ડાયાબિટીસના બાપને પણ ભગાડી દેશે આ લોટ! હંમેશા કંટ્રોલમાં રહેશે બ્લડ સુગર
DIABITES PATIENT: ભારતમાં દિનપ્રતિદિન ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. શું તમે જાણો છો તેની પાછળના કારણો? જાણો ડાયબિટીસથી બચવાનો સચોટ ઉપાય...નહીં પડે દવાની જરૂર...
DIABITIES DIET: બદલાતા સમયની સાથે લોકોની રહેણી-કરણી, લોકોની ખાણી-પીણી અને લોકોની ઓવરઓલ લાઈફસ્ટાઈલ પણ બદલાઈ ગઈ છે. જેની સીધી અને અસર સ્વાસ્થ્ય પર પડે છે. બદલાયેલી આ લાઈફ સ્ટાઈલને કારણે તમારી હેલ્થ પર તેની બેડ ઈફેક્ટ પડે છે. એમાંથી પણ સૌથી મોટી બેડ ઈફેક્ટનું નામ છે ડાયાબિટીસ. જીહાં, દેશ અને દુનિયાભરમાં સતત લોકો આ બીમારીના ભરડામાં આવી રહ્યાં છે. ત્યારે જાણો ડાયબિટીસથી બચવા શું કરવું અને જો ડાયબિટીસ થયું હોય તો પણ કઈ રીતે આ વ્યાધીમાંથી છુટકારો મેળવવો....
PRECAUTIONS OF DIABITES PATIENT:
તમારા ડાયટ પર બ્લડ સુગરની સારી એવી અસર રહેતી હોય છે. ડાયબિટીઝના દર્દીઓ કાયમ મૂંઝવણમાં હોય છે કે શું ખાવું અને શું ન ખાવું?... જો તમે ડાયાબિટીસના દર્દી છો તો દરેક ખોરાક અને પીણુ તમારા સુગર લેવલ પર કેવી રીતે અસર કરે છે તે જાણવું જરૂરી છે. એવી ઘણી ફૂડ આઈટમ છે જે તમારા સુગરને કંટ્રોલ રાખે છે. નવા અભ્યાસમાં એક ખાસ પ્રકારના ફૂડ વિશે બતાવવામાં આવ્યું છે જે ટાઈપ-2 ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે ધ્યાનમાં રાખવાની બાબતોઃ
1) ડાયાબિટીસના દર્દીઓએ ખાન-પાનમાં સૌથી વધારે ધ્યાન રાખવું જોઈએ. કારણકે, ખાણી-પીણી સાથે જ આ રોગને સીધી નિસ્બત છે. તેથી તમારે એનું ધ્યાન અચુક રાખવું જોઈએ.
2) અભ્યાસ પ્રમાણે બાજરીનું સેવન ડાયાબિટીઝ અને પ્રિ-ડાયાબિટીઝમાં ખૂબ ઉપયોગી સાબિત થયું છે. બાજરી ગ્લાઈસેમિક ઈન્ડેક્સને ઓછું કરવામાં મદદરૂપ નીવડે છે અને શરીરમાં બ્લડસુગરના સ્તરને પણ ઓછું કરે છે.
3) ન્યૂટ્રિશિયનિસ્ટના મતે બાજરીની અસર ડાયાબિટીસના દર્દીઓમાં લાંબા સમય સુધી રહે છે, શક્ય બને ત્યા સુધી ડાયાબિટીસના દર્દીઓએ બાજરીને પોતાના ડાયટમાં સામેલ કરી દેવી જોઈએ. ગ્લાઈસેમિક ઈન્ડેક્સ પ્રમાણે કોઈ અન્ય ખોરાક જલ્દી અથવા ધીમે ધીમે બ્લડ સુગરના સ્તરને વધારે છે બાજરીમાં ખૂબ ઓછા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ હોય છે જે બ્લડસુગરને અચાનક વધી જવા દેતા નથી. આ સિવાય તે કોલેસ્ટ્રોલને પણ વધવા દેતું નથી..
4) 'ફ્રન્ટિયર્સ ઈન ન્યૂટ્રિશન'ના અભ્યાસ પ્રમાણે જે લોકો પોતાની ડાયટમાં દરરોજ બાજરીને સામેલ કરે તેમના બ્લડ ગ્લુકોઝમાં 12 થી 15 ટકાનો ઘટાડો થાય છે. આ ડાયાબિટીઝ અને પ્રિ ડાયાબિટીઝ બંનેમાં લાભદાયી સાબિત થાય છે.
5) બાજરી તમારી ડાયજેસ્ટ સિસ્ટમને પણ ઠીક કરે છે. ઘઉંની સરખામણીએ બહારથી ભારે લાગતી બાજરી ખુબ ગુણકારી હોય છે. ઘઉંની સરખામણીએ બાજરી પાચનમાં પણ ખુબ સરળ હોય છે.
6) ડાયાબિટીઝના દર્દીઓએ બ્લડ સુગરને લઈ સાવધાન રહેવાની જરૂર છે. થોડીક લાપરવાહી બ્લડ સુગરને વધારી શકે છે. બ્લડ સુગર વધતા હ્રદય અને કિડનીની બિમારી, આંખોમાં તકલીફ અને ચામડીને લગતી સમસ્યા થાય છે. ડાયાબિટીઝના દર્દીઓએ પોતાના ડાયટમાં ધ્યાન રાખવું જરૂરી બને છે.
7) બાજરીમાં ફાઈબર અને અન્ય પોષક તત્વો ભરપૂર હોય છે. બાજરીમાં કેલ્શિયમ અને અમીનો એસિડ જેવા મિનરલ્સ હોય છે. બાજરી માંસપેશીઓને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. બાજરી આખી ખાવાની સાથે તમે તેની ખિચડી, પેનકેક, રોટી કે પીત્ઝાનો બેઝ બનાવીને તમે ખાઈ શકો છો.
(Disclaimer: અહીં આપેલી આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી. કોઈ પ્રયોગ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ અચુક લેવી.)