે પેટના દુ:ખાવાથી રાહત મળે છે અને અનિયમિત પીરિયડ્સની સમસ્યા પણ ધીરે ધીરે દૂર થઈ જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube