નવી દિલ્હીઃ Benefits Of Eating Curd And Roti: દહીં ઘણી રીતે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દહીં એક શાનદાર પ્રોબાયોટિક છે જે આંતરડામાં સારા બેક્ટેરિયા વધારવાનું કામ કરે છે. તો દહીંમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે. જેનાથી દહીંનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે દહીં અને રોટલીનું સેવન કરો છો તો તેનાથી તમને ઘણા ફાયદા થાય છે. આજે અમે તમને દહીં અને રોટલી ખાવાના શું ફાયદા થાય તે જણાવીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દહીં અને રોટલી ખાવાના ફાયદા
પાચન શક્તિ મજબૂત બને છે

જો તમે રોટલીની સાથે દહીંનું સેવન કરો છો તો ભોજનનું સરળતાથી પાચન થાય છે અને તમારી પાચન શક્તિ મજબૂત થાય છે. 


પેટ સંબંધી સમસ્યાઓ થશે દૂર
દહીંને સૌથી સારા પ્રોબાયોટિક્સમાંથી એક માનવામાં આવે છે તો રોટલી ફાઇબરથી ભરપૂર હોય છે. જેનાથી આ કોમ્બિનેશન આંતરડામાં સારા બેક્ટેરિયાને વધારે છે. જે ભોજન પચાવવામાં મદદ કરે છે અને આ સાથે તમને કબજીયાત, અપચો, ગેસ. આંતરડામાં સોજા જેવી સમસ્યા થતી નથી. 


આ પણ વાંચોઃ Private Part પાસે દાદરની સમસ્યાથી પરેશાન છો? જાણો કારણો અને સચોટ ઉપાય


મજબૂત બને છે ઇમ્યુનિટી
પોષક તત્વોથી ભરપૂર હોવાને કારણે દહીં શરીરની ઇમ્યુનિટીને વધારવાનું કામ કરે છે. જો તમે દહીં-રોટલીનું સેવન દરરોજ કરો છો તો તમને શરદી-ઉદરસ જેવા વાયરલ સામે લડવામાં મદદ કરે છે. 


માનસિર સ્વાસ્થ્ય સારૂ થાય છે
દહીં એન્ટીઓક્સીડેન્સથી ભરપૂર હોય છે. તો રોટલીની સાથે દહીંનું સેવન કરવાથી તણાવ અને ચિંતા ઓછી કરવામાં મદદ મળે છે, જેનાથી શાંત અને ખુશ અનુભવ થાય છે. 


આ પણ વાંચોઃ રાતે ભોજન કર્યા પછી 10 મિનિટ સુધી કરો આ કામ, અનેક બીમારીઓથી બચી શકશો


હાડકાં મજબૂત બને છે
દહીંમાં પ્રોટીન અને કેલ્શિયમની ભરપૂર માત્રા હોવાને કારણે હાડકાં મજબૂત બનાવવામાં મદદ મળે છે. તો તમે દરરોજ દહીં અને રોટલીનું સેવન કરો તો તેનાથી હાડકામાં ફ્રેક્ચર અને સાંધાના દુખાવાનું જોખમ પણ ઘટે છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને ઘરેલૂ નુસ્ખા પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube