નવી દિલ્હીઃ કહેવાય છેકે, જાન હૈ તો જહાંન હૈ....અર્થાત તમારું સ્વાથ્ય સારું હશે તો તમે સારું જીવન જીવી શકશો. પૈસા ઓછા હશે તો ચાલશે એ તમે ફરી કમાઈ શકશો. પણ સ્વાસ્થ્ય સારું નહીં હોય તો એ તમે ફરી  નહીં મેળવી શકો. તેથી એ સમજવાની જરૂર છેકે, આપણે જાણ્યે-અજાણ્યે ઘણા એવા કામ કરીએ છીએ, જેના કારણે આપણા શરીરના હાડકા નબળા પડી જાય છે, પરંતુ ઘણા લોકોને બિલકુલ ખબર નથી હોતી કે તેઓ શું ખોટું કરી રહ્યા છે, જેના કારણે તેમના હાડકા નબળા પડી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂર્યપ્રકાશનો અભાવઃ
સામાન્ય રીતે, વ્યસ્ત જીવનમાં, ઘણા લોકો માટે તડકામાં બેસવા માટે સમય કાઢવો મુશ્કેલ હોય છે, પરંતુ  સૂર્યપ્રકાશ આપણા હાડકાં માટે જરૂરી છે કારણ કે તે તમને વિટામિન ડી આપે છે.


અપૂરતી ઊંઘઃ
સ્લીપ એપનિયાના કારણે હાડકાની સમસ્યા થઈ શકે છે. એટલા માટે તમારે પૂરતી ઊંઘ લેવાનો પ્રયાસ કરવો જોઈએ.


નશીલા પદાર્થનું સેવનઃ
આલ્કોહોલ પીવાથી હાડકા નબળા પડે છે. એવું માનવામાં આવે છે કે વધુ પડતા આલ્કોહોલને કારણે, હાડકા માટે જરૂરી હોર્મોન્સના ઉત્પાદન પર અસર થાય છે. કાર્બોનેટેડ પીણાં પીવાથી હાડકાંની ઘનતા પણ ઓછી થાય છે.


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube