Side Effect of Frozen peas: લીલા વટાણા લોકપ્રિય શાક છે. ઘણા લોકોને લીલા વટાણા ખાવા પસંદ હોય છે. લીલા વટાણા નો ઉપયોગ અલગ અલગ પ્રકારની વાનગીઓમાં કરવામાં આવે છે. સામાન્ય રીતે લીલા વટાણા શિયાળામાં મળે છે પરંતુ આખું વર્ષ વાપરવા માટે લોકો ફ્રોઝન વટાણા નો ઉપયોગ કરે છે. ઘણા લોકો ઘરે સિઝન દરમિયાન વટાણાને સાફ કરીને ફ્રોઝન કરે છે તો ઘણા લોકો બજારમાંથી તૈયાર ફ્રોઝન વટાણા લઈ આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ફ્રોજન વટાણા તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર કોઈપણ શાકને ફ્રોજન કરીને તેનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જેમકે તાજા વટાણાની સરખામણીમાં જો તમે ફ્રોઝન વટાણાનો ઉપયોગ કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ફ્રોજન વટાણા થી શરીરને કેવા નુકસાન થાય છે ચાલો તે પણ તમને જણાવીએ.


આ પણ વાંચો:


તાવ આવે ત્યારે દર્દીને મોસંબીનો રસ પીવડાવવો કે નહીં ? જાણો શું કહે છે નિષ્ણાંતો


Health Tips: દૂધમાં આ વસ્તુ ઉકાળી પીશો રોજ તો બદલતા વાતાવરણમાં પણ રહેશો નિરોગી


Heart Attack: કોઈને આવે હાર્ટ એટેક તો તુરંત કરવું આ કામ, બચી શકે છે વ્યક્તિનો જીવ


ડાયાબિટીસ


વટાણા ને તાજા રાખવા માટે તેમાં સ્ટાર્ચ મિક્સ કરવામાં આવે છે. આ સ્ટાર્ચ ભોજનમાં પણ ભણે છે. જ્યારે તમે ફ્રોઝન વટાણા થી કોઈ વસ્તુ બનાવો છો તો આ સ્ટાર્ચ શરીરમાં જઈને ગ્લુકોઝમાં પરિવર્તિત થઈ જાય છે. શરીરમાં વધેલું ગ્લુકોઝનું પ્રમાણ બ્લડ સુગર લેવલ ને વધારે છે. જે ડાયાબિટીસના દર્દી માટે જોખમી છે.


હાર્ટની બીમારી


ફ્રોઝન વટાણા માં ટ્રાન્સફેટ હોય છે. જે કોલેસ્ટ્રોલ લેવલ વધારી શકે છે. ફ્રોઝન વટાણા ગુડ કોલેસ્ટ્રોલ ને ઘટાડીને બેડ કોલેસ્ટ્રોલ વધારે છે જેના કારણે હૃદયની બીમારી થવાનું જોખમ વધી જાય છે. 


પોષક તત્વો નો થઈ જાય છે નાશ


ફ્રોઝન વટાણા વર્ષ દરમિયાન વાપરી તો શકાય છે પરંતુ તાજા વટાણાની સરખામણીમાં તેમાં પોષક તત્વો ખૂબ જ ઓછા થઈ જાય છે. તાજા વટાણા ને સાફ કરીને તેને તુરંત જ ફ્રીઝ કરી દેવામાં આવે છે જેના કારણે તેના પોષક તત્વોનો નાશ થઈ જાય છે. આવા વટાણા લાંબા સમય સુધી ફ્રિજમાં હોવાથી તે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની જાય છે.



(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)