Health Tips: એક દિવસમાં 10 થી 12 ગ્લાસ પીવું જોઇએ. તમે મોટાભાગે મોટા વડીલોને કહેતાં સાંભળ્યા હશે કે સવારે ઉઠીને ખાલી પેટ બ્રશ કર્યા વિના પાણી પીવું જોઇએ કારણ કે આમ કરવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.  પાણી વિના જીવન અસંભવ છે. શરીરને હેલ્ધી રાખવા માટે વધુમાં વધુ પાણી પીવું જોઇએ. જે લોકો જરૂરિયાત કરતાં ઓછું પાણી પીવે છે તેમને પેટ અને સ્કીન સંબંધી (skin problem) સમસ્યા થાય છે. શું ખરેખર આવું છે. આવો જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવારે ખાલી પેટ બ્રશ કર્યા વિના પાણી પીવાથી બોડીની ઇમ્યૂનિટી વધી જાય છે. જે લોકોને વધુ શરદી ખાંસી રહે છે અને જેમની રોગ પ્રતિરોધક ક્ષમતા નબળી છે તેમને રોજ બ્રશ કર્યા વિના પાણી પીવું જોઇએ. 


બ્રશ કર્યા વિના પીવાથી તમારા વાળ મજબૂત અને ચમકદાર થાય છે અને સ્કીનમાં પણ ગ્લો રહે છે. આ ઉપરાંત પેટ સંબંધી પરેશાની જેમ કે કબજિયાત, મોંઢામાં છાળા, ઓડકાર વગેરે નહી થાય. 


ખાલી પેટ સવારે બ્રશ કર્યા વિના પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આમ કરવાથી શરીરના બધા ટોક્સિનસ બહાર નિકળી જાય છે. તમારે તેને રૂટિન ભાગ બનાવી દેવો જોઇએ. 


જે લોકો ખાલી પેટ બ્રશ કર્યા વિના પહેલાં પાણી પીવે છે તેમની પાચન શક્તિ (digestive system) મજબૂત થાય છે. આ ઉપરાંત તેમના મોંઢાના ગંદા બેક્ટેરિયા (bacteria) પણ જમા થતા નથી. 


જે લોકોને હાઇ બ્લડ પ્રેશર (high blood pressure) અને સુગર (sugar) ની બિમારી છે, તેમને બ્રશ કર્યા વિના પાણી પીવું જોઇએ. બ્રશ કર્યા વિના ખાલી પેટ પાણી પીવાથી ફેટ ઓછો થાય છે.