શું તમે પણ મજા માણવા કરો છો વિયાગ્રાનો ઉપયોગ? જાણો દવાઓથી થતી ભયંકર સાઈડઈફેક્ટ વિશે
Lifestyle: શું તમે પણ પોતાના પાર્ટનરને ખુશ કરવા માટે કરો છો વિયાગ્રાનો ઉપયોગ? શું તમે પણ સેક્સ સંબંધનો રોમાંચ વધારવા માટે લઈ રહ્યાં છો બજારમાં મળતી દવાઓ? જો તમે આ ભૂલ કરી રહ્યાં હોવ તો જાણી લેજો તેની આડઅસરો વિશે....
Lifestyle: બેડ પરનો રોમાન્ચ ડબલ કરવા માટે ઘણાં લોકો ડોક્ટરની સલાહ લીધાં વિના વિયાગ્રાનો ઉપયોગ કરતા હોય છે. પણ શું તમે તેનાથી થકી સાઈડ ઈફેક્ટ વિશે જાણો છો? વિયાગ્રાથી થતી સાઈડ ઈફેક્ટ તમારી હેલ્થ અને તમારી સેક્યુઅલ લાઈફ કાયમ માટે કરી શકે છે ખરાબ. વિયાગ્રા લેનાર લાખો લોકો અત્યાર સુધી આવી સાઈડ ઈફેક્ટનો બની ચુકયા છે ભોગ.
શું તમે પણ પોતાના પાર્ટનરને ખુશ કરવા માટે કરો છો વિયાગ્રાનો ઉપયોગ? શું તમે પણ સેક્સ સંબંધનો રોમાંચ વધારવા માટે લઈ રહ્યાં છો બજારમાં મળતી દવાઓ? જો તમે આ ભૂલ કરી રહ્યાં હોવ તો જાણી લેજો તેની આડઅસરો વિશે. આવું કરવાને કારણે ઘણી બધી સાઈડ ઈફેક્ટ ઉભી થતી હોય છે. શરૂઆતમાં તમને એનો અંદાજો નહીં આવે પણ બાદમાં તમને તેની સાઈફ ઈફેક્ટની ખબર પડશે. જ્યારે તમે તે બાબતથી અવગત થતો ત્યારે ખુબ લેટ થઈ ગયું હશે. કારણકે, પછી આની સાઈડ ઈફેક્ટ લાઈફટાઈમ દૂર થતી નથી.
દવાઓથી થાય છે ભયંકર સાઈડઈફેક્ટઃ
ઘણાં વિયાગ્રા લેનારા ખુદ અગાઉ એવી કબુલાત કરી ચુક્યા છેકે, તેના સેવનને કારણે બાદમાં તેમની હેલ્થ પર ખુબ ખરાબ અસરો પડી છે. અમેરિકા, બ્રિટન, રશિયા સહિતના દેશોમાં અગાઉ એવી ફરિયાદો સામે આવી ચુકી છેકે, વિયાગ્રાનો ઉપયોગ કરનારા લોકોને અનેક પ્રકારની શારીરિક તકલીફો ઉભી થાઈ હોય. ખાસ કરીને ઘણાં લોકોના કાનમાં બહેરાશ આવી જાય છે. તો ઘણાં લોકોને યુરિનલ સમસ્યાઓ ઉભી થાય છે. કેટલાંકનું વેઈટલોસ થઈ જાય છે. શરીરમાં કમજોરી આવી જાય છે.
પાર્ટનરને ખુશ કરવામાં તમે થઈ જશે ઠુશઃ
બેડરૂમમાં પાર્ટનરને ખુશ કરવા માટે વિયાગ્રા જેવી દવાઓનો ઉપયોગ દુનિયાભરમાં થાય છે. આ દવાથી પુરુષોની યૌન ક્ષમતા વધારવામાં આવે છે. જોકે, તે વાસ્તવિક નહીં પણ અવાસ્તવિક હોવાને કારણે બાદમાં તેને કારણે ઘણી શારીરિક તકલીફો ઉભી થાય છે. એજ કારણ છેકે, દુનિયાભરના ડોક્ટરો પોતે પણ વિયાગ્રાનો ઉપયોગ કરવાની સલાહ આપતા નથી. કારણકે, ડોકટરો તેની સાઈડ ઈફેક્ટ વિશે જાણે છે.
વિયાગ્રા લેતા લોકોને થઈ છે કઈ-કઈ તકલીફો?
વિયાગ્રા લેત લોકોમાં વધુ કેટલાક સાઈડ ઈફેકટ્સ પણ જોવા મળી રહ્યા છે. જેમાં ઉલ્ટી, બેહોશી, પેટ ફૂલવું, કમરમાં દુખાવો, કન્ફ્યૂઝન અને મેમરી લૉસ જેવી સાઈડ ઈફેક્ટ છે. એક યૂઝરે એવું પણ જણાવ્યું કે તેની આંખોની રોશની પર ખરાબ અસર પડી હતી. વિશેષજ્ઞોનું કહેવું છે કે, વિયાગ્રાનો ઉપયોગ નિષ્ણાંતોની દેખરેખ હેઠળ કરવો જોઈએ.
ઉલ્લેખનીય છેકે, જાણીતા પ્લેબૉય બૉસના નામની જાણીતા હ્યૂગ હેફનરે પણ એકવાર એવો દાવો કર્યો હતો કે વિયાગ્રાના વધુ ઉપયોગે તેમને બહેરા બનાવી દીધા હતા. વર્ષ 2017માં 91 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. વિયાગ્રા મામલે કેટલાક લોકોએ એવી પણ ફરિયાદ કરી છે કે તેમને પ્રાઈવેટ પાર્ટ સાથે જોડાયેલી કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. બેડરૂમમાં પર્ફોર્મન્સ સારું બનાવવા માટે તેમણે આ દવાનો ઉપયોગ કર્યો હતો પરંતુ કેટલાક લોકોને દર્દની પણ ફરિયાદ કરી હતી.