Health Tips: શું તમે પણ મોંઢામાંથી દુર્ગંધ આવવાની સમસ્યાથી પરેશાન છો? તો કરો માત્ર આટલો ઉપાય
આયુર્વેદીક વિજ્ઞાન મુજબ લોકોનું ખાવાનું શરીરને સ્વસ્થ રાખવા માટે ખૂબ જરૂરી છે. એમા શામિલ એન્ટીઓક્સીડેન્ટ ઇમ્યુનીટી શક્તિ વધારવામાં ખૂબ મદદ કરે છે. એનાથી બીમારી નથી થતી..લવીંગ ખાવાથી શારીરીક શમતા પણ વધે છે. મોઢામાંથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે પણ લવિંગ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. જો 40 થી 45 દિવસો સુધી સતત મો ની અંદર આખું લવિંગ રાખવામાં આવે તો તેના કારણે મોમાંથી આવતી આ દુર્ગંધ અને પાયોરિયાની સમસ્યામાંથી કાયમી માટે છુટકારો મળે છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ આપણા રસોડામાં જોવા મળતા સૌથી સામાન્ય મસાલા વિશે વાત કરીએ તો તેમાં લવિંગ પણ હોય છે, જે ખોરાકનો સ્વાદ અને સુગંધ વધારવાની સાથે ઔષધીય સંપત્તિથી પણ સમૃદ્ધ છે. આવી સ્થિતિમાં, લવિંગનું નિયમિત સેવન કરવાથી આરોગ્યની અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. ઔષધીય ગુણધર્મોને કારણે, આયુર્વેદમાં લવિંગનો ઉપયોગ ઘણા પ્રકારની દવાઓ બનાવવા માટે લાંબા સમયથી કરવામાં આવે છે.
આયુર્વેદીક વિજ્ઞાન મુજબ લોકોનું ખાવાનું શરીરને સ્વસ્થ રાખવા માટે ખૂબ જરૂરી છે. એમા શામિલ એન્ટીઓક્સીડેન્ટ ઇમ્યુનીટી શક્તિ વધારવામાં ખૂબ મદદ કરે છે. એનાથી બીમારી નથી થતી..લવીંગ ખાવાથી શારીરીક શમતા પણ વધે છે. મોઢામાંથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે પણ લવિંગ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. જો 40 થી 45 દિવસો સુધી સતત મો ની અંદર આખું લવિંગ રાખવામાં આવે તો તેના કારણે મોમાંથી આવતી આ દુર્ગંધ અને પાયોરિયાની સમસ્યામાંથી કાયમી માટે છુટકારો મળે છે.
1- લવિંગ છે શ્રેષ્ઠ
લવિંગમાં ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ, વિટામિન કે, ફાઇબર, ઓમેગા 3 ફેટી એસિડ્સ, મેગ્નેશિયમ, આયર્ન સહિતના ઘણા પોષક તત્વો હોય છે. લવિંગમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ (એન્ટીબેક્ટેરિયલ) પણ હોય છે, જેના કારણે લવિંગ ઘણા રોગોને મૂળમાંથી દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે.
2-રાત્રે લવિંગ ખાવાના ઘણા ફાયદા
શું તમે જાણો છો લવિંગ ખાવાનો યોગ્ય સમય શું છે? , કોઈપણ સમયે લવિંગનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે, પરંતુ જો તમે રાત્રે સૂતા પહેલા 2 લવિંગ ચાવીને ખાઓ અને પછી 1 ગ્લાસ ગરમ પાણી પીઓ, આમ કરવાથી શરીરને ઘણી રીતે ફાયદો થઈ શકે છે. રાત્રે સૂતા પહેલા લવિંગ ખાઈને ગરમ પાણી પીવાથી કબજિયાત, પેટમાં દુખાવો, ગેસ અને એસિડિટી જેવી પાચક સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે.
-જો દાંતમાં દુખાવો થવાની સમસ્યા છે અથવા દાંતમાં સડો આવી ગયો છે, તો રાત્રે સૂતા પહેલા 2 લવિંગ બરાબર ચાવો અને ત્યારબાદ 1 ગ્લાસ ગરમ પાણી પીવો.
- લવિંગ ખાવાથી શરીરમાં રોગો (રોગપ્રતિકારક શક્તિ) સામે લડવાની ક્ષમતા વધે છે, માથાનો દુખાવો દૂર કરવામાં મદદ કરે છે, મોઢામાંથી દુર્ગંધ આવે તો પણ લવિંગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
-જો ગળાની સમસ્યા હોય જેમ કે- ગળું સુકુ થઈ જવું, ગળામાં દર્દ, ગળુ બેસી જવું.. આ બધી ગળાની સમસ્યા લવિંગ દૂર કરી શકે છે. રાત્રે સુતા પહેલા 2 લવિંગ ખાઓ અને તે પછી 1 ગ્લાસ હૂંફાળું પાણી પીવો.
BJP નો સ્થાપના દિવસ: જાણો નરેન્દ્ર મોદી અને ભાજપ કઈ રીતે બની ગયા એકબીજાના પર્યાય
3- લવિંગનો ઉકાળો પણ બનાવી શકાય છે
જો તમે લવિંગને ચાવીને ખાવાનું નથી ફાવતું અથવા તીખું લાગે છે તો પછી લવિંગને સારી રીતે પીસી લો અને તેના પાવડરને 1 ગ્લાસ પાણીમાં 2-3- 2-3 મિનિટ સુધી ઉકાળો અને પછી તેને ઠંડુ કરી પીવો. તમને સ્વાસ્થ્ય સંબંધિત ઘણા ફાયદા પણ થશે. જો બાળકોને કબજિયાત અથવા શરદી-ખાંસીની સમસ્યા છે, તો 1 લવિંગ સારી રીતે પીસીને અડધી ચમચી મધમાં નાંખો અને બાળકોને ખવડાવો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube