ઝી મીડિયા/બ્યૂરો :તાજેતરમાં જ એક દિગ્ગજ હોલિવુડ સ્ટારે નિવેદન આપ્યુ હતું કે, રોજ ન્હાવુ જરૂરી નથી. તો બીજી તરફ, કેટલાક દેશોમાં એટલી ઠંડી પડે છે કે તેઓ રોજ ન્હાવાની હિંમત કરી શક્તા નથી. આળસને કારણે તેઓ રોજ ન્હાવાનુ પસંદ કરતા નથી. તો કેટલાક લોકો બિનજરૂરી સાફ-સફાઈની આદતો પાળીને બેસે છે. અનેક લોકોને વારંવાર હાથ ધોવાની અને કેટલાકને દિવસમાં વારંવાર બ્રશ કરવાની આદત હોય છે. આપણા મનમાં ઘર કરી ગયેલી સાઈ-સફાઈ અને હાઈજિન (health tips) સાથે જોડાયેલી આદતોનું સત્ય જાણી લેવુ જરૂરી છે. શું તમે પણ આ હાઈજિન મામલે ભ્રામક અને ખોટી માન્યતા (Hygiene Myths) પર વિશ્વાસ કરો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : Afghanistan થી ભારત આવ્યા નાનકડા મહેમાન, તેમની માસુમિયતે સૌનું દિલ જીતી લીધું 


માન્યતા-1 હંમેશા ગરમ પાણીથી હાથ ધોવું
લોકો માને છે કે, ગરમ પાણીથી હાથ ધોવાથી હાથ પરના બેક્ટેરિયા નષ્ટ થઈ જાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO)  પણ ગરમ પાણીથી હાથ ધોવાના ફાયદા ગણાવ્યા છે. પરંતુ આ વાતની પુષ્ટિ કરનારા વૈજ્ઞાનિક તથ્ય નથી કે, ગરમ પાણીથી હાથ ધોવાથી બેક્ટેરિયા નષ્ટ થાય છે. હા, તે થોડા ઘણા અંશે પ્રભાવ જરૂર પાડે છે. 



એક્સપર્ટસના જણાવ્યા અનુસાર, હાથની સફાઈ (Health) કરતા સમયે સાબુથી હાથ બરાબર રગડવાથી અને બાદમાં હળવા ગરમ પાણીથી હાથ ધોવુ કારગત સાબિત થાય છે. હાથ પરથી ગંદકી, ધૂળ અને બેક્ટેરિયા સાફ કરવા માટે હાથને ઓછામાં ઓછા બે સેકન્ડ સુધી સાબુથી રગડવા જોઈએ. 



માન્યતા-2 જમીન પર પડેલુ ખાવાનુ ખાવાથી બીમારી નથી થતી 
આપણે હંમેશા ખાતા સમયે પ્લેટની બહાર કે જમીન પર કંઈક પડી જતુ હોય છે. આવામાં કેટલાક લોકો ઝડપથી ભોજન ઉઠાવીને તેને કપડાથી સાફ કરીને ખાય છે. કેટલાક લોકો માને છે કે, આ રીતે નીચે પડેલુ ભોજન ખાવુ યોગ્ય નથી. જે લોકોને આ પ્રકારે ખાવાની આદત છે, અને તેઓ તરત નીચે પડેલી વસ્તુઓ ઉંચકી લે છે તો તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક નથી હોતું. આ વાતને એક્સપર્ટસ નકારે છે. કેમ કે, એક્સપર્ટસના અનુસાર, જમીન પર ખોરાક પડ્યા બાદ બેક્ટેરિયા 5 સેકન્ડથી ઓછા સમયમાં તેના પર હુમલો કરે છે. તેથી ખોરાક પડ્યા બાદ તેને તરત ઉઠાવીને ન ખાવુ જોઈએ.