ઝી બ્યૂરો, અમદાવાદઃ આજકાલ મોટાભાગના લોકોને કમરના દુઃખાવાની ફરિયાદ હોય છે. એમાંય ઓફિસમાં ડેસ્ક વર્ક કરતા લોકોને કમરના દુઃખાવીની ફરિયાદ વધારે રહે છે. ગૃહિણીઓ પણ કમરના દુઃખાવાથી પરેશાન હોય છે. કમરનો દુખાવો સામાન્ય છે. તેની પાછળનું કારણ સ્નાયુમાં તણાવ, સ્નાયુમાં ખેંચાણ હોઈ શકે છે. ઉભા રહીને સતત કામ કરવાની ટેવને કારણે પીઠના દુખાવાની સમસ્યા ઘણી વધી રહી છે. મોટાભાગની મહિલાઓ આ સમસ્યાથી પીડાય છે.જો તમે પણ આ પીડાથી છુટકારો મેળવવા માંગો છો, તો આ સમાચાર તમને મદદ કરી શકે છે. અમે કેટલાક યોગાસન લઈને આવ્યા છીએ જે તમને મિનિટોમાં પીઠના દુખાવામાં રાહત આપી શકે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1) શલભાસન:
આ આસન કરવા માટે, તમે તમારા પેટ પર સૂઈ જાઓ
તમારી હથેળીઓને તમારી જાંઘની નીચે મૂકો.
તમારા બંને પગની એડી જોડો અને તમારા પગના અંગૂઠા સીધા રાખો.
તમારા પગને ધીમે ધીમે ઉપરની તરફ ઉઠાવવાનો પ્રયત્ન કરો
પગને ઉપરની તરફ ખસેડતી વખતે ઉંડો શ્વાસ લો.
થોડી સેકન્ડ માટે આ સ્થિતિમાં રહો.
હવે શ્વાસ બહાર કાઢતી વખતે પગ નીચે લાવો.
આ પ્રક્રિયા 3 થી 5 વખત પુનરાવર્તન કરો.


2) ભુજંગાસન:
જમીન પર મેટ મૂકો અને તેના પર તમારા પેટ પર સૂઈ જાઓ.
તમારા પગને એક સાથે જોડો, હથેળીઓને છાતીની નજીક ખભાની લાઇનમાં રાખો.
કપાળ જમીન પર રાખો અને શરીરને આરામદાયક રાખો.
એક ઉંડો શ્વાસ લેતા, તમારા શરીરના આગળના ભાગને ઉપરની તરફ ઉઠાવો.
આ દરમિયાન, તમારા હાથ પણ સીધી રેખામાં ઉભા હોવા જોઈએ.
માથું શક્ય તેટલું ઉંચું કરો.
15-30 સેકન્ડ માટે આ સ્થિતિમાં રહો.
પછી શ્વાસ બહાર કાઢો અને સામાન્ય સ્થિતિ પર પાછા ફરો.
આ કસરત એક સમયે 4 થી 5 વખત કરો.


3) ઉષ્ટાસન:
આ આસનમાં ઉંટ જેવી મુદ્રા બનાવવામાં આવે છે.
સૌ પ્રથમ, તેમ તમારા ઘૂંટણ પર બેસી જાઓ
તમારા ઘૂંટણની પહોળાઈ ખભાની બરાબર રાખો.
હવે તમારી કરોડરજ્જુને પાછળની તરફ વાળો અને બંને હાથથી પગની ઘૂંટીઓને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો.
આવું કરતી વખતે ગરદન પર વધારે દબાણ ન કરો.
ભાગને કમરથી ઘૂંટણ સુધી સીધો રાખો.
થોડો સમય આ સ્થિતિમાં રહો અને ઉંડા શ્વાસ લો.
તે પછી સામાન્ય મુદ્રામાં પાછા ફરો.
આ કસરતને એક સમયે 4 થી 5 વખત પુનરાવર્તન કરો.

આ રંગીન ગલીઓમાં 'સુખ' શોધવા જાય છે લોકો! અપ્સરા જેવી રૂપ લલનાઓથી છલકતા દુનિયાના 10 Red Light Area ની તસવીરો!


અમદાવાદમાં ક્યાં-ક્યાં ચાલે છે દેહવ્યાપારની દુકાન! સરનામું અને તસવીરો સાથે આ રહ્યાં પુરાવા! હવે પોલીસ શું કરશે?


Virat Kohli ના માનીતા અને ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટરની પત્નીએ Topless થઈ Video શેર કર્યો! પત્નીની હરકતથી ખેલાડીને લાગ્યો આઘાત


ઓડિશનમાં અભિનેત્રીઓની સાડી ઉતરાવી દિગ્દર્શકો પહેલાં શું ચેક કરતા? આજે પણ કપડાં કઢાવીને ક્યું ટેલેન્ટ ચેક કરાય છે?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube