Healthcare Tips : સફેદ વાળની સમસ્યા આજકાલ સામાન્ય થઈ ગઈ છે. એક સમય હતો જ્યારે ઉંમરલાયક થાય ત્યારે જ વાળ સફેદ થતા હતા. પરંતુ આજકાલ તો નાની ઉંમરે સફેદવાળની સમસ્યા જોવા મળી રહી છે. આવામાં સફેદવાળ કાળા કરવા માટે લોકો મહેંદી, કલર, ડાઈ વગેરેનો ઉપયોગ કરે છે. પરંતુ તેમાં હાનિકારક કેમિકલ્સ હોય છે જે તમારા વાળને નુકસાન પહોંચાડી શકે છે. આવામાં સફેદ વાળની સમસ્યાને દૂર કરવા માટે તમે કેટલાક ઘરેલુ ઉપાય અજમાવી શકો છો. જેમાં એક વસ્તુ છે ડુંગળી. હેર ફોલ રોકવાથી લઈને વાળને નેચરલી કાળા કરવા માટે ડુંગળીનો રસ ખુબ પ્રભાવી છે. જો તમે પણ સફેદ વાળની સમસ્યાથી પરેશાન હોવ તો ડુંગળીનો રસ અનેક રીતે ઉપયોગમાં લઈ શકો છો. જાણો કેવી રીતે ડુંગળીનો રસ લગાવવો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડુંગળીના રસના ફાયદા
ડુંગળીના રસમાં ભરપૂર પ્રમાણમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જે વાળને સફેદ થતા રોકે છે. તેમાં રહેલું સલ્ફર વાળને ખરતા રોકે છે અને હેર ગ્રોથને પ્રોત્સાહન આપે છે. તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણો પણ હોય છે જે ડેન્ડ્રફથી છૂટકારો અપાવવામાં મદદ કરે છે. વાળમાં ડુંગળીનો રસ લગાવવાથી વાળ લાંબા,કાળા અને મજબૂત થાય છે. દરેક છોકરી ઇચ્છે છે કે તેના કાળા, લાંબા અને ભરાવદાર વાળ હોય પરંતુ વધતા પ્રદૂષણ અને ખરાબ ખાન-પાનના કારણે ઘણા લોકોની ઇચ્છાઓ પર પાણી ફરી વળે છે. વાળ વધવાના બદલે ખરવા લાગે છે. તેવામાં તેના પર રોક લગાવવા માટે હોમ રેમેડીનો સહારો લેવામાં આવે છે. હેર ફોલ પર રોક લગાવવામાં ડુંગળીનો રસ ખૂબ જ લાભકારક હોય છે. 


કેવી રીતે કરવો ઉપયોગ

ડુંગળીનો રસ અને નારિયેળનું તેલ
સફેદવાળને કાળા કરવા માટે તમે ડુંગળીનો રસ નારિયેળના તેલમાં ભેળવીને લગાવી શકો છો. તેના માટે બંને ચીજોને બરાબર પ્રમાણમાં ભેળવીને તમારા વાળમાંલગાવો. અડધો કલાક રાખ્યા બાદ કોઈ માઈલ્ડ શેમ્પુથી ધોઈ નાખો. થોડા અઠવાડિયા સુધી આ રીતે ઉપયોગ કરવાથી વાળ કાળા થવા માંડશે. 


ડુંગળીનો રસ અને આંબળાનો જ્યૂસ
સફેદવાળને કુદરતી રીતે કાળા કરવા માટે તમે ડુંગળીના રસને આંબળાના જ્યૂસ સાથે મિક્સ કરીને લગાવી શકો છો. આ માટે એક વાટકીમાં બે ચમચી ડુંગળીનો રસ અને બે ચમચી આંબળાનો જ્યૂસ લો. હવે આ મિશ્રણને તમે વાળ પર લગાવો અને 1-2 કલાક માટે છોડી દો. ત્યારબાદ વાળને કોઈ માઈલ્ડ શેમ્પુથી ધોઈ લો. સારા પરિણામ માટે અઠવાડિયામાં એકથી બે વાર લગાવો. 


ડુંગળીનો રસ અને એલોવીરા
વાળને કાળા કરવા માટે તમે ડુંગળીના રસને એલોવીરા સાથે ભેળવીને લગાવી શકો છો. આ માટે તમે એલોવીરા જેલ અને ડુંગળીના રસને બરાબર પ્રમાણમાં લઈ મિક્સ કરો. આ મિશ્રણને વાળમાં લગાવો અને 2થી 3 કલાક માટે રહેવા દો. ત્યારબાદ માઈલ્ડ શેમ્પુથી વોશ કરી લો. તમે સપ્તાહમાં બેથી ત્રણવાર તેનો ઉપયોગ કરી શકો છો. તે વાળની અનેક સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરશે. 


ખાસ નોંધ: સફેદ વાળને કાળા કરવા માટે તમે ડુંગળીના રસનો ઉપયોગ કરી શકો છો. જો કે ધ્યાન રાખો કે જો તમને આમાંથી કોઈ પણ વસ્તુની એલર્જી હોયતો તેનો ઉપયોગ ન કરવો. 


(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)