ટાઈટ કપડા પહેરવાથી બ્રેસ્ટ કેન્સર થાય? એક્સપર્ટે આપ્યા કેન્સરની ખોટી માન્યતા ફેલાવતા પ્રશ્નોના જવાબ
આખી દુનિયામાં ઓક્ટોબર મહિનો બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મહિના (breast cancer awareness month) તરીકે ઉજવવામાં આવે છે. જેને પગલે સમાજની મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરની સાચી સમજણ અને બ્રેસ્ટ કેન્સરથી કઈ રીતે બચી શકાય તે અંગે તબીબો થકી માહિતી આપવામાં આવતી હોય છે.
ઉદય રંજન/અમદાવાદ :આખી દુનિયામાં ઓક્ટોબર મહિનો બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મહિના (breast cancer awareness month) તરીકે ઉજવવામાં આવે છે. જેને પગલે સમાજની મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરની સાચી સમજણ અને બ્રેસ્ટ કેન્સરથી કઈ રીતે બચી શકાય તે અંગે તબીબો થકી માહિતી આપવામાં આવતી હોય છે.
મેડિકલ સાયન્સના સર્વે અને રિસર્ચ મુજબ દુનિયામાં દર આઠ મહિલા પૈકી એક મહિલા બ્રેસ્ટ કેન્સર (breast cancer) ની શિકાર થતી હોય છે. અમદાવાદના સિનિયર ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર અર્ચના શાહનું માનવું છે કે, બ્રેસ્ટ કેન્સરની બીમારી પહેલેથી જ હતી, પરંતુ પહેલાના સમયમાં મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ ન હતી. જેના કારણે બ્રેસ્ટ કેન્સરની તપાસ કે સારવાર થતી ન હતી. પણ જેમ જેમ મેડિકલ (medical) સાયન્સમાં રિસર્ચ થતા ગયા તેમ તેમ બ્રેસ્ટ કેન્સરની સારવાર ઉપલબ્ધ થવા લાગી. હવે તો એવો સમય આવી ગયો છે કે, મહિલા જાતે જ બ્રેસ્ટ કેન્સરની તપાસ ઘરે જ કરી શકે છે અને કોઈ શંકા લાગે તો ડોક્ટરનો સંપર્ક કરીને તાત્કાલિક સારવાર કરાવીને પોતાના જીવનને બચાવી શકે છે.
આ પણ વાંચો : સિંહણની આ તસવીરે લોકોનું એવુ ધ્યાન ખેચ્યું, કે નજર નહિ હટાવી શકો
શું છે બ્રેસ્ટ કેન્સર
બ્રેસ્ટ કેન્સર એટલે કે સ્તન કેન્સર. મહિલાના સ્તનમાં નાની કે મોટી ગાંઠ થાય તેને કેન્સરની ગાંઠ કહેવાય, જે મહિલા માટે જીવલેણ પણ બની શકે છે.
શું કારણ છે બ્રેસ્ટ કેન્સરના
તેના થવા પાછળ અનેક કારણો છે. આ બીમારી આનુવાંશિક બીમારી પણ છે. માતા, માસી, નાની કે પરિવારની અન્ય મહિલાઓ થકી તે વારસામાં મળી શકે છે. આ ઉપરાંત સ્મોકિંગ, આલ્કોહોલ, જાડાપણું, મહિલા ગર્ભવતી ન થાય, બાળકને સ્તનપાન ન કરાવ્યું હોય, ઈસ્ટ્રોજન વધે અથવા તો હોર્મોન્સની દવા વધુ સમય લીધી હોય તો પણ આ પ્રકારના કેન્સર થઇ શકે છે. બ્રેસ્ટ કેન્સર એ માત્ર 15 ટકા મહિલાઓને પરીવારીક હિસ્ટ્રીમાં હોય તો જ થાય છે અને 85 ટકા મહિલાઓને બ્રેસ્ટ કેન્સર અન્ય કારણોથી થઇ શકે છે.
બ્રેસ્ટ કેન્સરથી બચવા શું કરવું
વજન વધારવુ નહિ, પૌષ્ટિક આહાર લેવો, સાત્વિક આહાર લેવો, શરીરની ચરબી વધારવા ન દેવી, પ્રોસેસ્ડ ફૂડ ન ખાવું જોઈએ.
આ પણ વાંચો : રાજકોટના ક્રિકેટરને પૂર્વ પત્ની જ ડ્રગ્સ આપતી હતી, માતા સાથે માથાકૂટ થતા ઘર છોડીને ગયો હતો
બ્રેસ્ટ કેન્સરમાં શું જીવ બચી શકે છે
ડોક્ટર અર્ચના શાહ આ વિશે જણાવે છે કે, આવા કિસ્સામાં મહિલાનો જીવ ચોક્સ બચી શકે છે જો પહેલા ખબર પડે તો. મહિલા જાતે જો બ્રેસ્ટ ચેક કરે અથવા ડોક્ટર પાસે ચેકઅપ કરવા માટે તાત્કાલિક પહોંચે તો વધુ સારું. પહેલા અને બીજા સ્ટેજમાં જ જો બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થાય તો સર્જરીથી સારામાં સારી સારવાર થઇ શકે છે અને જો ત્રીજા અને ચોથા સ્ટેજમાં દર્દી આવે તો તેની સારવાર થોડી મુશ્કેલ છે.
બ્રેસ્ટ કેન્સરની શું શું ગેરમાન્યતાઓ છે
બ્રેસ્ટ કેન્સર અંગે અનેક ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે. આ ભ્રામક માન્યતાઓ મહિલાઓએ રાખવી ન જોઈએ. ત્યારે મહિલા તબીબે ઝી 24 કલાકના વાચકોને તેના જવાબ આપ્યા છે.
આ પણ વાંચો : ગુજરાત કોંગ્રેસમાં નવા કેપ્ટનની શોધ વચ્ચે ડખા, હાર્દિક પટેલને અધ્યક્ષ ન બનાવવા નેતાઓની ચીમકી
પ્રશ્ન : ખુબ જ ટાઈટ કપડાં પહેરીએ તો?
જવાબ : ખોટું છે
પ્રશ્ન : કાળા કલરના કપડા પહેરવાથી?
જવાબ : ખોટું છે
પ્રશ્ન : મેમોગ્રાફી કરવાથી બ્રેસ્ટ કેન્સર થાય છે?
જવાબ : ખોટું છે