નવી દિલ્લીઃ ઘણાં લોકોને કંઈ પણ ખાધા પછી તરત પાણી પીવાની આદત હોય છે. શું તમને પણ આવી આદત છે? શું તમે પણ કંઈક ખાધા પછી તુરંત જ પાણી પીવો છો? આ પ્રકારની આદત હશે તો આગળ કેવી મુશ્કેલી ઉભી થઈ શકે છે એ પણ જાણવું જરૂરી છે. ફળ ખાધા પછી પાણી ન પીવું જોઈએ, આ શબ્દો તમે વડીલોના મોંઢેથી સાંભળ્યા હશે... પરંતુ શું તમે આની પાછળનું કારણ જાણો છો? અમે તમને જણાવી કે આમ કરવાથી તમારા સ્વાસ્થ્ય પર કેવી અસર પડી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1- પેટમાં તકલીક-
ફળમાં ફ્રુક્ટોઝ અને યીસ્ટની માત્રા વધુ હોય છે, જેથી ફળ ખાધા પછી પાણી પીવાથી તમારા પેટમાં રહેલા એસિડ પાતળું થઈ જાય છે, જેથી તમને પેટમાં સમસ્યા ઉભી થાય છે.


2- બ્લડ સુગર લેવલમાં વધારો-
ફળ ખાધા પછી પાણી પીવાથી તમારી પાચન પ્રક્રિયામાં સમસ્યા થાય છે અને તમારા ઇન્સ્યુલિનનું સ્તર વધે છે, જેથી તમને ડાયાબિટીસ થવાની શક્યતા વધી જાય છે.


3- PH લેવલમાં ફેરફાર-
કેટલાક ફળોમાં પાણીની માત્રા વધુ હોવાથી તમારું pH સ્તરમાં ફેરફાર થાય છે. જેથી તમારું પેટ ઓછું એસિડિક બને છે.


4- પાચન તંત્ર પર અસર-
જો તમે ફળ ખાધા પછી પાણી પીઓ છો, તો અપચાને કારણે ફળોના જરૂરી પોષક તત્વોને શોષવાની પ્રક્રિયા ખૂબ જ ધીમી થઈ જાય છે.


5- અડધો કલાક પછી પાણી પીઓ-
ફળ ખાધાના અડધા કલાક પછી જ તમારે પાણી પીવું જોઈએ. જો તમે તરત જ પાણી પીઓ છો તો  પાચન તંત્ર પર અસર પડશે. જે તમારા સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.