નવી દિલ્હીઃ સમયની સાથે સાથે લોકોની લાઈફસ્ટાઈલમાં પણ ઘણો બધો બદલાવ આવે છે. જેના કારણે લોકોને અનેક તકલિફોનો પણ સામનો કરવો પડે છે. તેમાંથી એક મોટી સમસ્યા છે કે સવારે ઉઠતાની સાથે જ કમરમાં દુખાવો થવો. કમરનો દુખાવો ખુબ જ સામાન્ય છે પરંતુ સવારમાં થતો કમર દર્દ થોડો વધારે પીડાદાયક હોય છે. સવારે ઉઠતાની સાથે જ જો કમરમાં દુખાવો શરૂ થઈ જાય તો આખો દિવસ ખરાબ જાય છે. કમરમાં દુખાવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. જેમાનું એક છે વધતી ઉંમર. ઉંમર વધવાની સાથે સાથે હાડકાઓ નબળા થવા લાગે છે અને તેના કારણે કમરમાં દુખાવો શરૂ થઈ જાય છે. આના સિવાય પણ કમરમાં દુખાવો થવાના અનેક કારણો જવાબદાર છે. ત્યારે આજે અમે તમને એ કારણે વિશે જણાવીશું અને તેનાથી કેવી રીતે મુક્તિ મેળવવી તેની પણ માહિતી આપીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખોટી રીતે પડખું ફરવુંઃ
ખોટી રીતે સુવાથી અથવા ખોટી રીતે પડખું ફરવાના કારણે કમરમાં દુખાવો થાય છે. જો તમે એક જ પડખે સુવો છો તો આ આદતને બદલો. તેના માટે તમે રાતના સમયે ઓછામાં ઓછા 4થી 5 વાર પડખું ફરો. તેનાથી તમને કમરના દુખાવામાં આરામ મળશે. 


ઓસ્ટિયોપોરોસિસઃ
કમરમાં દુખાવો થવાનું કારણ ઓસ્ટિયોપોરોસિસ પણ છે. આ એવી સ્થિતિ છે જેમાં હાડકાઓ ધીમે ધીમે કમજોર થવા લાગે છે. જો ઓસ્ટિયોપોરોસિસની બિમારી છે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. 


સ્લિપ ડિસ્કઃ
સ્લિપ ડિસ્કમાં ગરબડી થવાના કારણે પણ સવારે ઉઠતાની સાથે જ કમરમાં દુખાવો થવા લાગે છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો એક્સપર્ટની સલાહ લો. 


કેલ્શિયમની કમીઃ
જ્યારે શરીરમાં કેલ્શિયમની કમી થાય ત્યારે સવારે ઉઠતાની સાથે જ કમરમાં દુખાવો થાય છે. જો તમે આ પ્રકારના દુખાવાથી પરેશાન છો તો એક્સપર્ટની સલાહ લેવી જોઈએ. 


એક્સરસાઈઝથી મળી શકે છે આરામઃ
જો તમને કોઈ ઈન્ફેક્શન, ડિસ્કની સમસ્યા નથી તો આ દુખાવાનું કારણ નબળા સ્નાયુઓ હોય શકે છે. તેના માટે તમે સિંપલ એક્સરસાઈઝ કરી શકો છો. તેના માટે 3 યોગ આસન કરી શકો છો. પવનમુક્તાસન, બંધાસન, ભુજંગાસન અથવા નૌકાસન.


(નોંધઃ અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકરીઓ પર આધારિત છે. તે અપનાવતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. ZEE 24 કલાક આની પુષ્ટિ નથી કરતું) 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube