નવી દિલ્લીઃ બગલ શરીરનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે અને તેનુ ધ્યાન રાખવુ પણ ખૂબ જરૂરી છે. કારણકે ઘણીવાર બગલમાંથી દુર્ગંધ મારે છે. પરસેવો વળવાના કારણે બગલમાંથી ખૂબ જ દુર્ગંધ મારે છે. આવા વ્યક્તિની નજીક ઉભા રહેવાનું પણ કોઈ પસંદ નથી કરતુ. ઘણીવાર બગલમાંથી દુર્ગંધ મારે ત્યારે વિચિત્ર સ્થિતિમાં મૂકાઈ જવાય છે. જો તમે પણ આ પરેશાનીથી પીડાઈ રહ્યા છો તો, કેટલાક ઘરેલુ ઉપાય અજમાવી શકો છો. જાણો શું છે આ ઉપાય


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1) ઘણીવાર અંડરઆર્મ્સને બરાબર સાફ ન કર્યા હોય ત્યારે પણ દુર્ગંધ મારે છે. જ્યારે સ્નાન કરીએ છે, ત્યારે માત્ર નામનો સાબુ લગાવવો જ પૂરતુ નથી. કારણકે અંડરઆર્મ્સ આપણા શરીરના સૌથી પરસેવાવાળો ભાગ છે. એટલા માટે અંડરઆર્મ્સને exfoliate કરવા જરૂરી છે. અઠવાડિયામાં બે વાર અંડરઆર્મ્સને માઈલ્ડ બોડી સ્ક્રબથી એક્સફોલિએટ કરો.


2) જો તમે અંડરઆર્મ્સમાં વેક્સિંગ અને શેવિંગ કરો છો, તો બગલ ડ્રાય થઈ જાય છે. આ માટે તમારે પોતાના અંડરઆર્મ્સને મોશ્ચરાઈઝ કરવા ખૂબ જ જરૂરી છે. પરસેવો કોઈ મોશ્ચરાઈઝ જેવી વસ્તુ નથી એટલા માટે ન્હાયા બાદ પોતાની બગલમાં કોઈ બોડીલોશન અથવા મોશ્ચરાઈઝ જરૂર લગાડો.


3) સામાન્ય રીતે કોઈને અંડરઆર્મ્સમાં વાળ રાખવા પસંદ નથી. આ માટે સમયાંતરે વાળને દૂર કરવાનો જુગાડ અજમાવી જ દઈએ છે. પરંતુ શું તમે જાણો છો કે શેવિંગ તમારી ત્વચાને ડ્રાય બનાવી દે છે અને irritation પેદા કરી શકે છે. બીજીબાજુ શેવિંગ ત્વચાની ઉપરી પરતને 35 ટકા ઘટાડી દે છે. જ્યારે તમારી ત્વચા protective layer હેટ થઈ જાય છે ત્યારે શુષ્ક થવા લાગે છે. એટલા માટે શેવિંગ કરવાના બદલે વેક્સીન કરવાનું પસંદ કરો. અથવા તો કોઈ એવી પ્રક્રિયાનો ઉપયોગ કરો જે વાળને મૂળમાંથી ખેંચે.


4) જો તમે પોતાના underarmsમાં ભરપૂર deodrantનો ઉપયોગ કરો છો, તો તુરંત બંધ કરી દો. કારણકે deodrantમાં ભારે માત્રામાં alcohol હોય છે. જેનું નુકસાન શરીર માટે ઘાતક છે. Deodrant તમારા underarmsને કાળા પાડી દે છે. બને ત્યાં સુધી alcohol ફ્રી deodrantsનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખો.


5) જો તમે રોક સોલ્ટને હુંફાળા પાણીમાં નાંખીને ન્હાવાથી ત્વચા clense થાય છે. આ પ્રયોગથી શરીરમાં થતા વધારે પડતા પરસેવામાંથી પણ છૂટકારો મળે છે.


6 ) જો તમે apple cider vinegarને તેલ સાથે મિલાવીને armpits તથા અન્ય પરસેવાવાળી જગ્યા પર લગાવો છો તો ત્યાં થતા બેક્ટેરિયામાંથી રાહત મેળવી શકશો.


7) બગલમાં છીણેલુ બટાકુ ઘસવાથી પરસેવાની દુર્ગંધથી છૂટકારો મેળવી શકાય છે.


8) લીંબુના રસમાં 1 ચમચી બેકિંગ સોડામાં નાંખીને બરાબર રીતે મિક્સ કરી લો. આ પેસ્ટને 15 મિનિટ સુધી અંડરઆર્મ્સ પર લગાવો અને ત્યારબાદ ન્હાઈ લો. આમ કરવાથી પરસેવાની દુર્ગંધમાંથી રાહત મેળવી શકાશે.


9) ટામેટાનો રસ પણ તમારા સૌદર્યમાં ચાર ચાંદ લગાવી શકે છે. ટામેટાના રસને 15 મિનિટ માટે અંડરઆર્મ્સ પર લગાવો અને પછી સ્વસ્થ પાણીથી ધોઈ લો. આ પ્રક્રિયા અઠવાડિયામાં 2 વાર કરવાથી પણ પરસેવામાંથી છૂટકાપો મેળવી શકાશે.