આ રંગનું યુરિન આવે છે તો થઈ જાવ એલર્ટ, તમને થઈ શકે છે કિડનીની ગંભીર બીમારી
શું તમારે વારંવાર પેશાબ જવું પડે છે? પેશાબનો રંગ સાવ પીળો આવે છે? જો આવા લક્ષ્ણો દેખાય તો ચેતી જજો...
Urine Colour and Kidney Health: ભારતમાં બિનઆરોગ્યપ્રદ ખોરાકની આદતોને કારણે કિડનીના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે. અને ધીમે ધીમે આ મહત્વપૂર્ણ અંગ નબળું પડવા લાગે છે અને અંતે કામ કરવાનું બંધ કરી દે છે. શું તમે જાણો છો કે કિડની ફેલ થવાને કારણે તમારા પેશાબનો રંગ બદલાય છે? આ કિડની ફેલ્યરનું મુખ્ય લક્ષણ છે. આ સિવાય પણ કિડની ફેલ થવાની અનેક વોર્નિંગ સાઈન છે. આવો જાણીએ.
કિડની ફેલ્યરના પ્રારંભિક સંકેતો- આલ્કોહોલનું સેવન, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અથવા અમુક દવાઓનું સેવન કરવાથી કિડની ફેલ થઈ શકે છે. કિડનીના રોગના લક્ષણો ઘણું નુકસાન થયા પછી દેખાય છે. જો કે, કેટલીક સમસ્યાઓ તેના પ્રારંભિક લક્ષણો તરીકે જોઈ શકાય છે. -ઓછી પેશાબ લાગવી. -પાણી ભરાવવાને કારણે પગના સાંધામાં દુખાવો. -શ્વાસ લેવામાં તકલીફ થવી. કિડની ફેલ થવા પર જોવા મળતા લક્ષણો- -માથું દુખવું. -શરીરમાં ખંજવાળ આવવી. -સમગ્ર દિવસ થાક લાગવો. -રાત્રીના ઉંઘવામાં તકલીફ થવી. -વજન ઘટવો અથવા ભૂખ ન લાગવી. -શારીરિક કમજોરી. -યાદશક્તિમાં કમી. -એકાગ્રતાની કમી. યુરિનનો રંગ દર્શાવે છે કિડનીનું સ્વાસ્થ્ય- પેશાબનો રંગ તમારી કિડની વિશે કેટલાક સંકેત આપી શકે છે. તેને અવગણવાની ભૂલ બિલકુલ ન કરો, તે કિડની ફેલ થવાની મોટી નિશાની હોઈ શકે છે. તેવામાં નિષ્ણાત ડૉક્ટરનો તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ. યુરિનના રંગનો શું છે મતલબ- 1) સાફ અથવા આછો પીળો રંગ-બોડી સારી રીતે હાઈડ્રેટેડ છે. 2) ગાઢ પીળો રંગ-શરીરમાં પાણીની કમી અથવા ડિહાઈડ્રેશન. 3) નારંગી રંગ-શરીરમાં ગંભીર પાણીની કમી અથવા લોહીમાં બાઈલના સંકેત. 4) ગુલાબી અથવા લાલ રંગ-યુરિનમાં લોહી હોવાને કારણે અથવા સ્ટ્રોબેરી અથવા બીટરૂટ ખાવાને કારણે. 5) પેશાબમાં ફીણ-યુરિનમાં પ્રોટીનના સંકેત અથવા કિડની ફેલ્યર જેવા લક્ષણ. (Disclaimer- અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, ચોક્કસપણે તબીબી સલાહ લો. ZEE ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)