શિયાળાની સીઝનમાં આપણે બધા સરસવના તેલનો ઉપયોગ વધુ કરતા હોઈએ છીએ. ઠંડીના દિવસોમાં તે ખુબ ફાયદાકારક હોય છે. અનેક લોકો સરસવના તેલમાં રસોઈ બનાવે છે, તો કેટલાક લોકો ત્વચાને ખંજવાળ, રક્ષ, સૂકી અને ફાટતી અટકાવવા માટે પણ સરસવનું તેલ જ વાપરે છે. એટલું જ નહીં તેનો ઉપયોગ પરંપરાગત ચિકિત્સામાં પણ બીમારીઓની સારવાર માટે થતો હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તેલ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણોથી ભરપૂર હોય છે. આથી આયુર્વેદમાં પણ તેનું ખુબ મહત્વ છે. પણ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે નાભિમાં તેલ નાખવાથી ફાયદા થાય છે. આ આયુર્વેદની સદીઓ જૂની ચિકિત્સા છે. એવું માનવામાં આવે છે કે શિયાળામાં નાભિમાં તેલ નાખવાથી સમગ્ર સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. જો તમને ખબર ન હોય તો અમે તમને જણાવીશું કે નાભિમાં સરસવનું તેલ નાખવાથી શું ફાયદા થાય. 


ગરમાવો આપે
સરસવના  તેલની તાસીર ગરમ હોય છે. પરંપરાગત ચિકિત્સા મુજબ નાભિમાં સરસવનું તેલ નાખવાથી શરીરમાં ગરમાવો પેદા કરવાની ક્ષમતા વધે છે. આમ કરવાથી વધુ ઠંડી લાગતી નથી અને આરામ મળે છે. 


સર્ક્યુલેશન વધે
જેમ કે અમે તમને જણાવ્યું કે સરસવના તેલની પ્રકૃતિ ઘણી ગરમ હોય છે. જ્યારે આપણે તેને નાભિમાં લગાવીએ તો શરીરમાંથી ગરમી બહાર નીકળે છે જેનાથી બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થાય છે. બ્લડ ફ્લોમાં વધારો એ વાતનું પ્રમાણ છે કે તમારા શરીરના દરેક ભાગને સારું પોષણ મળે છે. બ્લડ સર્ક્યુલેશન સારું થવાથી વાળમાં પણ સુધારો થાય છે. વાળ ચમકદાર, મજબૂત અને મુલાયમ બને છે. 


સાંધાના દુ:ખાવામાં આરામ
ઠંડીમાં સ્નાયુઓ અને સાંધામાં દુખાવાની સમસ્યા રહે છે. ખાસ કરીને વૃદ્ધો માટે તે ખુબ પીડાદાયક હોય છે. એવું કહેવાય છે કે જો નાભિમાં ત્રણથી ચાર ટિંપા સરસવના તેલના નાખવામાં આવે તો તેના ગરમાવા અને દર્દને ઓછું કરનારા ગુણ સમગ્ર શરીરમાં ફેલાઈ જાય છે. જેનાથી સ્નાયુઓ અને સાંધાના દુખાવામાં આરામ મળે છે. 


સારું ડાઈજેશન
જો તમે સૂતા પહેલા નાભિમાં સરસવનું તેલ નાખો તો તેનાથી તમારું પાચન તંત્ર સારું રહે છે જેનાથી તમે પેટ સંબંધિત અનેક સમસ્યાઓ જેમ કે ગેસ, બળતરા, કબજિયાત અને એસિડિટીથી બચી શકો છો. 


સારી સ્કીન માટે
જો તમે રોજ સૂતા પહેલા નાભિમાં તેલ નાખીને મસાજ કરો તો તેનાથી ચમારા ચહેરા પર રહેલા પિંપલ્સ અને દાગ ધબ્બા દૂર થાય છે. રંગમાં પણ સુધારો થાય છે. 


કેવી રીતે કરવો ઉપયોગ
આ માટે તમારે રોજ સૂતા પહેલા કેટલાક ટીંપા સરસવના તેલના તમારી નાભિમાં નાખવા. પછી તમે લગભગ 10થી 15 મિનિટ સુધી તેને એમ જ રાખો. ત્યારબાદ તમે નાભિની આજુબાજુ હાથથી મસાજ કરો. નાભિ શરીરની અનેક નસો સાથે જોડાયેલી હોય છે, આથી તેનાથી તમારા શરીરને પોષણ મળે છે અને હેલ્થ તથા બ્યુટી સંલગ્ન અનેક સમસ્યાઓથી પણ બચી શકો છો. 


(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube