ગેસની સમસ્યાથી છો પરેશાન? જાણો તત્કાલ રાહત મેળવવાના રામબાણ ઉપાય
Gas kaise dur bhagaye : ખરાબ ખાનપાનને કારણે પેટમાં ગેસ્ટ્રિકથી સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. ગેસની પરેશાની દૂર કરવા માટે દવાઓની જગ્યાએ કેટલાક ઘરેલૂ ઉપાય અપનાવી શકો છો. આવો જાણીએ....
Gastric Problems Home Remedies : ઘણીવાર ખરાબ લાઇફસ્ટાઇલ (Lifestyle)કે ઓયલી, ફ્રાઇડ અને વાસી ભોજન કરવાથી ગેસ્ટ્રિક સમસ્યાઓ (Gastric Problems)થવા લાગે છે. ગેસ, એસિડિટી, હાર્ટબર્ન, અપચો અને પેટમાં દુખાવાની સમસ્યા થવા લાગે છે. ઘણીવાર ટ્રાવેલિંગ, પ્રેગનેન્સી, ડેરી પ્રોડક્ટ્સનો વધુ ઉપયોગ, તણાવ અને ડાઇટમાં ફાયબર્સની કમીને કારણે પણ પેટમાં ગેસની સમસ્યા થવા લાગે છે. ગેસ કોઈ ગંભીર સમસ્યા નથી. પરંતુ તે મુશ્કેલી જરૂર ઉભી કરે છે. સામાન્ય ઘરેલૂ ઉપાય (Gastric Problems Home Remedies) અપનાવીને તેનાથી તત્કાલ રાહત મેળવી શકો છો.
પેટમાં ગેસ બનવાની સમસ્યાથી છુટકારો મેળવવાનો ઉપાય Home remedies to get rid of gastric problem)
હુંફાળુ પાણી
હુંફાળુ પાણી પાચનને યોગ્ય રાખે છે. તે અપચાથી થનારા પેટના દુખાવામાં પણ રાહત અપાવે છે. ગેસ્ટ્રિકની સમસ્યા વધુ થવા પર ગરમ પાણીમાં અજમો કે જીરૂ નાખીને પીવાથી આરામ મળે છે.
કાળુ મરચું
આયુર્વેદમાં કાળા મરચાને ગેસ્ટ્રિક સમસ્યાઓને દૂર કરવામાં પ્રભાવી માનવામાં આવે છે. કાળા મરચા અન્ય ઘણી બીમારી માટે ઉપયોગી ઇલાજ માનવામાં આવે છે. તેવામાં જ્યારે ગેસ કે અપચાની સમસ્યા થાય તો કાળા મરચાથી તેને દૂર કરી શકાય છે.
વરીયાળી
ગેસ્ટ્રિક સમસ્યાઓને દૂર કરવામાં વરીયાળી પણ મદદરૂપ છે. તે મોઢાનો સ્વાદ પણ સારો રાખે છે. તેના સેવનથી ગેસ્ટ્રિક અને એસિડ રિફ્લક્સ જેવી સમસ્યાઓને દૂર કરે છે.
આ પણ વાંચોઃ માત્ર 25 રૂપિયાના પપૈયા વડે ઘરે બનાવો ફેસ ગ્લો જેલ, ચહેરાને મળશે કુદરતી નૂર
આદુ
ગરમ પાણી અને સાકરમાં આદુનો રસ મિક્સ કરી સેવન કરો. આયુર્વેદમાં તેને પેટની સમસ્યા દૂર કરવા માટે ઉપયોગી માનવામાં આવે છે. આદુવાળી ચા પણ ગેસ્ટ્રિક સમસ્યાઓમાં તત્કાલ રાહત આપી શકે છે.
લીંબુ
ઘણા રિસર્ચમાં સામે આવ્યું કે લીંબુનું સેવન ગેસ્ટ્રિક, અપચો, હાર્ટ બર્ન જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે. પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી પીવાથી કબજીયાતની સમસ્યા દૂર થાય છે અને પાચનતંત્ર સારૂ થાય છે. સવારે તેનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.
અજમો
અજમો ગેસ્ટ્રિક સંબંધી સમસ્યાઓને જલદી દૂર કરી શકે છે. અડધો ચમચી અજમો અને અડધી ચમચી મીઠાનું એક સાથે સેવન કરવાથી ગેસની સમસ્યા દૂર થાય છે.
(ડિસ્ક્લેમરઃ ઘરેલૂ નુસ્ખાના આધારે આ માહિતી આપવામાં આવી છે. તમે ડોક્ટરની સલાહ લઈ શકો છો. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube