Instant Energy Drinks: ગરમીની સિઝન એવી હોય છે કે જ્યારે શરીરમાં ઘણી વખત થાક અને આળસ અનુભવાય. શરીરમાં ઉર્જા ન હોય તેવું લાગવા લાગે છે. દિવસ દરમિયાન તમે ચા કે કોફી પીવો તો થોડા સમય માટે એનર્જી લાગે છે પરંતુ ફરીવાર શરીરમાં ઊર્જાની કમી અનુભવાય છે. તેવામાં આજે તમને કેટલાક એવા એનર્જી ડ્રિંક વિશે જણાવીએ જે શરીરને તુરંત એનર્જી પૂરી પાડે છે. આ એનર્જી ડ્રિંક વિટામીન અને મિનરલ્સ થી ભરપૂર હોય છે. જે શરીરની જરૂરિયાતોને પૂરી કરે છે અને શરીર તરોતાજાં  થઈ જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાના મિલ્ક શેક


આ પણ વાંચો: 


મચ્છર કરડવાથી ત્વચા પર પડી ગયા છે નિશાન ? આ 4 વસ્તુ ત્વચા પરથી ડાઘ કરી દેશે દૂર


રોજ પીશો દૂધમાં આ વસ્તુ ઉમેરીનો તો શરીરને થશે આ 4 જોરદાર લાભ


ઉનાળામાં ચહેરાની સુંદરતા વધારવા આ રીતે કરો છો બરફનો ઉપયોગ ? તો જાણો તેના નુકસાન વિશે


તેના માટે દૂધમાં કેળા, બદામ, કાજુ અને અન્ય ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને મિક્સરમાં ક્રશ કરી લેવું. તમે ઇચ્છો તો તેમાં ઓટ્સ પણ ઉમેરી શકો છો. આજ સુધીનું સેવન કરવાથી દિવસભર તમે એનર્જેટિક અનુભવ કરશો.


હર્બલ ટી


પાણીમાં એલચી, આદુ અને હળદર ઉમેરીને બરાબર ઉકાળો. પાણી બરાબર ઉકળી જાય એટલે તેમાં જરૂર અનુસાર સંચળ ઉમેરીને તેનું સેવન કરો. શરીરમાં તુરંત એનર્જી આવશે.


દાડમનો રસ


દાડમ અનેક વિટામીન અને મિનરલ્સથી ભરપૂર હોય છે. દાડમનું સેવન કરવાથી શરીરની પૌષ્ટિક તત્વોની જરૂરિયાત પૂરી થાય છે. દાડમ નો રસ પીવાથી બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે. સાથે જ શરીરને એનર્જી પણ મળે છે. તેના માટે દાડમ નો રસ કાઢી તેમાં થોડું લીંબુ ઉમેરીને તેનું સેવન કરવું.