Health Tips: આમ તો આખું વર્ષ તમને લીલા વટાણા માર્કેટમાં મળી જાય છે. કઠોળમાં પણ લીલા વટાણા હોય છે અને ફ્રોઝન વટાણા પણ આજના સમયમાં સરળતાથી મળે છે. પરંતુ જો શિયાળા દરમિયાન તમે ફ્રેશ લીલા વટાણા ખાવ છો તો તેનાથી વધારે ફાયદો થાય છે. લીલા વટાણા પોષક તત્વથી ભરપૂર શાક છે જો તમે ડેઇલી ડાયેટમાં તેનો સમાવેશ કરો છો, ખાસ કરીને શિયાળામાં તો શરીરને અનેક ફાયદા થાય છે. તો ચાલો આજે તમને જણાવીએ કે શિયાળામાં જો તમે રોજ વટાણા ખાવ છો તો તેનાથી શરીરને કેટલા ફાયદા થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Fenugreek Side Effects: આ 5 સમસ્યા રહેતી હોય તેમણે ન ખાવા મેથી દાણા, બગડે છે તબિયત


લીલા વટાણા ખાવાથી થતા ફાયદા


- લીલા વટાણામાં પ્રોટીન, ફાઇબર, વિટામિન અને મિનરલ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. આ બધા જ પોષક તત્વો શરીરને ઊર્જા આપે છે. આ ઉપરાંત લીલા વટાણા ખાવાથી ઘણા બધા કેટલાક રોગ થવાનું જોખમ ઘટી જાય છે.


- લીલા વટાણામાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે. આ એવું પોષક તત્વ છે જે રોગપ્રતિકારક શક્તિને બુસ્ટ કરે છે શિયાળામાં લીલા વટાણા ખાવાથી શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન થવાનું જોખમ ઘટી જાય છે કારણ કે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે.


- લીલા વટાણામાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. લીલા વટાણા એક લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ધરાવતું ફૂડ છે. એટલે કે તેને ખાવાથી બ્લડ શુગર સ્પાઇક થતું નથી. તેનાથી ડાયાબિટીસ કંટ્રોલ કરવું સરળ રહે છે. એટલે કે ડાયાબિટીસના દર્દીઓ લીલા વટાણા બિન્દાસ ખાઈ શકે છે.


આ પણ વાંચો: Castor Oil: વાળના ગ્રોથથી લઈને પેટ સાફ કરવા સુધીના ફાયદા કરે છે કેસ્ટર ઓઈલ


- લીલા વટાણામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવા મિનરલ્સ હોય છે. તે હાડકાને મજબૂત બનાવે છે અને હાડકાના રોગ થવાનું જોખમ ઘટાડે છે. તેનાથી શરીરને શક્તિ મળે છે. 


- શિયાળા દરમિયાન આઉટડોર એક્ટિવિટી ઘટી જાય છે તેવામાં વજન વધી જવાનું જોખમ સતત રહે છે. આવી સ્થિતિમાં જો તમે રોજની ડાયટમાં લીલા વટાણાનો સમાવેશ કરો છો તો તમને વેઇટ કંટ્રોલ કરવામાં મદદ મળશે કારણકે વટાણા લો કેલરી અને લો ફેટ વાળું શાક છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)