Healthy Diet Tips: સવારનો નાસ્તો મેઇન મીલ ઓફ ધ ડે કહેવાય છે. એટલે કે આખા દિવસ દરમ્યાનના ભોજનમાં એ મુખ્ય ગણાય છે કારણ કે, વહેલી સવારે જાગ્યા પછી સૌથી પહેલાં તમે જે ખોરાક લો છો એને તમારું શરીર સૌથી વધુ ગ્રહણ કરે છે. એટલે સવારના નાસ્તામાં એવી ચીજો લો કે જે સ્વાસ્થ્ય માટે હેલ્ધી હોય. એમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ, પૂરતા પ્રમાણમાં પ્રોટીન, વિટામિન્સ અને ફાઇબર તથા પુષ્કળ પ્રમાણમાં ફાઇટોન્યુટ્રિયન્ટ્સ હોવાં જ જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રેકફાસ્ટમાં એવી વસ્તુઓ શામેલ કરવી જોઇએ કે, જેમાં શાકભાજીનો ઉપયોગ ભરપૂર થયો હોય. ઉપમા કે પૌંઆ બનાવો તો એમાં પણ વેજિટેબલ્સનું પ્રમાણ વધુ રાખો. આ સિવાય મગની દાળના પુડલા, હાંડવો બનાવો, એમાં પણ કોબી, વટાણા, ગાજર, ફણસી, ટમેટાંનું પ્રમાણ વધારે રાખવું જોઇએ. 



છેલ્લે એ પણ જણાવી દઇએ કે, સવારનો નાસ્તો ન કરવાથી શું નુકસાન થાય છે.  જેના વિશે તમને જણાવીએ તો એકાગ્રતા ઘટે, મગજ શાંત ન રહી શકે આ ઉપરાંત એસિડિટી પણ થઇ શકે છે કારણ કે પેટમાં સતત એસિડ પેદા થતો હોય છે જ પણ તમે ખાઓ ત્યારે એ ખોરાક સાથે ભળી જાય છે. જોકે, લાંબા સમય સુધી પેટમાં કંઈ ન ગયું હોય તો એ વધી જાય છે અને પછી ખાઓ ત્યારે ઉપર આવે, જે એસિડિટી છે. એટલે જો તમારે શરીરને સાચવવું હોય તો, આજથી જ ભુલ્યા વિના બ્રેકફાસ્ટ કરો.


આ પણ વાંચો:
ગુજરાતમાં અચાનક ગરમીનો પારો વધ્યો, હવે આ રાજ્યોમાં વરસાદની આગાહી
Sonu Nigam અને તેના ભાઈ પર હુમલાનો વીડિયો વાયરલ, મ્યૂઝિક કોન્સર્ટમાં થઈ ભયંકર બબાલ
Turkiye Earthquake: તુર્કીમાં ફરી 6.4 ની તીવ્રતાનો ભૂકંપ, અનેક બિલ્ડીંગો ધરાશાયી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube