Cinnamon Benefits: આપણા ઘરના રસોડામાં એવા ઘણા બધા મસાલા હોય છે જે આપણા શરીરને ઘણી બધી રીતે ફાયદો કરે છે. તેમાંથી એક તજ પણ છે. તજ એક મસાલો જ નહીં પરંતુ ગુણોનો ખજાનો છે. તજને આજ સુધી તમે ખડા મસાલામાં ઉપયોગમાં લીધું હશે પરંતુ આજે તમને તજ થી થતા સ્વાસ્થ્ય લાભ વિશે જણાવીએ. તજનો ઉપયોગ કરીને તમે પેટની ચરબી ઉતારી શકો છો અને સાથે જ હાર્ટને પણ હેલ્ધી રાખી શકો છો. તો ચાલો તમને જણાવીએ તજ થી થતા લાભ વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: શરીરને એક નહીં અનેક ફાયદા કરે છે વાસી રોટલી, ફાયદા જાણી રોજ ખાવા લાગશો વાસી રોટલી


તજમાં જે એન્ટિ ઓક્સિડન્ટ, એન્ટિ બાયોટિન ગુણ છે તે સ્વાસ્થ્યને લાભ કરે છે.  તજ આપણા આખા શરીર માટે ફાયદાકારક છે પરંતુ જો રોજ સવારે ખાલી પેટ તમે તજનું પાણી પીવો છો તો તેનાથી શરીરની કેટલીક ગંભીર ગણાતી સમસ્યાઓ મટી શકે છે. 


તજનું પાણી પીવાથી બ્લડ શુગર લેવલ ઓછું થાય છે અને સાથે જ હાર્ટની હેલ્થ પણ સારી રહે છે. તજમાં ઔષધીય ગુણ હોય છે જે મહિલાઓને પણ ખૂબ જ લાભ કરે છે. તજનું સેવન કરવાથી મહિલાઓમાં પ્રોજેસ્ટેરોનનું સ્તર વધે છે.


આ પણ વાંચો: કાચા કરતાં બાફેલું આમળું વધારે લાભકારી, ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ સહિતની આ સમસ્યા મટશે


હાર્ટ સંબંધિત સમસ્યામાં પણ તજનું સેવન કરવાથી ફાયદો થાય છે સવારે ખાલી પેટ તો જ ખાવાથી હૃદયની બીમારીઓ થવાનું જોખમ ઓછું થઈ જાય છે. તજનું સેવન કરવાથી હાઈ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને શ્વાસ સંબંધિત સમસ્યા થતી નથી.


જોકે તજનું સેવન દિવસ દરમિયાન વધારે પ્રમાણમાં ન કરવું. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર આખા દિવસમાં એક નાની ચમચી તજ લેવાથી ફાયદો થાય છે તેનાથી વધારે તજ પેટમાં બળતરાનું કારણ પણ બની શકે છે કારણ કે તજની તાસીર ગરમ હોય છે.



(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)