Constipation: પેટની તમામ સમસ્યા માટે મહદ અંશે આપણી જીવનશૈલી મહદ અંશે જવાબદાર હોય છે. આખો દિવસ ખુરશી પર બેસીને કામ કરવું, માનસિક તણાવ, જંક ફૂડ ખાવાની ટેવ આ બધી બાબતોના કારણે પાચનતંત્ર નબળુ થાય છે, જેના કારણે પેટમાં ગેસની સમસ્યા થાય છે. સવારે પેટ સાફ થવામાં મુશ્કેલી નડતી હોય છે. જો વ્યક્તિનું પેટ સાફ ન થાય તો તે દિવસે કોઈપણ કામ સારી રીતે નથી કરી શકતો. ત્યારે આ બધી સમસ્યાઓના નિવારણ માટે તમે યોગ(YOGA)ની મદદ લઈ શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યોગથી થશે લાભ-
રાત્રિભોજન બાદ આ બે યોગાસન કરવાથી પાચનતંત્ર વધુ મજબૂત બનશે અને પેટમાં ગેસ અને કબજિયાતની સમસ્યાથી મુક્તિ મળશે. આ બંને યોગ તમે ભોજન લીધા બાદ તમારી સૂવાની જગ્યાએ પણ આ યોગ કરી શકો છો. આવો જાણીએ આ યોગ કરવાની રીત વિશે


રાત્રિભોજન બાદ કરો આ યોગ-
ગેસની સમસ્યા અને કબજિયાતથી રાહત મેળવવા માટે નીચેના યોગ ડિનર બાદ ઓછામાં ઓછા 15 મિનિટ પછી કરવા જોઈએ


વજ્રાસન (VAJRASHAN)-
1. સૌથી પહેલા સૂવાની જગ્યાએ ઘૂંટણ વાળીને બેસી જાઓ
2. પોતાના પંજાને બહારની તરફ રાખો,અને નિતંબને એડીઓ પર રાખો
3. બંને પગની એડી એકસાથે રાખજો
4. ત્યારબાદ બંને હાથની હથેળીઓને છત તરફ લાવ્યા બાદ ઘૂટણ પર મૂકો
5.કમરને સીધી રાખી આંખોને સામેની દિશામાં રાખો
6. આ આસનમાં બેસી આરામથી લાંબા શ્વાસ લો
7. યાદ રાખો ઘૂટણની સમસ્યા હોય તો આ યોગ ન કરો


સુખાસન (SUKHASANA)-
1. આ આસન કરવા માટે પહેલા સૂવાના સ્થળે બેસી જાઓ
2. બંને પગને ક્રોસ કરીને બેસી જાઓ
3. બંને હાથની હથેળીઓને ઉપર રાખી તેને પગ પર મૂકી દો
4. પીઠ અને કમરના ભાગને સીધી રાખી, સામેની તરફ જુઓ
5. આંખો બંધ કરી આરામથી ઊંડા શ્વાસ લો