નવી દિલ્લીઃ છાલની સાથે શાકભાજી ની ખોરાક તરીકે લેવી તમને થોડું  વિચિત્ર લાગી શકે છે. પણ અમુક શાકભાજી ની છાલમાં ભરપૂર પોષણ હોય છે. આ શાકભાજી ની છાલ સાથે તમે રસોઇ બનાવો છો તો તમને જરૂર ફાયદો થશે. શાકભાજી ખાવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે છે. અને શાકભાજી ની છાલ માં ઘણી બધી માત્રામાં ફાઈબર હોય છે. જે આપણી પાચનક્રિયાને સારી રાખવામાં મદદ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. બટાટા-
બટાટાની છાલ માં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ ના તત્વો હોય છે. જેથી ચયાપચન ની ક્રિયામાં વધારો થાય છે. અને તમારું બ્લડ સુગર પણ નિયંત્રિત માં રહે છે. જો તમે આની છાલ ઉતારીને તેની રસોઈ બનાવે છે તો તમને પૂરતું પોષણ મળતું નથી.


2. કોળુ ( PUMPKIN)-
કોળુ નુ શાક બનાવતા સમયે શાક ની છાલ ને ક્યારેય પણ કાઢો નહીં. આ શાકની છાલને કાઢવાથી આર્યન, વિટામિન-A,પોટેશિયમની ભરપૂર માત્રા હોય છે. જે શરીર માટે ખૂબ જરૂરી હોય છે.


3. ટામેટા-
ટામેટા નો ઉપયોગ વધારે પડતો શાક માં નાખવા માટે થતો હોય છે. એની છાલમાં ભરપૂર માત્રામાં પોષણ હોય છે. જેથી શાક ની રસોઈ બનાવતા સમયે તેની છાલને ઉતારવાની ભૂલ ક્યારેય પણ ન કરવી જોઈએ.


4. કાકડી-
કાકડી ની છાલ ને કાઢવાથી 50 ટકા જેટલુ પોષણ ઘણી જાય છે. તમે તેનો ઉપયોગ સલાડ ને બનાવતી વખતે કરો ત્યારે છાલને ક્યારેય પણ કાઢો નહીં. જેથી તેના સ્વાદ પર તેનો કોઈ ફરક પડશે નહીં. અને તેમને તેનું સંપૂર્ણ પોષણ મળી રહેશે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)