ગૌરવ પટેલ, અમદાવાદઃ બદલાતા સમયની સાથે આરોગ્ય હવે દરેકની પ્રાથમિકતા બની ગયું છે. કારણકે, કોરોનાએ આપણને શિખવ્યું છેકે, આખરે તો આપણું શરીર અને એની તંદુરસ્તી જ આપણાં કામ લાગે છે. કોઈ સગા-વહાલું કે કોઈ પૈસા કામ લાગતાં નથી. એવા સમયે સ્વાસ્થ્યની જાળવણી એ દરેક માટે પ્રાથમિકતાનો વિષય બની ગયો છે. ત્યારે ખાસ કરીને એક તારણમાં બાળકો અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં વધતા જતાં મોબાઈલ, ટેબલેટ અને ટીવી જેવા ઉપકરણોના ઉપયોગને કારણે બાળકોની આંખો વધુને વધુ કમજોર થઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંખો અંગે નિષ્ણાતોએ કહેલી ખાસ વાતોઃ
એક મિનિટમાં 20 વાર આંખ પટપટાવીએ સામાન્ય પ્રક્રિયા સ્ક્રીન સમય વધતાં આ પ્રક્રિયા ઘટી
જો બાળકે 6 કે ૭ વર્ષ પહેલાં જો નંબર આવે તો તાત્કાલીક ચશ્મા પહેરાવવા જરૂરી
બાળકો ચશ્મા ન પહેરે તો નસો નબળી પડવાથી આંખ લેઝી થવાની શક્યતા 
જો સમય કરતાં વહેલા બાળકનો જન્મ થયો હોય તો એક મહિનાના બાળકની આંખના ડોક્ટર પાસે તપાસ કરાવવી જરૂરી 
આંખ માટેના ઘર ગથ્થુ ઉપાયથી દુર રહેવાની ડોક્ટરની સલાહ
આંખમાં મધ નાખવુ લીલા શાકભાજીનો રસ નાખવો અને ગો મુત્ર નાખવુ કાનમાં તેલ નાખવુ હિતાવહ નથી
આના કારણે આંખમાં ઇન્ફેક્શન થવાની શક્યતા 
લેપટોપ મોબાઇલ અને ટીવીનો સ્ક્રીન ટાઇમ વધતાં સમયાંતરે આંખોની તપાસ કરાવવી જરૂરી
લીલા શાકભાજી દુધ અને વીટામીન એ યુક્ત ખોરાક આંખના સ્વાસ્થય માટે સારો 


બાળકોમાં થતી આંખોની તકલીફો અંગે ઝી24કલાક સાથેની વાતચીતમાં આંખના જાણીતા સિનિયર સર્જન ડૉ.આદિત્ય દેસાઇએ જણાવ્યુંકે, આધુનિક સમયમાં બાળકોમાં આંખની સમસ્યાઓ વધવા લાગી છે. સરેરાશ 10 બાળકો પૈકી 7  બાળકોમાં નાની મોટી આંખની સમસ્યા વધી રહી છે. સરેરાશ 7 બાળકોમાં આંખની નંબર સામે આવ્યા છે. વાલીઓ બાળકના સમાન્ય વર્તન પરથી તેની આંખની સમસ્યા અંગે જાણી શકે. આંખોના નંબર આવવા એ કુદરતી પ્રકિયા છે. આંખની કિકિનો આકાર લેન્સ અને દડાની સાઇઝ ત્રણ ફેક્ટર આંખના નંબર નક્કી કરે છે.


વધુમાં ડો.આદિત્ય દેસાઈએ જણાવ્યુંકે,  બાળકની આંખના નંબર હોય તો તેઓ ઝીણી આંખે વાચવાનો પ્રયત્ન કરે છે. સ્પષ્ટ ન દેખાતી વસ્તુ ઝીણી આંખે જોવાનો પ્રયત્ન કરે છે. ઘણી વાર ખુબ જ નજીક જઇ ટીવી જુએ તેને કારણે પણ આંખોને અસર પડે છે. આંખમાં આજણી થવી એ પણ નંબર હોવાનું લક્ષણ છે. બાળક વારંવાર આખ પટપટાવતુ હોય તો આંખની સમસ્યા હોઇ શકે છે. શાળા દ્વારા આપવામાં આવતુ હોમ વર્ક યોગ્ય રીતે પુર્ણ ન કર્યુ હોય અથવા ટાળ્યુ હોય તો પણ વાલીએ ચકાસવું જોઈએ. બાળકોમાં આંખની એલર્જી હોવું એ સામાન્ય 18 વર્ષ સુધી આ સમસ્યા રહી શકે છે. લેપટોપ મોબાઇલ અને ટીવીનો સ્ક્રીન ટાઇમ વધતાં આંખોની સમસ્યાઓ વધી છે. સ્ક્રીન સમય વધતાં આંખો પટપટાવાન કુદરીત પ્રકિયા ઘટી છે.