Health Tips: છેલ્લા કેટલાક સમયથી રસ્તા પર રખડતા કૂતરાના હુમલાની ઘટના વધતી જાય છે. રખડતા કૂતરાના કરડવાથી રેબીસ નામની ખતરનાક બીમારી થઈ શકે છે. આ બીમારીમાં માણસ પાગલ પણ થઈ શકે છે અથવા તો તેનું મોત પણ થઈ શકે છે. તેથી જ કૂતરું કરડે તો તેને લઈને બેદરકારી રાખવી નહીં.  રેબીસ બીમારીને લઈને સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ લોકોને જાગૃત કરવા માટે અલગ અલગ કાર્યક્રમો કરતા હોય છે. દરેક વ્યક્તિને આ વિશે જાણકારી રાખવી જોઈએ અને તેનાથી બચવા માટે શું કરી શકાય તે અંગે પણ તકેદારી લેવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Onion: ભોજન સાથે રોજ ડુંગળી ખાવાથી લૂથી બચાવ થશે, જાણો ડુંગળી ખાવાના 5 ફાયદા


કેવી રીતે થાય છે રેબીસ ?


રેબીસ બીમારી પ્રાણીઓના કરડવાથી અથવા તો તેના નખ વાગવાથી થાય છે. આ બીમારી ફક્ત કૂતરું કરડે તો જ થાય એવું નથી કૂતરાં સિવાય બિલાડી, વાંદરા અને અન્ય પ્રાણી કરડે તો પણ આ બીમારી થવાની સંભાવના વધી જાય છે. પ્રાણીના નખ લાગી જાય તો પણ આ બીમારી થઈ શકે છે. 


આ પણ વાંચો: Spices: ફક્ત વરિયાળી જ નહીં ઉનાળામાં પેટની બળતરાને શાંત કરવાનું કામ કરે છે આ 5 મસાલા


રેબીસ ઇન્જેક્શન ક્યારે લેવું ? 


રેબીસની વેક્સિન લેવા માટે કોઈ સમય મર્યાદા નક્કી નથી. પરંતુ આદર્શ સ્થિતિ એ છે કે કૂતરું કે બિલાડી કરડે તો તુરંત જ ડોક્ટર નો સંપર્ક કરી ઇન્જેક્શન લઈ લેવું. જો કોઈ કારણસર તમે તુરંત ઇન્જેક્શન ન લઈ શકો તો કૂતરું કરડ્યાના 24 કલાકની અંદર ઇન્જેક્શન લઈ શકાય છે. ડોક્ટરોનું કહેવું છે કે પ્રાણીના કરડ્યા પછી શરીરમાં રેબીસના લક્ષણો દેખાવા લાગે તે પહેલા ઇન્જેક્શન લઈ લેવું જરૂરી છે. એટલે કે કૂતરું કે બિલાડી કરડ્યું હોય તેના થોડા સમય કે થોડા દિવસો પછી પણ તમે ઇન્જેક્શન લઈ શકો છો. 


આ પણ વાંચો: અમદાવાદની ગરમીમાં બેદરકારી શાહરુખ ખાનને પણ ભારે પડી, હીટવેવમાં તમે ન કરતા આવી ભુલ


રેબીસના લક્ષણ 


કુતરું કરડે પછી શરીરમાં રેબીસના લક્ષણો દેખાવાનો સમય અલગ અલગ હોય છે. એટલે કે કેટલાક લોકોને કૂતરું કરડ્યાના ચાર દિવસમાં જ શરીરમાં લક્ષણો જોવા મળે તો કેટલાકને વર્ષો સુધી લક્ષણો નથી દેખાતા. તેથી પ્રાણીના કરડ્યા પછી કે તેના નખ લાગ્યા હોય તો તુરંત જ રેબીસનું ઇન્જેક્શન હોસ્પિટલમાં જઈને લઈ લેવું. તેના લક્ષણો દેખાવાની રાહ ન જોવી. 


આ પણ વાંચો: ભીષણ ગરમીમાં શરીરને ઠંડક આપે છે ચોખાનું પાણી, જાણો કઈ રીતે બનાવવું અને તેના લાભ વિશે


100 ટકા મૃત્યુદર 


રેબીસ એક લાઈલાજ બીમારી છે. તેનો મૃત્યુદર 100 ટકા છે. જો કોઈ વ્યક્તિને રેબીસના લક્ષણો દેખાવા લાગે તો તેનું મોત લગભગ નક્કી જ હોય છે. એટલે કૂતરું કરડે કે તેના નખ વાગે તો પછી ઇન્જેક્શન લઈ જ લેવું. કુતરા સિવાય બિલાડી કે વાંદરાના નખ મારવાથી કે કરડવાથી પણ આ બીમારી થઈ શકે છે તેથી સાવધાની રાખી રેબીસનું ઇન્જેક્શન તુરંત જ લઈ લેવું


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)