હવે નહીં રહે મેલેરિયાનો ડર, બીમારીને જડમૂળથી ખતમ કરી દેશે આ રસી
મેલેરિયા લગભગ ત્રણ કરોડ વર્ષથી છે. ત્યારે તો મનુષ્ય પણ નહોતા. મેલેરિયા વાઈરસ નથી કે નથી કોઈ બેક્ટિરિયા. તે એક પ્રોટોજોઆ (આદિકાળનો) પરજીવી છે. જે સામાન્ય વાઇરસ કરતાં હજારો ગણો મોટો છે. જિનની સરખામણી કરતાં તે સારી રીતે સમજી શકાય છે.
- સંશોધકો 100થી વધારે વરસોથી મેલેરિયાની રસી બનાવવાની કોશિશ કરે છે
- ત્રણ કરોડ વર્ષ જૂની બીમારી મેલેરિયા જડમૂળમાંથી જશેઃ રસીની શોધ થઈ
- ઓક્સફર્ડ યુનિવર્સિટીના એડ્રિયન હિલ આર-21 રસીના મુખ્ય શોધક છે
Malaria: મેલેરિયા લગભગ ત્રણ કરોડ વર્ષથી છે. ત્યારે તો મનુષ્ય પણ નહોતા. મેલેરિયા વાઈરસ નથી કે નથી કોઈ બેક્ટિરિયા. તે એક પ્રોટોજોઆ (આદિકાળનો) પરજીવી છે. જે સામાન્ય વાઇરસ કરતાં હજારો ગણો મોટો છે. જિનની સરખામણી કરતાં તે સારી રીતે સમજી શકાય છે. ઉદા.ત. કોવિડ-૧૯ વાઈરસમાં લગભગ ૧૨ જિન હોય છે, જેની તુલનામાં મેલેરિયામાં ઘણા વધારે, એટલે કે, ૫,૦૦૦ જિન જોવા મળે છે.
ત્રણ વર્ષ પહેલાં સુધી કોઈએ પણ કોઈ પેરાસાઇટિક (પરજીવી) રોગરોધક રસી વિકસાવી નહોતી; હવે મેલેરિયા અવરોધક બે રસી આવી ચૂકી છે, જેનાં નામ આરટીએસ-એસ અને આર૨૧ છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં જેનર ઈન્સ્ટિટ્યૂટના નિર્દેશક અને આર૨૧ રસીના મુખ્ય સંશોધક એડ્રિયન હિલે જણાવ્યું કે આ મેલેરિયા નિયંત્રણ માટે એક મોટો અને મહત્ત્વપૂર્ણ સમય છે.
આર૨૧ / મેટ્રિક્સ-એમ વેક્સિન કઈ રીતે કામ કરે છે-
મેલેરિયાનાં ચારેય જીવનચક્ર ઘણાં અલગ અલગ છે અને તેનો સામનો કરવા માટે અલગ અલગ એન્ટિજનની જરૂર પડે છે. એન્ટિજન એવો પદાર્થ છે જે આપણા શરીરની પ્રતિકારક પ્રણાલીને એન્ટિબોડી ઉત્પન્ન કરવા માટે સક્રિય કરે છે. હિલે કહ્યું, અમે સ્પોરોઝોઇટ્સ (કોશિકાઓનું એક રૂપ) પર ધ્યાન આપ્યું, જે મચ્છર ત્વચા પર ડંખીને માનવશરીરમાં છોડે છે. અમે આ કોશિકાઓના યકૃતમાં પહોંચતાં પહેલાં તેને શોધવાનું કામ કર્યું. આ કોશિકાઓ ઝડપભેર ફેલાય છે અને વધારે સમય સુધી જીવિત રહે છે.
રસીકરણની ગતિ કેવી છે?
હિલને એ વાતે નિરાશા થઈ છે કે ગયા વર્ષે ઓક્ટોબરમાં આર૨૧ રસીને મંજૂરી મળ્યા બાદથી તેને તૈયાર કરવામાં છ મહિના કરતાં વધારે સમય લાગ્યો છે. ભારતમાં આર૨૧ના લાખો ડોઝનો ભંડાર કરી રાખવામાં આવ્યો છે. તેની સરખામણીએ જોઈએ તો ઓક્સફર્ડ અને એસ્ટ્રાજેનેકા કોવિડ-૧૯ રોધક રસીને ૨૦૨૦માં નવા વર્ષની પૂર્વસંધ્યાએ મંજૂરી આપવામાં આવી હતી અને ઝટપટ રીતે બીજા અઠવાડિયે ઘણા દેશોમાં તેનો ઉપયોગ શરૂ થઈ ગયો હતો. મેલેરિયા રોધક પહેલી રસી આરટીએસ-એસ પહેલાં જ ઘણાં સુરક્ષા પરીક્ષણ હેઠળ લાખો બાળકોને મૂકવામાં આવી છે અને તેનો ઉપયોગ હકીકતે ઘણો વધારે છે, તેથી આફ્રિકામાં મોટા પાયે રસીકરણ કરી શકાય છે, કેમ કે આફ્રિકામાં કોવિડ-૧૯ કરતાં મેલેરિયાથી વધારે લોકો મૃત્યુ પામ્યા હતા. જીવનચક્રોમાંથી પસાર થાય છે. સંક્રામક રોગજનકોની સાથોસાય તે વધારે વિકરાળ રૂપ ધારણ કરી લે છે. ચિકિત્સા ક્ષેત્રના સંશોધકો ૧૦૦થી વધારે વરસોથી મેલેરિયાની રસી બનાવવાની કોશિશ કરે છે. ઓક્સફર્ડમાં ૩૦ વર્ષ શોધકાર્ય કરવું પડ્યું હતું.