કમર અને હાથ-પગમાં છે ખુબ દુ:ખાવો? ક્યાંક તમને તો આ બીમારી નથીને? જાણો સ્લિપ ડિસ્કનો સંકેત
આપણા કરોડરજ્જુ એક બીજા સાથે જોડાયેલા હાકડાથી બનેલા હોય છે. ઉપરથી નીચે સુધી આપણા સર્વાઈકલ સ્પાઈનમાં કુલ સાત હાડકા હોય છે. જ્યારે થૌરેસિક સ્પાઈનમાં 12 હાડકા હોય છે અને લુમ્બર સ્પાઈનમાં પાંચ હાડકા હોય છે. તેના પછી નીચેની તરફ સૈક્રમ અને કોક્સિક્સ હોય છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ આપણા કરોડરજ્જુ એક બીજા સાથે જોડાયેલા હાકડાથી બનેલા હોય છે. ઉપરથી નીચે સુધી આપણા સર્વાઈકલ સ્પાઈનમાં કુલ સાત હાડકા હોય છે. જ્યારે થૌરેસિક સ્પાઈનમાં 12 હાડકા હોય છે અને લુમ્બર સ્પાઈનમાં પાંચ હાડકા હોય છે. તેના પછી નીચેની તરફ સૈક્રમ અને કોક્સિક્સ હોય છે. આ હાડકાઓની વચ્ચે કુશન જેવી એક મુલાયમ વસ્તુ હોય છે ડિસ્ક તરીકે ઓળખાય છે. આ ડિસ્ક વોકિંગ લિફ્ટિંગ અને ટ્વિસ્ટિંગ જેવી રોજિંદી એક્ટિવિટીઝ દરમિયાન હાડકાઓને એકબીજા સાથે અથડાતા રોકે છે. ડિસ્ક કરોડરજ્જુના હાડકાને કોઈ પણ પ્રકારના ઝટકા અને દબાવથી બચાવે છે.
કરોડરજ્જુમાં દરેક ડિસ્કના બે ભાગ હોય છે. એક નરમ, અંદરનો ભાગ અને બીજો કઠોર આઉટર રિંગ, હંમેશા મોટા માર અને વીકનેસના કારણે ડિસ્કની અંદરનો ભાગ આઉટર રિંગથી બહાર નીકળી જાય છે. મેડિકલ ભાષામાં તેને સ્લિપ ડિસ્ક કહેવામાં આવે છે. તે વધુ દુખાવો અને બેચેનીનું કારણ બની શકે છે. હાલત ગંભીર થવા પર તમારે સ્લિપ ડિસ્કની રિપેરિંગની સર્જરી પણ કરાવવી પડે છે.
ક્યાં થઈ શકે છે સ્લિપ ડિસ્ક?
ડોક્ટર્સ કહે છે કે સ્પાઈનમાં તમને ડોકથી લઈ નીચેની પીઠમાં કોઈ પણ જગ્યાએ સ્લીપ ડિસ્ક થઈ શકે છે. પરંતુ સ્લિપ ડિસ્કમાં લોવર બેક એટલે કે પીઠની નીચેના ભાગને કોમન એરિયા ગણવામાં આવે છે. સ્પાઈનલ કોલમ નસ અને રસ્ત વાહિકાઓનું એક જટિલ નેટવર્ક હોય છે. આવુ થવા પર આપણી નસ અને કરોડરજ્જની આસપાસની માંસપેશીઓ પર વધુ દબાણ પડી શકે છે.
સ્લિપ ડિસ્કના લક્ષણ:
સામાન્ય રીતે સ્લિપ ડિસ્ક થવા પર શીરના એક ભાગમાં દુખાવો અને નિર્જીવતાનો અનુભવ થાય છે. આ દુખાવો તમારા હાથ અને પગ તરફ પણ ફેલાઈ શકે છે. આ દુખાવો હંમેશા રાતમાં અથવા શરીરના થોડી હલનચલનમાં વધી શકે છે. તમે ઉઠતા બેસતા દુખાવો અનુભવશો. સ્નાયુઓ નબળા પડવા લાગશે. ઈફેક્ટેડ વિસ્તારમાં ઝણઝણાટી, દુખાવો અને બળતરાનો પણ અનુભવ થઈ શકે છે..
સ્લિપ ડિસ્કનું કારણ:
સ્લિપ ડિસ્કની મુશ્કેલી એ વખતે વધે છે જ્યારે કરોડરજ્જુની બહારની રિંગ નબળી પડી જશે અથવા તેના ફાટવા પર આંતરિક ભાગ બહાર નીકળી જશે. વધતી ઉંમર સાથે હંમેશા આવુ થાય છે. આ સિવાય અચાનક વળતા, ફરતા અથવા કોઈ ભારે વસ્તુને ઉઠાવવા પર સ્લિપ ડિસ્ક થઈ શકે છે. ઘણી વખત ભારે વસ્તુઓને ઉઠાવતા સમયે આપણી કમરના નીચેના ભાગમાં મચકોડ પણ આવી શકે છે જેના કારણે સ્લિપ ડિસ્ક થઈ જાયછે. જો તમે વધુ વજન ઉઠાવવાનું કોઈ કામ કરો છે તો તેનું જોખમ વધુ છે.
સિવાય વધારે વજનવાળા લોકોને પણ સ્લિપ ડિસ્કનું જોખમ રહે છે. ડોક્ટર્સ કહે છે કે નબળા સ્નાયુઓ અને સુસ્ત લાઈફસ્ટાઈલ પણ કમરમાં સ્લિપ ડિસ્ક માટે જવાબદાર હોઈ શકે છે. જેમ જેમ વ્યક્તિની ઉંમર વધે છે. સ્લિપ ડિસ્કનું જોખમ પણ વધી જાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે ઉંમર વધવાની સાથે સાથે ડિસ્ક પોતાના પ્રોટેક્ટિવ વોટર કન્ટેન્ટને ગુમાવી દે છે. મહિલાઓથી વધુ મુશ્કેલીઓ પુરુષોમાં વધુ જોવા મળે છે.
સ્લિપ ડિસ્કની જાણ કેવી રીતે કરશો?
સ્લિપ ડિસ્કમાં સૌથી પહેલાં ડોક્ટર શરીરની તપાસ કરે છે. તે પહેલાં દુખાવા અને બેચેનીનું કારણ જાણવાનો પ્રયાસ કરશે. તે તમારી નસોના ફંક્શન અને સ્નાયુઓને સમજવાનો પ્રયાસ કરશે. ડોક્ટર જુએ છે કે ઈફેક્ટેડ એરિયામાં કોઈ જગ્યાએ અડવાથી દુખાવો તો નથી થતો ને. આ સિવાય ડોક્ટર એક્સ-રે, સીટી સ્કેન્સ, એમઆરઆઈ સ્કેન્સ અને ડિસ્કોગ્રામ્સના માધ્યમથી સ્લિપ ડિસ્કની જાણ લગાવી શકે છે.
સ્લિપ ડિસ્કનું જોખમ:
સ્લિપ ડિસ્ક તમારી નર્વ્સને હંમેશા ડેમેજ કરી શકે છે. કેટલાક કેસમાં સ્લિપ ડિસ્ક આપણા લોઅર બેક અને પગમાં હાજર કાડા ઈક્વિના નર્વ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. આવું થવા પર તમારા આંતડા અને બ્લેન્ડર નિયંત્રણ ગુમાવી દે છે. તેને સેડલ એનેસ્થીશિયા નામનું એક લોન્ગ ચર્મ કેમ્પ્લીકેશન પણ થઈ શકે છે. જે ઘણુ જ ગંભીર બની શકે છે.
શું છે ઈલાજ?
પરંપરાવાદી ચિકિત્સક પદ્ધિતિથી લઈ સર્જરી સુધી સ્લિપ ડિસ્કનો ઈલાજ સંભવ છે. ઈલાજ આ વાત પર નિર્ભર કરે છે કે દર્દીની બેચેનીનું સ્તર કયુ છે અને આ ડિસ્ક પોતાની જગ્યાયએથી કેટલા દૂર સુધી સ્લિપ થઈ છે. કેટલાક લોકો એક્સરસાઈઝ પ્રોગ્રામના માધ્યમથી સ્લિપ ડિસ્કના દુખાવાથી રાહત મેળવી શકે છે. આના માટે ફિજિયોથેરાપિસ્ટ યોગ્ય એક્સરસાઈઝની સલાહ આપી શકે છે.
રોજ કરો કસરત:
સ્લિપ ડિસ્કનું જોખમ ઓછુ કરવા માટે કેટલીક કસરત રોજ કરી શકાય છે. એક્સપર્ટ કહે છે કે મોડિફાઈડ કોબરા, બ્રીજ અને પ્લેંક જેવી એક્સરસાઈઝમાં તેનાથી વધુ ફાયદો હોય છે. બીજુ એ કે જિમમાં વેઇટ ટ્રેનિંગ કરતા સમયે ખભા અને કમરથી ઉપર વધુ વજન ન ઉઠાવવો જોઈએ.
Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.