World Spine Day: કેમ સતત વધી રહ્યાં છે કમરના દુઃખાવાના કેસ? જાણો કઈ રીતે રાખશો કરોડરજ્જુને મજબૂત
મોબાઈલ ઉપર લાંબા સમય સુધી બેસી રહેવાને કારણે ગળાના પાછળના ભાગે અસર થવાને કારણે દુખાવો થાય છે. આ સાથે જ લેપટોપ ઉપર લાંબા સમય સુધી કામ કરવાનાં કારણે પણ સ્પાઇનના સેપ ઉપર ભારણ વધી જતા દુખાવો થવાની સમસ્યા વધી જાય છે.
સપના શર્મા, અમદાવાદઃ આજે આખુ વિશ્વ વર્લ્ડ સ્પાઈન ડે(કરોડરજ્જુ દિવસ) ની ઉજવણી કરી રહ્યું છે. રોજબરોજ માટે બદલાતી જતી આપણી જીવનશૈલીના કારણે લોકોમાં સ્પાઇનની સમસ્યા વધુ જોવા મળી રહી છે. જાણે અજાણે આપણી બેસવા અને ઉઠવાની ટેવો તેનું મુખ્ય કારણ છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્પાઇન ડિપાર્ટમેન્ટમાં વર્ષોથી સેવા આપતાં ડૉ. પિયુષ મિતલનું કહેવું છે કે તેમણે પાછલા વર્ષોમાં કરેલી સ્ટડી મુજબ 30 થી 40 વર્ષના યુવાઓમાં સ્પાઇન સમસ્યા વધુ જોવા મળી રહી છે. આ પાછળનું મુખ્ય કારણ યુવાઓનું મોબાઈલ અને લેપટોપ ઉપર વધુ કલાકો સુધી કામ કરતા રહેવાનું છે. જેની અસર સીધા વ્યક્તિની સ્પાઇન ઉપર પહોંચે છે. આ સાથે જ ખોટી રીતે બેસવા કે ઊંઘવાની રીત અને ખોરાકમાં વધુ પડતું જંકફૂડ લેવાની ટેવ પણ એક મોટુ કારણ હોવાનું સામે આવ્યું છે.
મોબાઈલ ઉપર લાંબા સમય સુધી બેસી રહેવાને કારણે ગળાના પાછળના ભાગે અસર થવાને કારણે દુખાવો થાય છે. આ સાથે જ લેપટોપ ઉપર લાંબા સમય સુધી કામ કરવાનાં કારણે પણ સ્પાઇનના સેપ ઉપર ભારણ વધી જતા દુખાવો થવાની સમસ્યા વધી જાય છે.
બીજી તરફ ટેબલ ચેર ઉપર કલાકો સુધુ બેસી રહેતા નોકરિયાઓ અને પીઠ ઉપર ભારે ભોજ લટકાવીને કામ કરતા ડિલિવરી બોયઝમાં પણ આ સમસ્યા વધુ જોવા મળી છે. જો કે કેટલીક ટેવો સુધારવાથી સ્પાઇનની સમસ્યાથી બચી શકાય છે.