નવી દિલ્હીઃ સામાન્ય રીતે એવી માન્યતા પ્રવર્તમાન છેકે, સોયાબીનએ ખુબ જ સ્વાસ્થ્ય વર્ધક ગણાય છે. અને દરેક વ્યક્તિએ તેનું સેવન કરવું જોઈએ. જોકે, આ વાત અડધી સાચી અને અડધી ખોટી છે. કારણકે, જે વસ્તુ એક વ્યક્તિ માટે સારી હોય એ બીજી વ્યક્તિ માટે પણ સારી જ હોય તેવું જરૂરી નથી. દરેક વ્યક્તિનું શરીર અને દરેક વ્યક્તિની મેટોબોલિઝમ સિસ્ટમ અલગ અલગ હોય છે. જાણીએ સોયાબીન વિશે કેટલીક વિગતવાર માહિતી. સોયાબીન ઘણી રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે એટલે તેને પોષક તત્ત્વોનો ખજાનો તરીકે ઓળખાય છે. સોયાબીનમાંથી સૌથી વધારે પ્રોટીન મળે છે. જે લોકો નોન વેજ ખાઈન પ્રોટીન મેળવતા હોય તેવા લોકો ડાયટમાં સોયાબીન કરીને જરૂરી પ્રોટીન મેળવી શકે છે. સોયાબીન હાડકાને કમજોર નથી થવા દેતા..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોયાબીન બ્લડ પ્રેશર અને બ્લડ સુગર ઘટાડે છે-
સોયાબીન ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર અને બ્લડ પ્રેશર ઓછું થાય છે. સાથે તમારૂ હૃદય પણ તંદુરસ્ત રહે છે. સોયાબીન ખાવાથી બ્લડ સુગરમાં ઘટાડો થઈ શકે છે, મેનોપોઝના લક્ષણોમાં ઘટાડો થઈ શકે છે,..સાથે જે લોકોને વજન ઓછું છે તે લોકો સોયાબીન ખાઈને વજન વધારી શકે છે..પરંતુ કેટલાક લોકોએવું પણ માને છે કે સોયાબીનને વધારે પ્રમાણમાં લેવાથી સ્તન કેન્સર, થાઇરોઇડનું જોખમ વધે છે. ફંક્શન ગડબડ થઈ જાય છે અને સોયાબીન પુરુષો માટે પણ સારું નથી.


આ લોકો ન કરે સોયાબીનનું સેવન:


હૃદય રોગના દર્દી-
સોયાબીનમાં ટ્રાંઝેટલ છે જે કોલેસ્ટરોલના લેવલમાં વધારો કરી શકે છે. તેથી જે લોકોને પહેલેથી હૃદય રોગનો પ્રોબ્લેમ હોય તેમણે કોઈક વખત જ સોયાબીનનું સેવન કરવું જોઈએ.


ગર્ભવતી મહિલા-
ગર્ભવતી મહિલા અથવા પોતાના બાળકને દૂધ પીવડાવતી મહિલાઓ સોયાબીનનું સેવન ન કરવું જોઈએ...પ્રેગનેન્સીમાં વધુ પ્રમાણમાં સોયાબીન ખાવાથી બાળકના વિકાસમાં સમસ્યા થઈ શકે છે...સાથે ચક્કર આવવા જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે..તેથી ગર્ભવતી મહિલાઓ સોયાબીનનું સેવન કરે તે સૌથી સારૂ છે.


અસ્થમાના દર્દી-
જે લોકોને અસ્થમાની બિમારી હોય છે તેઓ સોયાની પ્રતિ એલર્જિક હોય છે. તેથી અસ્થમાના દર્દીઓ અને તાવ હોય તેવા દર્દીએ સોયાબીનનું સેવન કરવું જોઈએ.


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube