Diabetic Diet Plan: ડાયાબિટીસમાં દવા કરતા અસરકારક છે આ 5:2 ડાયેટ પ્લાન? રિસર્ચમાં સામે આવી આ વાત
Diabetic Diet Plan: જો તમે દવા વગર ડાયાબિટીસ કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ ડાયેટ પ્લાન એકવાર ફરીથી જરૂર જાણો.
ડાયાબિટીસના દર્દીઓ માટે શુગર કંટ્રોલ થવી એ ખુબ જરૂરી હોય છે. તેમની લાઈફની ક્વોલિટીનો પ્રશ્ન તેના પર જ ટકેલો હોય છે. આથી શુગરને ઓછી કે વધુ થતી રોકવા માટે તેમણે સમયસર દવાઓ લેતા રહેવું પડે છે.
પરંતુ હાલમાં જ એક સ્ટડી મુજબ ટાઈપ 2 ડાયાબિટીસ સામે ઝઝૂમી રહેલા લોકો માટે ડો. માઈકલ મોસલે દ્વારા તૈયાર કરાયેલો 5:2 ડાયેટ પ્લાન દવા કરતા પણ વધુ ફાયદાકારક ગણાવ્યો છે. આવામાં જો તમે દવા વગર ડાયાબિટીસ કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ ડાયેટ પ્લાન એકવાર ફરીથી જરૂર જાણો.
શું છે આ 5:2 ડાયેટ પ્લાન
5:2 ડાયેટ પ્લાન ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ સમાન છે. તેમાં પાંચ દિવસ સુધી સતત કોઈ પણ ચરી પાળ્યા વગર ખાવાનું અને બે દિવસ સતત ખાવાનામાં 500-600 કેલરીમાં કાપ કરવાનું સામેલ છે. આહાર પાછળનો સિદ્ધાંત એ છે કે મર્યાદિત કેલેરી સાથે એક દિવસ બાદ શરીર ફેટ બર્ન માટે ભોજનથી તૈયાર ઉર્જાને ઉપયોગ કરવા લાગે છે.
ડાયાબિટીસ માટે ફાયદાકારક
જેએએમએ નેટવર્ક ઓપન જર્નલ માં પ્રકાશિત રિપોર્ટ મુજબ આ પ્રકારની ડાયેટ યોજનાનું પાલન કરવાથી ગ્લાઈસેમિક કંટ્રોલ થવાની સાથે જ મોટાપો ઘટાડવામાં પણ મદદ મળી શકે છે.
દવાથી સારું પરિણામ?
405 એડલ્ટ્સ પર થયેલા સ્ટડીમાં એ સામે આવ્યું છે કે 5:2 ડાયેટ પ્લાન ફોલો કરવાથી મેટફોર્મિન અને એમ્પાગ્લિફ્લોઝિનની સરખામણીમાં વધુ સારું ગ્લાઈસેમિક કંટ્રોલ (બ્લડ ગ્લૂકોઝ લેવલ) થાય છે. જો તેને ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓ માટે દવાનો એક સારો વિકલ્પ બનાવે છે.
ત્રણ મહિનામાં જોવા મળી અસર
રિસર્ચર્સે રિપોર્ટમાં જણાવ્યું કે 5:2 ડાયેટ ફોલો કરનારા ડાયાબિટીસના દર્દીઓને ત્રણ મહિનામાં સરેરાશ HbA1C બ્લડ શુગરમાં ઘણો ઘટાડો જોવા મળ્યો. આ ઉપરાંત તેમની કમર અને થાપાની ચરબીમાં પણ ઘટાડો જોવા મળ્યો.
Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ, રિસર્સ-સ્ટડી અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.