Health Tips: સાવધાનઃ ખાલી પેટે આ વસ્તુઓ ખાવી પડી શકે છે ભારે, થઈ શકે છે ગંભીર બીમારીઓ
જ્યારે ભૂખ લાગી ત્યારે જે હાથમાં આવ્યું એ ખાઈ લેવાની આદત ખૂબ જ ખરાબ છે. આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું જેને ખાલી પેટ ક્યારેય ન ખાવી જોઈએ.
ઝી બ્યૂરો, અમદાવાદઃ સારા સ્વાસ્થ્ય માટે ભોજન એક મહત્વની વસ્તુ છે. પરંતુ માત્ર હેલ્ધી ખાવાનું જ પર્યાપ્ત નથી. તમે ક્યા સમયે શું ખાઓ છો તેનું પણ ખૂબ જ મહત્વ છે. જ્યારે ભૂખ લાગી ત્યારે જે હાથમાં આવ્યું એ ખાઈ લેવાની આદત ખૂબ જ ખરાબ છે. આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું જેને ખાલી પેટ ક્યારેય ન ખાવી જોઈએ.
ખાટા ફળો
સંતરા, મોસંબી, જામફળ જેવા ખાટા ફળો ખાલી પેટ ખાવાથી બચવું જોઈએ. જેને ખાવાથી આંતરડામાં એસિડનું પ્રોડક્શન વધી જાય છે. જો તેમને ખાલી પેટ ખાવામાં આવે તો ગેસ્ટ્રાઈટિસ અને ગેસ્ટ્રિક અલ્સરની સમસ્યાના ચાન્સ વધી જાય છે. સાથે જ આ ફળોમાં ફાઈબર અને ફ્રૂક્ટોઝ વધારે હોય છે. એવામાં તેમને ખાવાથી પાચનતંત્ર સ્લો પડી જાય છે.
કૉફી
અનેક લોકોની આદત હોય છે સવારે ઉઠીને કૉફી પીવાની. આ આદત ખરાબ છે. ખાલી પેટ કૉફી પીવાથી એસિડિટી થાય છે. જો કૉફીને ખાલી પેટ પીવામાં આવે તો એસિડનું સીક્રિશન થાય છે. જે ગેસ્ટ્રાઈટિસની બીમારીનો ખતરો પેદા કરે છે.
સલાડ
કાચા શાકભાજીઓનું સલાડ સવારે બ્રેકફાસ્ટમાં ખાવાથી બચવું જોઈએ. તમે તેને લંચમાં ખાઈ શકો છો. કાચા શાકભાજીમાં ફાઈબર વધારે હોય છે. જો તેને ખાલી પેટે ખાવામાં આવે તો પાચનતંત્ર પર લોડ પડે છે. જેથી પેટમાં દુઃખાવો થઈ શકે છે.
મરચું અને મસાલા
ખાલી પેટ મસાલા વાળી વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ. જેનાથી પેટની ગરમી વધે છે અને એસિડ પણ વધી જાય છે. આ વસ્તુઓ અપચા અને કબજિયાતની સમસ્યા પેદા કરે છે. એટલું જ નહીં તેના ખાલી પેટ ખાવાથી એસિડિટી વધી જશે.
ફ્રૂટ જ્યુસ
ખાલી પેટ ફળોનું જ્યુસ પીવાથી પણ બચવું જોઈએ. કેટલાક લોકો સવારે નાસ્તામાં તેને હેલધી સમજીને લે છે. પરંતુ એવું કરવાથી પેન્ક્રિયાસ પર લોડ વધે છે. પેન્ક્રિયાસ પેટની એ જગ્યા છે જ્યાંથી ભોજન પચાવવા માટે જ્યુસ નિકળે છે. આ સિવાય ફળોમાં રહેલા ફ્રૂક્ટોઝ લીવર પર નકારાત્મક અસર પાડે છે. એટલું જ નહીં ખાલી પેટ ફળોનો રસ પીવાથી ડાયાબીટીસ થવાના ચાન્સ વધી જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube