Health Tips: તમને રાત્રે ઊંઘ પણ નથી આવતી? તો કરો આ કામ, પલંગ પર પહોંચતા જ નીંદર આવશે
Good Sleep Tips: જો ઊંઘ ન આવે તો તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક થઈ શકે છે. તેથી તમારે તમારી લાઇફસ્ટાઇલ અને ભોજનમાં ધ્યાન આપવું જોઈએ. અમે અહીં તમને કેટલીક ટિપ્સ જણાવીશું જેનાથી તમે બેડ પર આરામની નીંદર લઈ શકો.
નવી દિલ્હીઃ Do This Work For Good Sleep: ઘણા લોકો એવા હોય છે જે સવારે ઉઠ્યા બાદ સારો અનુભવ કરતા નથી. ક્યારેક આવું થાય તો બરાબર છે પરંતુ જો તમને દરરોજ રાત્રે નીંદર આવતી નથી અને તમે કલાકો સુધી બેડ પર પડેલા રહો છો તો આ વાતને નજરઅંદાજ કરવી જોઈએ નહીં. આ એટલા માટે કારણ કે નીંદર ન આવવી તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તેવામાં અમે અહીં તમને કેટલાક એવા કામ જણાવીશું જેને અપનાવવાથી તમે બેડ પર આરામની ઉંઘ લઈ શકશો.
સારી નીંદર માટે સુતા પહેલા કરો આ કામ
ભોજન બાદ તત્કાલ ન ઊંઘો
જો તમે ભોજન બાદ સીધા બેડ પર પહોંચી જાય તો તે યોગ્ય નથી. કારણ કે તમને ભોજન પચાવવામાં મુશ્કેલી પડે છે અને રાત્રે ઊંઘ આવતી નથી. જો તમારે રાત્રે સારી ઉંઘ લેવી હોય તો સુવાના ચાર કલાક પહેલા ભોજન કરી લો. તેમ કરવાથી તમને સારી ઊંઘ આવી જશે.
સુતા પહેલા સ્નાન કરી લો
જો તમને રાત્રે નીંદર નથી આવતી તો તમને એક સરળ રીત અપનાવી શકો છો સ્નાન કરવાની. સુતા પહેલા સ્નાન કરો. તેનાથી ઘણો ફેર પડે છે. રાત્રે સ્નાન માટે તમે સામાન્ય ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી તમને સારી નીંદર આવશે.
આ પણ વાંચોઃ માત્ર ખુરશી પર બેઠા-બેઠા ઘટાડો વજન! ક્યારેય નહીં પડે GYM માં જવાની જરૂર
સુતા પહેલા દીપ પ્રગટાવો
જે રૂમમાં તમે ઉંઘો છો ત્યાં એક તેલનો દીવો પ્રગટાવો જેથી સારી નીંદર આવી જશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસ્ખા અને સામાન્ય માહિતી આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube