નવી દિલ્હીઃ Symptoms Of Vitamin D Deficiency: બોડીને હેલ્ધી રાખવા માટે વિટામિન્સ ખુબ જરૂરી હોય છે. વિટામિન ડી હાડકાં, દાંત, ઇમ્યુનિટીને મજબૂત કરવાનું કામ કરે છે. આમ તો વિટામિન ડીનો સોર્સ તડકો છે. જ્યારે તડકાના સંપર્કમાં બોડી આવે તો શરીરમાં વિટામિન ડીનું નિર્માણ થાય છે. પરંતુ પૂર્વી કેટલીક વસ્તુને ખાઈને પણ કરી શકાય છે. તે બોડીમાં વિટામિન ડીની કમી થવાના ઘણા સંકેત જોવા મળે છે. જેને નજરઅંદાજ કરવા જોઈએ નહીં. ચાલો આજે અમે તમને જણાવીશું કે વિટામિન ડીની કમી થવા પર શરીર શું સંકેત આપે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિટામિન ડીની કમી થવા પર જોવા મળે છે આ લક્ષઅ
ઈજા અથવા ઘા ના મટવો

જો તમને કોઈ ઈજા થઈ છે કે તમારા શરીરમાં કોઈ ઘાવ છે અને તે ઠીક થઈ રહ્યો નથી તો તેવ વિટામિન ડીની કમી એક લક્ષણ છે. આવું એટલા માટે કારણ કે વિટામિન ડી ઘાવને જલદી ભરવામાં મદદ કરે છે. જો તમારી ઈજા સારી થતી નથી તો તમારી બોડીમાં વિટામિન ડીની કમી હોઈ શકે છે. જો તમે દરરોજ 15 મિનિટ તડકામાં બેસો છો કે પછી વિટામિન ડી યુક્ત વસ્તુનું સેવન કરો છો તો પછી તમારા શરીરમાં વિટામિન ડીની કમી થતી નથી. 


આ પણ વાંચોઃ સામાન્ય લાગતી 7 બીમારીઓ સાબિત થઈ શકે છે જીવલેણ, સમય રહેતા કરી લેવા આ 5 ઉપાય


ડિપ્રેશન
જો તમને થોડા સમયથી ડિપ્રેશન જેવો અનુભવ થઈ રહ્યો હોય તો આ વિટામિન ડીની કમીનું કારણ હોઈ શકે છે. આવું એટલા માટે કારણ કે વિટામિન ડીની કમી થવાથી માનસિક અવસ્થા પણ પ્રભાવિત થાય છે. તો તમે ડિપ્રેશનનો સામનો કરી રહ્યાં છો તો ડોક્ટરનો સંપર્ક કરો. કારણ કે તેનાથી તમને સમસ્યા થઈ શકે છે. 


થાક લાગવો
જો તમને વારંવાર થાકનો અનુભવ થઈ રહ્યો હોય તો તે વિટામિન ડીની કમીનો એક સંકેત છે. નોંધનીય છે કે વિટામિન ડીની કમીથી એનર્જી લેવલ ઓછું થવા લાગે છે. તો વિટામિન ડીની કમીથી થાક, માથાનો દુખાવો, ઓછી નીંદર અને સતત હાડકામાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલું નુસ્ખા અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલાં ડોક્ટરની સલાહ લો. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube