Health Tips: રાત્રે કેમ 8 વાગ્યે જમી લેવું જોઈએ? નિષ્ણાત પાસેથી જાણો સાચો જવાબ
Health Tips: રાત્રે વહેલા ઉઠવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. જો તમે સ્વસ્થ અને ફિટ રહેવા માંગતા હોવ તો સૂવાના 3 કલાક પહેલા જમી લેવું જોઈએ..
Health Tips: સ્વસ્થ અને રોગોથી દૂર રહેવા માટે માત્ર પૌષ્ટિક ખોરાક લેવો જ જરૂરી નથી, પરંતુ યોગ્ય સમયનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. આજના બીઝી શેડ્યૂલને કારણે લોકો ન તો લંચ કે ન તો ડિનર યોગ્ય સમયે કરી શકે છે. જો કે, સ્વસ્થ રહેવા માટે, ખાસ કરીને રાત્રે યોગ્ય સમયે ખોરાક લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. મોટાભાગના લોકો રાત્રિભોજન ખૂબ મોડું કરે છે. ઘણા લોકો એવા છે જેમનું ડિનર રાત્રે 12 વાગ્યા પછી હોય છે. જ્યારે સદીઓથી એવું કહેવામાં આવી રહ્યું છે કે રાત્રિનું ભોજન વહેલું ખાવું જોઈએ.
રાત્રે વહેલુ જમી લેવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. જો તમે સ્વસ્થ અને ફિટ રહેવા માંગતા હોવ તો ધ્યાન રાખો કે સૂવાના 3 કલાક પહેલા ખોરાક ખાઈ લેવો જોઈએ. આયુર્વેદ કહે છે કે જો તમે એવા વ્યક્તિ છો જે 10-11 વાગ્યે સૂઈ જાય છે, તો તમારે રાત્રે 6-8 વાગ્યાની વચ્ચે ડિનર કરવું જોઈએ. ખાવા અને સૂવાની વચ્ચે 3 કલાકનું અંતર રાખવું જોઈએ, તો તે ખોરાકને ઝડપથી પચાવવામાં મદદ કરે છે. જ્યારે જે લોકો જમ્યા પછી તરત જ સૂઈ જાય છે, તેમનું વજન ઝડપથી વધવાની અને અનેક બીમારીઓનો શિકાર થવાની શક્યતા વધી જાય છે.
જલ્દી ખાવાના ફાયદા
1. ખોરાક વહેલો ખાવાથી અને ત્રણ કલાક પછી સૂવાથી સારી ઊંઘ આવે છે. જ્યારે રાત્રિભોજન મોડું કરવું અને તરત જ સૂઈ જવું તમને ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. તમે તમારા પેટમાં વિચિત્ર હલનચલન અનુભવી શકો છો, જે ખોરાકનું પાચન ન થવાને કારણે થાય છે.
2. જે લોકો પોતાના વધારાના વજનને લઈને હંમેશા પરેશાન રહે છે, એવા લોકોએ રાત્રે વહેલા જમવું જોઈએ. જ્યારે ભોજન કર્યાના ત્રણ કલાક પછી સૂવું જોઈએ. આના કારણે તેમનો ખોરાક ઝડપથી પચી જશે અને વજન વધવાને બદલે ઘટવા લાગશે.
3. જે લોકોને કબજિયાતની સમસ્યા રહે છે, તેમણે પણ વહેલું ડિનર કરવું જોઈએ. વહેલું રાત્રિભોજન કરવાથી શરીરમાં ઉર્જા જળવાઈ રહે છે અને મન પણ મહત્વપૂર્ણ કાર્યોમાં વ્યસ્ત રહે છે.
4. હૃદયની તંદુરસ્તી માટે સમયસર રાત્રિભોજન કરવું ખૂબ જ જરૂરી છે. જે લોકો રાત્રિનું જમવાનું મોડું કરે છે, એવા લોકોને હૃદય સંબંધિત સમસ્યાઓ થવાની શક્યતા વધુ હોય છે.
5. મોડા રાત્રિનું ભોજન ખાવાથી એસિડિટી, હાર્ટબર્ન અને પેટની સમસ્યા થઈ શકે છે. એટલા માટે સમયસર અને વહેલું જમવાની ટેવ પાડો.
(Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લો. Zee24Kalak તેની પુષ્ટી કરતુ નથી..)
આ પણ વાંચો:
મણિપુરમાં ફરી હિંસા ભડકી, બિષ્ણુપુરમાં મૈતેઈ સમુદાયના 3ની હત્યા, અનેક ઘરો બાળ્યા
આ તારીખ પછી વરસાદનું જોર વધશે, જાણો શું આગાહી કરી છે અંબાલાલ પટેલે
30 હજાર કરોડના કૌભાંડને સ્ક્રીન પર દેખાડશે હંસલ મેહતા, સ્કેમ 2003 નું જુઓ ટીઝર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે