આ ઘાતક બીમારીએ વધારી છે ગુજરાતીઓની ચિંતા, આરોગ્ય તંત્ર પણ આવ્યું હરકતમાં
શું તમને પણ સતત ખાંસી અને ઉધરસ આવે છે? શું તમને પણ તાવની અસર છે? રાહ જોયા વિના તાત્કાલિક ડોક્ટરને બતાવો. રાહ જોવાથી વધારે ખરાબ થઈ શકે છે તમારી તબીયત...
Swine flu cases in Gujarat: શિયાળો શરૂ થઈ ગયો હોવા છતાં પણ હાલ બપોરના સમયે ગરમીને અહેસાસ થાય છે. ત્યારે બીજી બાજુ હવામાન વિભાગ માવઠાની આગાહીઓ પણ આપે છે. આવી સ્થિતિની વચ્ચે લોકો સતત ખાંસી અને ઉધરસો શિકાર કરી રહ્યાં છે. લોકોની રોગપ્રતિકારક શક્તિ પર પણ કોરોના બાદ ભારે ઈફેક્ટ પહોંચી છે. એવામાં ગુજરાતના માથે તોળાઈ રહ્યું છે બીજું એક મોટું સંકટ. એ સંકટનું નામ છે સ્વાઈન ફ્લૂ.
જીહાં, બદલાતી સિઝનની વચ્ચે ગુજરાતમાં વધી રહ્યાં છે સ્વાઈન ફ્લૂના કેસ. જેને કારણે આરોગ્ય વિભાગની ચિંતામાં પણ વધારો થયો છે. ગુજરાતમાં એક તરફ ફૂલ ગુલાબી ઠંડીની શરુઆત થઈ છે ત્યરે બીજી તરફ સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં સ્વાઈન ફ્લૂના નવા 41 કેસ નોંધાયા હતા.
સ્વાઈન ફ્લૂ અગાઉ પણ ગુજરાતાં કહેર વર્તાવી ચુક્યો છે. જેથી કરીને આરોગ્ય તંત્ર પણ હાલ અલર્ટ થઈ ગયું છે. કારણકે, કોરોનાની લહેર બાદ હવે સ્વાઈન ફ્લૂના વધતા કેસોમાં કોઈપણ પ્રકારનું જોખમ તંત્ર પણ લેવા માંગતું નથી. જોકે, સૌથી વધારે ચિંતા વધારી છે એક આંકડાએ અને એ આંકડો છે ગુજરાતના ક્રમનો. જીહાં, સમગ્ર દેશમાં સ્વાઇન ફ્લૂના કેસની સંખ્યામાં ગુજરાત ચોથા ક્રમે છે. ગુજરાતનો આ ક્રમ એ મોટું જોખમ સુચવે છે.
ગુજરાતમાં ઠંડીવી સિઝન શરૂ થઈ ચુકી છે. શિયાળાની સિઝનની વચ્ચે સ્વાઈન ફ્લૂના કેસોમાં વધારો ચિંતાનો વિષય છે. જો વાત કરીએ નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ દ્વારા જાહેર કરાયેલા ડેટાની તો, આ આંકડાઓ સુચવે છેકે, ગુજરાતમાં પહેલી જાન્યુઆરી 2023થી 31મી ઓક્ટોબર સુધીમાં એટલે કે દસ મહિનામાં સ્વાઈન ફ્લૂના 170 કેસ નોંધાયા છે જેમાં ઓક્ટોબર મહિનામાં સ્વાઇન ફ્લૂના 41 કેસ નોંધાયા હતા જ્યારે ગત સપ્ટેમ્બર મહિનામાં સ્વાઈન ફ્લૂના 11 કેસ નોંધાયા હતા. જ્યારે સ્વાઇન ફ્લૂના કારણે બે દર્દીના મોત પણ થઈ ચૂક્યા છે. આ આંકડો વધે નહીં તેને ધ્યાને લઈને આરોગ્ય તંત્ર પણ હાલ અલર્ટ થઈ ગયું છે. લોકોને પણ સાવચેત રહેવા રહેવા તાકીદ કરાઈ છે.