નવી દિલ્હીઃ હેલ્ધી રહેવા માટે લોકો અલગ અલગ પ્રકારના નુસ્ખા કરતા હોય છે. જોકે, સાચી રીતે ખાનપાન અને ડાયટીંગ ના કરવાના કારણે સફળ થતા નથી. તમને એવી ખાદ્ય વસ્તુઓની જાણકારી હોવી જોઈએ જે હેલ્દી હોવાથી સાથે સાથે શરીર માટે ફાયદાકારક હોય,,,


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોળુ છે ફાયદાકારક
શાકભાજીને શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. દરેક શાકભાજીમાં ઘણા પ્રકારના વિટામીન અને અન્ય મિનરલ્સ હોય છે, જે ચામડી અને સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે. આવી જ એક શાકભાજી છે કોળું. જો કે, આ શાક દરેકને પસંદ નથી હોતું, પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તે ખૂબ જ ફાયદાકારક છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કોળાનું સેવન કરવાથી શું ફાયદો થાય છે.


આ પણ વાંચોઃ CURD: રોજ દહીં ખાતા લોકોને પણ નહીં ખબર હોય દહીં વિશેની આ વાત, શું તમને ખબર છે?


ભરપૂર વિટામિન્સ હોય છે
કોળુ કેન્ટાલૂપ અને તરબૂચ જેવા ફળો જેવું હોય છે. વિશ્વમાં કોળાની 150થી વધુ પ્રકાર છે. તેમાં ઘણા પ્રકારના વિટામિન અને મિનરલ્સ હોય છે જે આંખોથી લઈને હૃદય માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. કેળાનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.


વજન ઘટે છે
કોળુ ખાવાથી વજન ઘટે છે કેમકે કોળામાં ઘણું પાણી હોય છે તેની સાથે જ કેલરી પણ ઘણી ઓછી હોય છે. ફાઈબરથી ભરપૂર કોળુ ખાધા પછી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.  આ સાથે તે ખરાબ કોલેસ્ટ્રોલને પણ શરીરમાં જમા થવા દેતું નથી.


ચામડી રહે છે સારી
કોળામાં ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ હોવાથી તે ચામડીને ફાયદો કરે છે...  કોળામાં મેગ્નેશિયમ, આયર્ન, ઝિંક, મેંગેનીઝ અને એન્ટીઓક્સીડેન્ટ્સ પણ હોય છે. જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.


આંખમાં આવે છે તેજ
કોળાના સેવનથી આંખોની રોશની વધે છે. તેમાં વિટામિન A ભરપૂર માત્રામાં હોય છે, જે આંખની ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તે મોતિયાનું જોખમ પણ ઘટાડે છે.


આ પણ વાંચોઃ નાનો છે પણ રાઈનો દાણો છે! જાણો આ કહેવતને અનુરૂપ જ ખુબ ઉપયોગી હોય છે રાઈનો દાણો


રોગપ્રતિકારક શક્તિ
કોળામાં વિટામિન C  ભરપૂર માત્રામાં હોય છે. ન્યુટ્રોફિલ્સની યોગ્ય કામગીરી માટે વિટામિન C ખાસ જરૂરી હોય છે.  ન્યુટ્રોફિલ્સ એ એક પ્રકારનો રોગપ્રતિકારક કોષ છે, જે શરીરને વિવિધ પ્રકારના હાનિકારક બેક્ટેરિયાથી મુક્ત કરવાનું કામ કરે છે. આ સાથે કોળામાં પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. માટે તેને ઈમ્યુનિટી બુસ્ટર કહીયે તો કંઈ ખોટું નથી.


(નોંધઃ અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચારો અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા નિષ્ણાતોની સલાહ લો. ZEE 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube