Health Tips: કઈ ઉંમરના લોકોએ લેવું જોઈએ કેવું ડાયટ, જાણો ઉંમર મુજબ બેસ્ટ ડાયટની યાદી
ન્યૂટ્રીશન શરીરના વિકાસ માટે જરૂરી હોય છે. યોગ્ય પોષણથી જ વ્યક્તિનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે. શું આપણે આપણી ઉંમરના હિસાબે યોગ્ય જમી રહ્યા છીએ? આ સવાલ સૌથી પહેલા આપણા મગજમાં 30 વર્ષની ઉંમરમાં આવે છે જેમ જેમ આપણે 40ની ઉંમર વટાવીએ છીએ તેમ તેમ આ સવાલ વારંવાર ઉભો થાય છે.
નવી દિલ્હીઃ ન્યૂટ્રીશન શરીરના વિકાસ માટે જરૂરી હોય છે. યોગ્ય પોષણથી જ વ્યક્તિનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે. શું આપણે આપણી ઉંમરના હિસાબે યોગ્ય જમી રહ્યા છીએ? આ સવાલ સૌથી પહેલા આપણા મગજમાં 30 વર્ષની ઉંમરમાં આવે છે જેમ જેમ આપણે 40ની ઉંમર વટાવીએ છીએ તેમ તેમ આ સવાલ વારંવાર ઉભો થાય છે. શું ઉંમરના હિસાબે આપણી પોષણ સંબંધી જરૂરિયાત બદલાય છે? જો હાં તો આપણે નાનપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધીની ઉંમર મુજબ આપણા આહારમાં કયા પ્રકારના ઉપયુક્ત રૂપથી પરિવર્તન કરી શકીએ તે વિશે તમને જણાવીએ.
આપણે જે જમવાનું જમીએ છીએ તે ઘણાં અંશે એક જેવું છે. પરંતુ જેવી રીતે આપણે જમીએ છીએ તે આપણી ઉંમર અને અવસ્થાના આધાર પર બદલી શકાય છે. તમે અત્યારે કયા પ્રકારનું ભોજન લઈ રહ્યાં છો જેનો પ્રભાવ વધતી ઉંમરની સાથે સાથે તમારા જીવનમાં પડી શકે છે. 1 વર્ષની ઉંમરથી જ આપણા બેલેન્સ ડાયટની જરૂરિયાત શરૂ થઈ જાય છે. આપણે કેટલા વર્ષ જીવી શકીએ છીએ તે એ વાત પર નિર્ભર કરે છે કે આપણે કેવા પ્રકારનું ભોજન કરી રહ્યાં છીએ. આવો જાણીએ કે વ્યક્તિએ કઈ ઉંમરમાં કેવા પ્રકારનો આહાર લેવો જોઈએ.
બાળકોએ શું જમવું જોઈએ?
નાનપણમાં એક બાળકમાં ઝડપી વિકાસની સાથે શારીરિક, સામાજિક અને વિકાસાત્મક પરિવર્તન આવે છે. નાનપણની શરૂઆતના ચરણોમાં ઉર્જાની આવશ્યકતા વધી જાય છે. બાળકના વિકાસ માટે તેને પ્રોટીન અને આવશ્યક ફેટી એસિડની જરૂરિયાત રહે છે. જે સારી રીતે માથાના વિકાસમાં મદદ કરે છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, જિંક જેવા જરૂરિયાતના મિનરલને પણ જોડવા જોઈએ. કારણ કે બાળકોના કિશોરાવસ્થામાં પહોંચવા માટે તેના શરીરનો યોગ્ય વિકાસ થવો જરૂરી છે.
બાળકો માટે ભોજન:
બાળકોને ભોજન કરાવવું થોડુ મુશ્કેલ છે. કારણ કે તે સરળતાથી ભોજન નથી કરતાં. એવામાં આપણે બાળકોને આકર્ષિત કરવા તેમની પ્લેટમાં અલગ અલગ રંગના ફળ અને શાકભાજી રાખી શકીએ છીએ. કોબીજ, લાલ ચટણી અને પનીરને મિક્સ કરીને પિનવ્હીલ સેન્ડવીચ બનાવી શકીએ છીએ. જેમાં તે તમામ નાખેલુ હોય જેની બાળકોને જરૂરિયાત હોય.
20-40 ઉંમરના લોકોએ શું જમવું જોઈએ?
વધતી ઉંમરની સાથે ભોજન દ્વારા આ પ્રકારના પોષણની આવશ્યકતા હોય છે. જે શરીરને સ્વસ્થ બનાવી રાખવા અને બીમારીઓને અટકાવવા પર ભાર આપે છે. આ ઉંમર દરમિયાન પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ પોષણ સંબંધી જરૂરિયાત હોય છે અને મહિલાઓમાં પુરુષોની સરખામણીએ હંમેશા આયરનની વધુ જરૂરિયાત હોય છે.
એક્સપર્ટના મત મુજબ મહિલાઓમાં પ્રેગ્નન્સી અને લેક્ટેશનનું એક ચરણ હોય છે જ્યાં અનેક પોષક તત્વો અને માઈક્રોન્યૂટ્રિએન્ટ્સની આવશ્યકતા હોય છે. જેને વધુ પ્રોટીન, ફેટી એસિડ, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન અને ફોલિક એસિડની જરૂરિયાત રહે છે. પુરુષોને તેમની શારીરિક ગતિવિધિઓના રૂપમાં ઉર્જાની જરૂરિયાત મહિલાઓની સરખામણીએ વધુ હોય છે. પરંતુ શરીરની સંરચના અથવા મેટાબોલિક રેટ અલગ હોઈ શકે છે.
40 વર્ષની ઉંમર પછી લોકોએ શું જમવું?
40 વર્ષ કે તેના વધુની ઉંમરમાં શરીરમાં મેટાબોલિક પરિવર્તન આવે છે. તેના અનુસાર પોષણ સંબંધી જરૂરિયાત બદલી શકાય છે. ડાયાટિશિયનના મત મુજબ આપણે આપણા આહારમાં સારા ફાઈટોન્યૂટ્રિએટ્સ, સારા એન્ટીઓક્સીડન્ટનો ઉપયોગ કરીને શરીરને સ્વસ્થ બનાવી રાખવું જોઈએ. આ આપણી પાચનક્રિયાને યોગ્ય કરવાની સાથે સાથે આપણી પ્રતિરક્ષા પ્રણાલીને પણ વધારવામાં મદદ કરશે.
એક્સપર્ટના મત મુજબ હોર્મોનલ પરિવર્તનના કારણે આ ઉંમરમાં ઓસ્ટિયોપોરોસિસ, હાઈબ્લડ પ્રેશર અને હદય રોજના વિકાસનું જોખમ વધી જાય છે. આ બીમારીઓને દૂર રાખવા માટે પોષણ તત્વોથી ભરપૂર બેલેન્સ ડાયટનું સેવન યોગ્ય રીતે કરવું જોઈએ. આ સમયે મૂડ સ્વિંગ પણ થાય છે. તેવામાં નટ્સને પોતાના આહારમાં શામેલ કરી શકે છે. તેમાં સારી ફેટી એસિડ પણ મળે છે. એન્ટી ઓક્સિડન્ટ, ફાઈટોન્યૂટ્રિએટ્સ અને આયરની ભરપૂર ફળ અને શાકભાજીને આહારમાં શામિલ કરે છે. તેમાં એવોકાડો, બેરીજ અને લીલા પાંદડાવાળા શાકભાજી લઈ શકો છો.
વૃદ્ધો માટે યોગ્ય આહાર:
આ ઉઁમરમાં વ્યક્તિનું શરીર નબળુ પડી શકે છે. અને પહેલાની તેમ દિનપ્રતિદિનની ગતિવિધિઓ કરવામાં અસમર્થ થઈ શકે છે. કેટલાક લોકોને પોતાનું ભોજન પોતાની રીતે તૈયાર કરવામાં મુશ્કેલી પડે છે અથવા કેટલાક લોકો એવા છે જે દાંતની સમસ્યાના કારણે ભોજન યોગ્ય રીતે ચાવી અથવા ગળવામાં સક્ષમ નથી હોતા. તેમને પાચન સંબંધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
આહાર અથવા ભોજનનો ઉદ્દેશ્ય પોષક તત્વોની ઉણપને દૂર કરવી પડશે. કેટલાક લોકો વૃદ્ધાવસ્થામાં થતી અસુવિધાના કારણે પોતાનું ભોજન છોડી દે છે. આ ઉંમરમાં હંમેશા માઈક્રોન્યૂટ્રિએન્ટ્સની ઉણપ થવાનું પણ જોખમ રહેલુ છે. આ ઉંમરમાં પ્રોટીનનું સેવન ઓછુ થઈ જાય છે. તેનાથી સ્નાયુઓને નુકસાન પહોંચી શકે છે અને પ્રોટીનની ઉણપના કારણે ફ્રેક્ચરનું જોખમ પણ વધી જાય છે. પ્રોટીનની સાથે સાથે હાડકાઓ મજબૂત બનાવવા માટે વિટામીન ડી અને કેલ્શિયમને ડાયટમાં જરૂર સામેલ કરવું જોઈએ. તેવામાં સૂપ અથવા શાકભાજી અને દાળને એક સાથે મિક્સ કરીને લઈ શકો છો. રાગી કેલ્શિયમનો સારો સોર્સ હોવાથી તેને લોટમાં મિક્સ કરી શકાય છે.