નવી દિલ્લીઃ પેટની ચરબી ખૂબ જ જિદ્દી હોય છે. એટલે કે તેને ઓછી કરવી સરળ નથી હોતું. ખાસ કરીને મહિલાઓમાં પેટની ચરબીનું પ્રમાણ વધારે જોવા મળે છે. જો તમે પણ પેટની ચરબીથી પરેશાન છો તો, તમારે ડાયેટમાં માત્ર કેટલાક ફેરફાર કરવાનો છે અને પછી જુઓ પરિણામ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘી-
જો તમારે બેલી ફેટ ઘટાડવી છે તો દિવસનું ભોજન શુદ્ધ ઘીમાં બનાવીને ખાઓ. જેમાં શોર્ટ ચેન ફેટી એસિડ હોય છે. જે તમને પેટની ચરબીથી છુટકારો અપાવે છે.


અળસી-
જો તમારે પેટની ચરબી ઘટાડવી છે તો તમારા દિવસની શરૂઆત અળસીના બીજથી કરો. આ બીજ ઈન્સ્યુલિન સેન્સિટીવિટીમાં સુધારો કરવામાં મદદ કરે છે. એટલે જ થોડા પાણીમાં રાત્રે અળસીના બીજને પલાળી દો અને સવારે એનું પાણી પી લો. અને અળીસને ચાવીને ખાઈ જાઓ.


એપ્પલ સાઈડર વિનેગર-
દિવસમાં જમતા પહેલા એપ્પલ સાઈડર વિનેગર લો. જે ખૂબ જ ફાયદો કરાવે છે. એક કપ પાણીમાં એક ચમચી વિનેગર નાખી દો. અને તેને પી જાઓ.


દાળનો ઢોસો-
જો તમને સાઉથ ઈન્ડિયન ક્યુઝિન પસંદ છે અને આથાવાળું નથી જમવું તો તમે દાળના ઢોસા બનાવી શકો છો. અળસીના બીજ લીધા બાદ તમે સવારના નાસ્તામાં મગદાળના ઢોસા બનાવી લો. સાથે જ ફુદીનાની ચટણી ઘરે બનાવો. મગદાળના ઢોસમામાં રહેલું પ્રોટીન તમને પાચન શક્તિ વધારવામાં મદદ કરશે.


સિંધવ મીઠું-
તમે તમારા ભોજનમાં સાદા નમકના બદલે સિંધવ નમક વાપરશો તો ખૂબ જ ફાયદો થશો. આ નમક ડાયજેશનમાં સુધારો કરે છે અને મેટાબોલિઝમ મજબૂત કરે છે. જેનાથી પેટની ચરબી ઘટાડવામાં મદદ મળે છે.


ચામાં કરો ફેરફાર-
જો તમારે પેટની ચરબી ઘટાડવી છે તો વરિયાળીની ચા લો. જે તમને પાચનશક્તિ વધારવામાં મદદ કરે છે.


(Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.)