હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ ભૂલીથી પણ ન કરે આ કસરત, ગુમાવી શકે છે જીવ
જો હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ ખોટી રીતે કસરત કરશે તો તેમને ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ આ કસરતો કરવાનુ ટાળવું જોઈએ.
High Blood Pressure Patients Should Not Do This Exercise: હાઇ બ્લડ પ્રેશના દર્દીઓમાં ખોટી કસરત કરવાથી ઘણી ગંભીર સમસ્યાઓ થઇ શકે છે. તમને બીપી હાઇ થતાં હાર્ટ એટેક, સ્ટ્રોક અને હાર્ટ ફેલિયર જેવી સમસ્યાઓનો ખતરો વધી શકે છે. એવામાં કસરત કરતી વખતે તાકાતનો ઉપયોગ કરવામાં આવે છે જેથી શરીરનું બ્લડ પ્રેશર વધી શકે છે. એવામાં જો તમે હાઇ બીપીના દર્દી છો તો તમારે કેટલીક કસરત કરવાનું ટાળવું જોઇએ. ચાલો અમે અહીં તમને જણાવીએ હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓએ કઇ કઇ કસરત ન કરવી જોઇએ? ચાલો જાણીએ.
હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ આ કસરતો ન કરવી જોઈએ
હાઈ બ્લડ પ્રેશર હોવાને કારણે હાર્ટ એટેક , સ્ટ્રોક અને હાર્ટ ફેલ્યોર જેવી સમસ્યાઓનું વધી શકે છે જોખમ. આવી સ્થિતિમાં હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ કસરત કરતી વખતે તાકાતનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ. અને થોડી કસરત કરવાનું ટાળવું જોઈએ.
હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને આ કસરત ન કરવી જોઈએ
1. ઝડપથી ન દોડવું જોઈએ
દોડવું તે શરીર માટે ફાયદાકારક કસરત છે. પણ હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ વધુ ઝડપથી ન દોડવું જોઈએ. કારણ કે ઝડપથી દોડવાથી શરીરમાં બ્લડ પ્રેશર વધે છે. જેના કારણે હૃદય સંબંધિત સમસ્યાઓ વધી શકે છે.
2. વેઇટ લિફ્ટિંગ
હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ ક્યારે પણ વેઇટ લિફ્ટિંગ ન કરવું જોઈએ. વધુ પડતું વજન ઉંચકવાથી બ્લડ પ્રેશરમાં વધારે થઈ શકે છે. અને જીવનું પણ જોખમ વધી શકે છે.
3. ડેડલિફ્ટ
ડેડલિફ્ટમાં ફ્લોર પરથી વજન ઉઠાવવાનું હોય છે. અને તેમાં વધુ તાકાતનો ઉપયોગ કરવો પડે છે. પરંતુ હાઈ બ્લડ પ્રેશરવાળા દર્દીઓ માટે તે કરવું તે જોખમી સાબિત થઈ શકે છે.
4. બેન્ચ પ્રેસ
બેન્ચ પ્રેસની કસરત તે છાતીની ઉપરના સ્નાયુઓ માટે કરવામાં આવે છે. પરંતુ હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ આ કસરત કરવી ન જોઈએ. આ કસરત કરવાથી બ્લડ પ્રેશરમાં વધારો થઈ શકે છે.
5. બાર્બેલ સ્કર્વાટ
સ્ટ્રેન્થ વધારવા માટે બાર્બેલ સ્ક્વોટની કસરત કે ખૂબ જ ફાયદકારક માનવામાં આવે છે, પરંતુ હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ આ કસરત ન કરવી જોઈએ.