નવી દિલ્હી: ફણગાવેલા મગ ખાવા અમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. આ આપણા શરીરમાં વિટામિન્સ અને પ્રોટીનને ઉણપને પુરી પાડે છે. મગની દાળમાં ભરપૂરમાત્રામાં પ્રોટીન, વિટામિન્સ સાથે-સાથે મિનરલ્સ પણ મળી આવે છે. તેમાં કોલેસ્ટ્રોલની માત્રા પણ ખૂબ ઓછી હોય છે. ચાલો આપણે બનાવીએ મગની દાળના સ્પ્રાઉટ્સના પરાઠા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામગ્રી
1 કપ ઘઉંનો લોટ
1 કપ ફણગાવેલા મગ
3-4 ટેબલ સ્પૂન તેલ
1 ચપટી હિંગ
ટી સ્પૂન જીરું
1 નાની ચમચી આદુક બારીક ઝીણેલું
½ ટી સ્પૂન લાલ મરચું
લીલા ધાણા સમારેલા
½ ટી સ્પૂન ધાણા પાવડર
મીઠું સ્વાદનુસાર


બનાવવાની રીત
પહેલાં આપણે ફગાવેલા મગની દાળને વાટી દઇએ. લોટમાં દાળ, હીંગ, જીરું, આદું, લાલ મરચું, ધાણા અને મીઠું નાખીને લોટ બાંધી લો. હવે તેને 15 મિનિટ માટે મુકી દો. જેથી પરાઠા નરમ બનશે. પરાઠાને વણીને બંને તરફ શેકી લો. ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી પરાઠા બનીને તૈયાર છે. ગરમા ગરમ પરાઠા સોસ, ચટણી, અથવા સબજી સાથે સર્વ કરો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube