નવી દિલ્લીઃ વ્યક્તિ જ્યારે નોકરી કે ધંધાથી ઘરે આવે ત્યારે તેને શાંતિ મળતી હોય છે. તેની બોડી અને માઈન્ડ બન્ને રિલેક્સ હોવું જરૂરી છે. જો આ બન્નેમાંથી કોઈ એક ડિસ્ટર્બ હશે તો આના લક્ષણ આપણા શરીરમાં નજરે પડશે. જ્યારે સુતી વખતે પગમાં દુઃખાવો, ઘૂંટમાં દર્દ, આ બધું દિવસભરના થાકને કારણે થઈ શકે છે. પરંતુ આરામ કરી આ બધુ મટાડી શકાય છે. પરંતુ તમને રોજ પગ અને ઘૂંટણમાં દુઃખાવો રહેતો હોય, પગમાં બળતરા બળતી હોય તો આ માટે બે કારણ જવાબદાર હોઈ શકે છે. પહેલું એ કે તમારા શરીરમા વિટામીન-B, આયરન અને ઈલેક્ટ્રોલાઈટની ઉણપ હોઈ શકે છે. બીજુ કે તમારા શરીરમાં કોઈ બીમારી ઘર કરી ગઈ હોય. હાં જો તમને રોજ પગમાં દુઃખાવો રહેતો હોય તો આ બીમારીઓ પણ તમારે જાણી લેવી જોઈએ. ડાયાબિટીઝ- સુતી વખતે પગના અંગુઠામાં દુઃખાવો ડાયાબિટીઝને કારણે પણ થઈ શકે છે. ડાયાબિટીઝના દર્દીઓને હાઈબ્લડ સુગરને કારણે બ્લડ વેસેલ્સ ધીમી પડી જાય છે. આ સિવાય ધીમે ધીમે કેટલીક નસ મરવા લાગે છે. આ સ્થિતિમાં ડાયાબિટીઝના દર્દીઓને પગમાં બેચેની અને દુઃખાવો રહે છે. રાતના સમયે બેચેની વધારે વધી જાય છે. તમારે ડાયાબિટીઝનો ટેસ્ટ જરૂર કરાવી લેવો જોઈએ. પેરિફેરલ ન્યૂરલ ડિજીજ-
પેરિફેરલ ન્યૂરલ ડિજીજમાં નસ અનેક રીતે ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. આ કોઈ દુર્ઘટના, નીચે પડવાથી કે પછી રમતમાં ઈજાગ્રસ્ત થવાથી પણ થઈ શકે છે. અને આને કારણે લોકોને રાત્રીના સમયે પગમાં દુઃખાવો અને બળતરા થાય છે. આ સિવાય ડાયાબિટીઝ, ગુઈલેન-બૈર સિંડ્રોમ અને કાર્પલ ટનલ સિન્ડ્રોમ અને સોજોગ્રેન સિન્ડ્રોમ સહિત અને ઓટોઈમ્યૂન રોગોથી પણ આ સમસ્યા પેદા થઈ શકે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓસ્ટિયોઆર્થરાઈટિસ-
રાત્રે સુઈએ ત્યારે રોજ પગના દુઃખાવો અને બળતરા થવી તે ઓસ્ટિયોઆર્થરાઈટિસના પણ લક્ષણ હોઈ શકે છે. આ બીમારી એક ડિજેનરેટીવ ડિજીજ છે જેના લક્ષણ સમયની સાથે વધે છે. જેમાં સાંધાના હાડકા પર ચડેલી કાર્ટિલેજની પરત ખરાબ થવા લાગે છે. અને હાંડકા રફ થઈ જાય છે. આ જ કારણે રાત્રે સુતા સમયે પગમાં અલગ પ્રકારની બેચેની અને દુઃખાવોનો અહેસાસ થાય છે. પાર્કિસન રોગ-
પાર્કિસન રોગ એક જેનેટિક બીમારી છે, આ બીમારીમાં શરીરના મોટર નર્વ સાથે જોડાયેલી સમસ્યાઓ થવા લાગે છે અને હાથ અને પગ સહિત શરીરના અનેક ભાગ ધીમે ધીમે પ્રભાવિત થાય છે. જ્યારે આ બીમારીની શરૂઆત થાય છે તો તમને સુતી વખતે પગમાં બળતરા, કંપન અને બેચેની મહેસુસ થાય છે. તો કેટલાક લોકોના હાથમાં પણ આ પ્રકારની સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં તરત જ ડૉક્ટરની મદદ લેવી જોઈએ. હાઈ બીપી-
જે લોકોને હાઈ બીપીની સમસ્યા હોય છે તેમને રાત્રે સુતા સમયે પગની સમસ્યા રહે છે. હાઈબીપીને કારણે પગનું બ્લડ સર્કુલેશન તેજ ગતિએ થાય છે જેના કારણે પગમાં દુઃખાવો, બળતરા અને બેચેનીનો અહેસાસ થાય છે. જો તમને રોજ પગની સમસ્યા થાય છે તો તરત જ ડૉક્ટર્સનો સંપર્ક કરવો જોઈએ. જો તમને અમે જણાવેલી કોઈ બીમારી ન હોય તો પણ અન્ય સાચુ કારણ જાણવાનો પ્રયાસ કરવો જોઈએ. માત્ર ઘરેલું ઉપચારથી રાહત મેળવી સંતોષ માણવો જોઈએ.