Coconut Water: રાત્રે નાળિયેરનું પાણી પીવાથી થશે ખાસ ફાયદા, આજથી શરૂ કરો સેવન
Coconut Water Benefits: નાળિયેરનું પાણી પીવાથી શરીરના ઘણા અંગોને એકસાથે ફાયદો થાય છે, પરંતુ જો તમે તેનું સેવન રાત્રીના સમયે કરશો તો ઘણી મુશ્કેલી દૂર થશે.
નવી દિલ્હીઃ નાળિયેર પાણી એક જાણીતું પીણું છે, જેને વિશ્વના દરેક ખુણામાં પીવામાં આવે છે. આપણામાંથી પણ ઘણા લોકો તેના ફાયદા જાણે છે. તેનાથી સ્કિન, ચહેરા, વાળ અને ઇન્ટરનલ બોડી પાર્ટને ખુબ ફાયદો થાય છે. ગરમીની સીઝનમાં તેનો ઉપયોગ વધુ કરવામાં આવે છે, ખાસ કરીને દરિયા કિનારે રજાઓ માણતા. પરંતુ શું તમે જાણો છો રાત્રે નાળિયેર જાણી પીવાથી સ્વાસ્થ્યને અલગ ફાયદા થાય છે. ગ્રેટર નોઇડાની GIMS હોસ્પિટલમાં કાર્યરત જાણીતા ડાઇટીશિયન ડો. આયુષી યાદવે આ વિશે ઝી ન્યૂઝને ખાસ જાણકારી આપી છે.
નાળિયેર પાણી પીવાના ફાયદા
1. ડિટોક્સીફિકેશન
નાળિયેર પાણીમાં ઇલેક્ટ્રોલાઇટ્સ આપણા શરીરને ડિટોક્સીફાઈ કરવામાં મદદ કરે છે અને સાથે શરીરમાં પાણીની કમી રહેતી નથી. રાત્રે સુવા સમયે જો એક ગ્લાસ નાળિયેર પાણી પીવામાં આવે તો તેની અસર થોડા દિવસમાં જોવા મળશે.
2. હાર્ટ રોગથી બચાવ
નાળિયેર પાણીમાં વિટામિન, મિનરલ અને ઇલેક્ટ્રોલાઇટ્સ અને પોટેશિયમ જેવા મહત્વના તત્વ હોય છે. જે હાઇડ્રેશનમાં મદદ કરે છે. તેની મદદથી દિલની બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે.
આ પણ વાંચોઃ વરસાદી પાણી અંગે રિસર્ચમાં થયો મોટો ખુલાસો! જાણી લેજો નહીં તો ડોક્ટર પણ નહીં પકડે હાથ!
3. બ્લડ પ્રેશર થશે કંટ્રોલ
તે લોકોએ રાત્રીના સમયે નાળિયેર પાણી જરૂર પીવુ જોઈએ જેને હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ છે. તેનાથી બીપી ઘટે છે અને સ્વાસ્થ્ય સારૂ કરવામાં મદદ મળે છે. પરંતુ તે લોકોએ ડોક્ટરની સલાહ વગર ન લેવું જોઈએ જે બીપીની દવા લે છે.
4. યુરિન ઇન્ફેક્શનથી બચાવ
રાત્રે નાળિયેર પાણી પીવાથી શરીર સારી રીતે ડિટોક્સિફાઈ થાય છે અને ખરાબ પદાર્થને બહાર કાઢવામાં મદદ મળે છે, તેથી યુરિન ઇન્ફેક્શનનો ખતરો ઓછો થઈ જાય છે .
5. કિડની સ્ટોનમાં રાહત
જે લોકોને કિડની સ્ટોનની બીમારી છે તેણે રાત્રીના સમયે જરૂર નાળિયેર પાણી પીવુ જોઈએ કારણ કે તેની ન્યૂટ્રીશનલ વેલ્યૂ રાત્રે પણ અસર કરશે અને પથરીથી પીડિત લોકોને રાહત મળશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube