Health Tips: પરણિત પુરૂષો આ 5 વસ્તુઓનું કરો સેવન, થશે ફાયદો જ ફાયદો
સારા શરીર માટે સારુ ખવું -પીવું જરૂરી છે. પ્રોટીનની સાથે અન્ય પોષક તત્વો હોય તેવું ખાવું જોઈએ. વિટામિન બી, વિટામિન સી, વિટામિન ઈ અને ઝિંકવાળી વસ્તુઓનું સેવન પુરૂષો માટે અસરકારક છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ લગ્ન પછી દરેક પુરૂષ પોતાના લગ્ન જીવનને ખુશીઓથી ભરપુર કરવા માગતો હોય છે. પુરૂષ પોતાના વ્યક્તિત્વને લઈને ચિંતામાં રહેતો હોય છે. સારુ ખાવા-પીવાનું ના હોવાના કારણે શરીર પર ખરાબ અસર પડે છે. તમે અમુક વસ્તુઓનું સેવન કરીને આ સમસ્યાનું નિરાકરણ લાવી શકો છો.
1. પાલકનું સેવન
પાલકમાં વધારે પ્રમાણમાં આયર્ન હોય છે. આયર્ન સ્વાસ્થ્યનો ખજાનો છે. આયર્ન બ્લડ સર્કુલેશન સારુ બનાવવામાં અસરકારક સાબિત થાય છે. આ ઉપરાંત આયર્ન શરીરને બજબૂત બનાવે છે.
2. કેળાથી મળશે કમાલનો ફાયદો
કેળામાં પોષ્ટિક તત્વ, વિટામિન અને મિનરલ્સ હોય છે. કેળામાં પોટેશિયમ અને વિટામિન બી6 હોય છે. કેળું એ એક એવું ફળ છે કે તમારે ગમે તેવી પરિસ્થિતિમાં તમારા ડાયટમાં સમાવવું જોઈએ. કેળા નિયમિત રીતે ખાવાથી ટેસ્ટોસ્ટેરોન બૂસ્ટ થાય છે જેનાથી સેક્સ પાવર મજબૂત થાય છે.
3. લસણ ખાવાથી થાય છે જોરદાર અસર
લસણમાં વિટામિન સી, વિટામિન-બી6, ફોસ્ફોરસ, મેંગનીઝ, જસ્તા, કેલ્શિયમ અને આયર્ન મળે છે. લસણ ખાવાથી અંગોમાં બ્લડ-સર્ક્યુલેશન વધે છે. લસણમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ વધારવાનો ગુણ હોય છે જે પુરૂષોની સેક્સ લાઈફમાં સુધારો લાવ છે.
4. સુકી દ્રાક્ષ આપશે શક્તિ
સુકી દ્રાક્ષ ટેસ્ટોસ્ટોરોન બુસ્ટિંગ ફૂડની કેટેગરીમાં આવે છે. આ એક એવું હોર્મોન (hormone) છે તે જે પુરૂષોમાં સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સને દૂર કરે છે. પુરૂષ શક્તિ ઓછી હોવાના કારણે લગ્ન જીવન જીવતા પુરૂષોને મુશ્કેલી થાય છે. મધ અને સુકી દ્રાક્ષ ખાવાથી આ મુશ્કેલીથી તમને છૂટકારો મળશે.
5. ખારેક વધારે છે સ્ટેમિના
ખારેક ખાવાથી પુરૂષોમાં સ્ટેમિના વધે છે. ખારેક જાતીય સ્વાસ્થ્ય માટે ખુબ લાભકારી માનવામાં આવે છે. ખારેકમાં એમિનો એસિડ હોય છે જે પુરૂષોમાં સ્ટેમિના વધારવાનું કામ કરે છે.
ડિસ્ક્લેમર: આ આર્ટિકલ સામાન્ય જાણકારી માટે છે. કોઈ બિમારીથી પીડાતા હોવ તો તબીબની સલાહ જરૂર લેવી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube