બેઠા બેઠા હાથ પગ થઈ જાય છે સુન્ન? આ મોટી બીમારીના હોઈ શકે છે સંકેત, જાણો કારણ અને ઉપાય
નવી દિલ્લીઃ ઘણી બેસતી વખતે કે સૂતી વખતે હાથ-પગમાં કળતર થતી હોય છે. એવું લાગે છે કે શરીરનો ભાગ સુન્ન થઈ ગયો છે. સાથે જો કળતર હોય તો આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ. પગનું સુન્ન થવું એ શરીરની અંદર વધતી કોઈ મોટી બીમારીનો સંકેત હોઈ શકે છે. આના કારણે માત્ર ચાલવામાં મુશ્કેલી નહીં, પરંતુ ઘણી વખત હોસ્પિટલમાં દાખલ થવું પડે છે.
કેમ સુન્ન થાય છે હાથ-પગ?
લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવાથી અથવા સૂવાથી લોહી અને ઓક્સિજનનો મળતું બંધ થઈ શકે છે. જેથી હાથ-પગ સુન્ન થઈ જાય છે બીજા શબ્દોમાં કહીએ તો, હાથ અને પગમાં કળતરની થાય છે અને હાથ પગ સામાન્ય રીતે કામ કરતા બંધ થઈ જાય છે. જો તમે લાંબા સમય સુધી આ સુન્નતા પર ધ્યાન ન આપો તો હાર્ટ એટેકનું જોખમ પણ વધી જાય છે. આજે અમે તમને જણાવીએ કે હાથ-પગ સુન્ન થવાથી બચવા શું કરવું જોઈએ.
ફીટ કપડા ન પહેરો-
જો તમે ખૂબ જ ફીટ કપડાં પહેરવાના શોખીન છો, તો તમારે ચેતી જવાની જરૂર છે. તેનું કારણ એ છે કે ટાઈટ પેન્ટ તમારા શરીરમાં લોહીના પ્રવાહમાં અવરોધ ઊભો કરવા લાગે છે. જેથી હાથ કે પગના રક્ત પરિભ્રમણમાં અવરોધ આવે છે. જેથી ઢીલા કપડા પહેરો..
એક જ સ્થિતિમાં ન બેસો-
આપણા શરીરમાં ઘણી બધી નસો છે, જે લોહી અને ઓક્સિજનને એક ભાગમાંથી બીજા ભાગમાં પહોંચાડવાનું કામ કરે છે. જો આપણે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસીએ અથવા સૂઈએ, તો જ્ઞાનતંતુઓ ભરાઈ જાય છે. આવી સ્થિતિમાં, લાંબા સમય સુધી અંગૂઠા કે ક્રોસ પગ પર બેસી ન રહો. સમયાંતરે તમારી બેઠકની સ્થિતિ બદલતા રહો. જો તમે સૂતા હોવ તો નિયમિત અંતરે બાજુઓ બદલતા રહો.
ઉંચી હિલના પગરખા પહેરવાનું ટાળો-
ઘણી વખત સ્ત્રીઓ ઉચી હીલના પગરખા પહેરે છે, જેના કારણે તેમના અંગૂઠા દબાઈ જાય છે અને લોહીનું પરીભ્રમણ યોગ્ય રીતે નથી થતું.. આવી સ્થિતિમાં, પગ અચાનક સુન્ન થઈ શકે છે તેનાથી બચવા માટે હંમેશા આરામદાયક જૂતા અને સેન્ડલ પહેરો અને હાઈ હીલ્સવાળા પગરખાથી દૂર રહો.
નાળિયેર તેલથી માલિશ કરો-
જો તમારા પગ વારંવાર સુન્ન થઈ જાય છે, તો અઠવાડિયામાં એક કે બે દિવસ હળવા હાથે નારિયેળ તેલથી પગની માલિશ કરો. આ મસાજ પગમાં રક્ત પરિભ્રમણને વધારવામાં મદદ કરે છે આ સાથે, તમારે પગના તળિયાને પણ ગરમ કપડા અથવા પાણીથી પલાળવા જોઈએ. જેથી નસો યોગ્ય રીતે કામ કરતી રહે છે.
નિયમિત કસરત કરો-
હાથ અને પગનું રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે જાળવવા માટે નિયમિત કસરત કરવાની આદત બનાવો. દરરોજ 500 થી 1 હજાર પગથિયા ચાલો. હાથ અને પગની સુન્નતા દૂર કરવા માટે સ્વિમિંગ અને સાયકલિંગને વધુ સારી કસરત માનવામાં આવે છે. રોજની કેટલીક શારીરિક કસરત તમને આ સમસ્યાથી દૂર કરી શકે છે.
તબીબની સલાહ લો-
આંગળીઓ અને અંગૂઠા સુન્ન થાય તો ગંભીર માનવામાં આવતું નથી.જો તમને આ સમસ્યા વારંવાર થઈ રહી છે. તેમજ હાથ-પગ ધ્રૂજવાની સમસ્યા હોય તો ડોક્ટરને બતાવવામાં વિલંબ ન કરવો.... જેથી તમે મોટી મુશ્કેલીમાંથી બચી શકો